Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી મોદીએ પેરિસમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાટાઘાટ કરી

પ્રધાનમંત્રી મોદીએ પેરિસમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાટાઘાટ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનને મળ્યા હતા.

આ બેઠક પછી મીડિયાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ ઉષ્માસભર સ્વાગત માટે પ્રમુખ મેક્રોનનો આભાર માન્યો હતો અને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રીએ માનવતા અને માનવતાના મૂલ્યોની સેવા પર વાત કરી હતી, જે ભારત-ફ્રાંસના સંબંધો વર્ષોથી સફળતાનો આધાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગળ જતા સંબંધો વધારે મજબૂત બનશે.

આ સંદર્ભમાં પ્રધાનમંત્રી મોદીએ આ મુદ્દા માટે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન તથા ભારત અને ફ્રાંસના સંયુક્ત પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ પેરિસ સમજૂતીને સમગ્ર દુનિયા માટે સહિયારો વારસારૂપી સમજૂતી ગણાવી હતી અને આ પેઢીનું પ્રદાન માનવજાતના ભવિષ્યની પેઢીઓ માટે આશાસ્પદ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તે ધરતી માતાનું જતન કરવાની આપણી સહિયારી જવાબદારી છે. પેરિસ શહેરને તેમની રાજકીય સફરનો મહત્વપૂર્ણ ભાગ ગણાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાંન્સે આ સમજૂતી માટે ખભેખભો મિલાવીને કામ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ પર્યાવરણના સંરક્ષણને ભારતીયો માટે વિશ્વાસનું પ્રતીક અને સદીઓ જૂની પરંપરા સમાન ગણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, ભારત સમજૂતી પ્રત્યે પ્રતિબદ્ધ છે અને તેનાથી વિશેષ ભારત ભવિષ્યની પેઢીઓ માટે ભેટ આપવા અન્યો સાથે કામ કરશે અને ખભેખભો મિલાવીને કામ કરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બંને નેતાઓએ આતંકવાદ અને કટ્ટરવાદનો સામનો કરવાની ચર્ચા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત યુરોપિયન યુનિયનની સંયુક્ત પ્રગતિની તરફેણ કરે છે.

TR