Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સાર્વજનિક સ્વર્ણ બોન્ડ યોજનાની શરૂઆત


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સંપન્ન કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સાર્વભૌમિક સ્વર્ણ બોન્ડ (એસજીબી) યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. તેની જાહેરાત કેન્દ્રિય બજેટ 2015-16માં કરવામાં આવી હતી.

આ યોજનાથી સોનાની માગમાં ઘટાડો થશે અને પ્રતિવર્ષ 300 ટન સોનાની લગડીઓ અને સિક્કાઓની ખરીદી માટે કરવામાં આવતા રોકાણને સ્વર્ણ બોન્ડમાં લગાવી શકાશે. ભારતમાં સોનાની માગ મોટેભાગે આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે. આ યોજનાથી દેશના ચાલૂ ખાતાની ખાધને સીમિત કરવામાં મદદ મળશે.

એસજીબીને વર્ષ 2015-16 અને તેની આગળની અવધિ માટે સરકારના બજાર ઉધાર કાર્યક્રમની સીમામાં જારી કરવામાં આવશે. નાણા મંત્રાલય પાસેથી સલાહ બાદ જારી કરવાની વાસ્તવિક માત્રા ભારતીય રિઝર્વ બેન્ક નક્કી કરશે. સોનાની કિંમતોમાં ફેરફાર સંબંધિત જોખમને સ્વર્ણ ભંડાર નિધી દ્વારા સમાપ્ત કરવામાં આવશે. એનાથી સરકારને ઉધારના ખર્ચમાં પણ કમી લાવવાનો લાભ મળશે જેને સ્વર્ણ ભંડાર નિધિમાં રૂપાંતરિત કરવામાં આવશે.

યોજનાના મુખ્ય મુદ્દા આ પ્રકારે છે :-

1. એસજીડી રોકડ ચૂકવણી પર જારી કરવામાં આવશે અને ગ્રામ આધારિત સોનાના વજનને અનુરૂપ હશે.

2. ભારત સરકાર તરફથી ભારતીય રિઝર્વ બેન્ક બોન્ડ જારી કરશે. બોન્ડની સાર્વભૌમિક ગેરન્ટી હશે.

3. જારી કરનારી એજન્સી વિતરણ ખર્ચ અને વેચાણ કમિશન વચેટિયાઓને આપશે જેને ભારત સરકાર સીધી ચૂકવણી કરશે.

4. બોન્ડનું વેચાણ ફક્ત ભારતમાં રહેનારા નાગરિકોને જ કરવામાં આવશે. બોન્ડની મહત્તમ સીમા એક યોગ્ય સ્તર પર રાખવામાં આવશે જે પ્રતિ વ્યક્તિ, પ્રતિ વર્ષ 500 ગ્રામથી વધારે નહીં હોય.

5. સરકાર પોતાના દ્વારા નિર્ધારિત વ્યાજ દર પર બોન્ડ જારી કરશે. વ્યાજ દર નક્કી કરતા સમયે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખવામાં આવશે જે પરિવર્તનશીલ હશે. આ વ્યાજ દર રોકાણના સમયે સોનાના મૂલ્ય અનુરુપ નક્કી કરવામાં આવશે. નક્કી કરેલા આધાર પર વ્યાજ દર પરિવર્તનશીલ કે સ્થિર રહેશે.

6. બોન્ડ ડીમેટ કે કાગળના રૂપમાં હશે. બોન્ડ સોનાના 5,10,50,100 ગ્રામના આધાર પર કે અન્ય આધાર પર હશે.

7. સોનાની કિંમત સંદર્ભ દર પર નક્કી કરવામાં આવશે અને કુલ રકમ રૂપિયામાં ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બોન્ડ જારી કરવા અને પરત કરવાના સમયે સંદર્ભ દરોના આધાર પર નક્કી કરવામાં આવશે.

8. આ દર બોન્ડ જારી કરવા, પરત લેવા, એલટીબી ઉદ્દેશ્ય અને ઋણ ચૂકવવા માટે ઉપયોગમાં લેવાશે.

9. બેન્ક, બિન બેન્કિંગ નાણા કંપનીઓ, પોસ્ટ ઓફિસ, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રના એજન્ટ અને અન્ય સરકાર તરફથી બોન્ડ ખરીદવા માટે ધન એકત્રિત કરશે અને તેને પરત આપવાની પ્રક્રિયા પણ પૂરી કરશે. તેના માટેના વેરો રકમના આધારે નક્કી કરવામાં આવશે.

10. બોન્ડની અવધિ ન્યૂનત્તમ 5થી 7 વર્ષોની હશે જેથી સોનાની કિંમતોના મધ્યકાલિન ઉતાર-ચડાવથી રોકાણકારોની સુરક્ષા થઇ શકે. આ બોન્ડ સાર્વભૌમિક ઉધારનો ભાગ છે એટલે તેને વર્ષ 2015-16 અને તેની આગળની અવધિના સંદર્ભમાં નાણાકિય ખાધના દાયરામાં રાખવામાં આવે તે જરૂરી છે.

11. આ બોન્ડને દેવા માટે પણ વાપરવામાં આવી શકે છે. આ દેવાની ચૂકવણી સમય-સમય પર ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા નિર્ધારિત સાધારણ સ્વર્ણ ઋણની બરાબર હશે.

12. બોન્ડને એક્સચેન્જોમાં વેચી શકાશે અને તેનો કારોબાર કરવામાં આવશે જેથી રોકાણકાર પોતાની ઇચ્છાથી બજારની બહાર નીકળી શકે.

13. કેવાઇસી નિયમ સોનાના સમાન જ હશે.

14. પૂંજીનો કર વ્યક્તિ રોકાણકાર માટે સોનાની જેમ જ હશે. મહેસૂલ વિભાગ આવકવેરા અધિનિયમનના વર્તમાન પ્રાવધાનમાં સંશોધનો માટે તૈયાર છે જેથી બોન્ડના હસ્તાંતરણથી પ્રાપ્ત થનારા પૂંજીના લાભને સામેલ કરી શકાય. આ ઉપરાંત એસજીબીને વેચવાથી થનારી આવક માટે છૂટના નિયમોને પણ સામેલ કરવામાં આવશે. આ વિષયમાં આગામી બજેટ 2016-17માં વિચાર કરવામાં અાવશે. જ્યાં સુધી કરની મૂડીનો સંબંધ છે, આ પ્રક્રિયાથી રોકાણકારો આ બોન્ડ કે સોનામાં જે પણ રોકાણ કરશે તેનો આધાર સમાન થઇ જશે.

15. બોન્ડ પ્રાપ્ત થવાથી મળનારી રકમ સરકાર પોતાની ઉધારી માટે ઉપયોગમાં લેશે અને રકમ પર બચાવવામાં આવનારું વ્યાજ સ્વર્ણ ભંડાર નિધિના ખાતામાં જમા કરવામાં આવશે.સરકારની ઉધારી વર્તમાન દરની તુલનાના આધાર પર ઉધારીના ખર્ચમાં થનારી બચતોને સ્વર્ણ ભંડાર નિધિમાં જમા કરવામાં આવશે જેથી સોનાની કિંમતોની વૃદ્ધિનું જોખમ સરકાર ઉઠાવી શકે. આ ઉપરાંત સ્વર્ણ ભંડાર નિધિની સતત દેખરેખ કરવામાં આવશે જેથી તેની સાર સંભાળ થતી રહે.

16. બોન્ડ પરિપક્વ થવા બદલ તેની ચૂકવણી ફક્ત રૂપિયામાં થશે. બોન્ડના વ્યાજ દર રોકાણના સમયે સોનાના મૂલ્યના આધાર પર નક્કી કરવામાં આવશે. રોકાણના મૂળ ધન સોનાના ગ્રામ આધાર પર નક્કી થશે. તેની ચૂકવણી તે સમયે સોનાની કિંમતના અનુસાર થશે. જો સોનાની કિંમત રોકાણના સમયની કિંમતથી ઓછી થઇ જાય છે અથવા કોઇ અન્ય કારણ ઉત્પન્ન થાય છે તો જમાકર્તાને એ વિકલ્પ આપવામાં આવશે કે તે પોતાના બોન્ડને ત્રણ કે તેનાથી વધારે વર્ષો સુધી ફરીથી પ્રાપ્ત કરે.

17. જમા સંબંધિત સોનાની કિંમત અને મુદ્રાની સ્થિતિથી જે પણ જોખમ ઉત્પન્ન થશે, તેને સરકાર સ્વર્ણ ભંડાર નિધિથી ઘટાડશે. જો સ્વર્ણ ભંડાર નિધિને કાયમ રાખવામાં કોઇ મુશ્કેલી આવી રહી છે તો એની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

18. નફા અને ખોટ સંબંધિત જોખમ રોકાણકારો ઉપર રહેશે અને રોકાણકારોને સોનાની કિંમતોના ઉતાર-ચડાવ પ્રત્યે જાગૃત રહેવું પડશે.

19. ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે બોન્ડને પોસ્ટ ઓફિસ, બેન્કો, બિન બેન્કિંગ નાણાકિય સંસ્થાઓ અને એનએસજી એજન્ટો સહિત જુદા-જુદા બ્રોકરો અને એજન્ટો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. એના માટે તેમને કમીશન આપવામાં આવશે.

UM/AP/J.Khunt/GP