Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મેટ્રો રેલ કનેક્ટિવિટીને વેગ આપવા નોઈડા અને ગ્રેટર નોઈડા વચ્ચે મેટ્રો રેલ પ્રોજેકટને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી ભારત સરકારની કેબિનેટે નોઈડા- ગ્રેટર નોઈડા વચ્ચેના મેટ્રો રેલ પ્રોજેક્ટને આવરી લેતા 29.707 કી.મી.ની લંબાઈના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં રૂ.5,503 કરોડનો ખર્ચ થશે.

નોઈડા અને ગ્રેટર નોઈડા વચ્ચે મેટ્રો રેલના જોડાણને પરિણામે લોકોની હેરફેરને પ્રોત્સાહન મળશે અને દિલ્હીના પરા વિસ્તારમાં મેટ્રો રેલ દ્વારા આવન-જાવન વધતા દિલ્હીમાં ટ્રાફિકની ગીચતા ઘટશે. આને કારણે આ વિસ્તારમાં નિવાસ અને વ્યાપારી સંકુલોનું વધુ પ્રમાણમાં નિર્માણ થઈ શકશે. મેટ્રો રેલ અમલમાં આવતા માર્ગો પરનો વાહનોનો ટ્રાફિક ઘટતા ટ્રાફિકની ગીચતામાં ઓછી થશે અને ઓછા ખર્ચે પ્રવાસ થઈ શકશે, જમીનમાંથી નિકળતા બળતણનો વપરાશ પણ ઘટશે અને હવાના પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. નોઈડા અને ગ્રેટર નોઈડા કે જેની વસતિ 7.50 લાખ છે તે લોકો તથા આસપાસના વિસ્તારના લોકોને પણ આ મેટ્રો જોડાણથી લાભ થશે.

આ પ્રોજેકટનું અમલીકરણ ભારત સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારની 50:50 ટકાની સંયુક્ત ભાગીદારી ધરાવતા મેટ્રો રેઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવશે. હાલમાં જે નોઈડા મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ છે તેની માલિકી રાજ્ય સરકારની છે અને તે સ્પેશિયલ પર્પઝ વ્હિકલ (એસપીવી) તરીકે કામ કરે છે તેને ભારત સરકાર અને ઉત્તર પ્રદેશની સરકાર વચ્ચેના સંયુક્ત સ્પેશિયલ પર્પઝ વ્હિકલ તરીકેનું સ્વરૂપ આપીને આ પ્રોજેક્ટનું અમલીકરણ હાથ ધરાશે.

આ પ્રોજેકટ દ્વારા કુશળ, અર્ધ કુશળ અને બિન કુશળ માનવબળને નોંધપાત્ર પ્રમાણમાં સીધી અને આડકતરી રોજગારી મળશે. પ્રોજેક્ટના બાંધકામ અને સંચાલનના તબક્કા દરમિયાન નોંધપાત્ર પ્રમાણમાં સીધી અને આડકતરી રોજીનું પણ નિર્માણ થશે.

આ પ્રોજેક્ટના ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) મુજબ પ્રોજેક્ટ એપ્રિલ 2018માં પૂર્ણ થવાનો કાર્યક્રમ ઘડાયો છે. પ્રોજેક્ટના સિવિલ વર્કમાં 70 ટકા અને નાણાંકીય બાબતોમાં એકંદરે 40 ટકા પ્રગતિ હાંસલ થઈ છે. આ પ્રોજેક્ટને સેન્ટ્રલ મેટ્રો એક્ટસ, મેટ્રો રેલવેઝ (કન્સ્ટ્રક્શન ઓફ વર્કસ) એક્ટ-1978 અને મેટ્રો રેલવેઝ (ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ) એક્ટ- 2002 હેઠળ તથા તેમાં અવાર નવાર થતા સુધારાઓ મુજબ અમલી બનાવવામાં આવશે.

પશ્ચાદ્દ ભૂમિકાઃ

ઉત્તર પ્રદેશ રાજ્યના ગૌતમબુધ્ધ નગર જિલ્લામાં આવેલા નોઈડા શહેરની રચના ઉત્તર પ્રદેશ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એક્ટ હેઠળ કરવામાં આવી હતી. આ શહેર તમામ આધુનિક સુવિધાઓ ધરાવે છે અને તેને નેશનલ કેપિટલ રિજીયન (એનસીઆર)માં આવેલા દિલ્હીના અતિ આધુનિક પરા તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નોઈડા અને ગ્રેટર નોઈડાની વસતિ 750,000 ની છે, જે વર્ષ 2021 સુધીમાં વધી 19,00,000 થવાનો અંદાજ છે. દિલ્હી અને આસપાસના વિસ્તારના લોકો નોઈડામાં સ્થાયી થવાનું પસંદ કરે છે. નોઈડા અંદાજે 10,000 ઔદ્યોગિક એકમોની ક્ષમતા ધરાવે છે, જેમાંથી હાલમાં 7500 વિકસીને કાર્યરત થઈ ગયા છે. નોઈડા હાલમાં ઔદ્યોગિક એકમો દ્વારા 2 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. નોઈડા મુખ્યત્વે દિલ્હી નજીકના ઉત્તર પ્રદેશ અને હરિયાણા રાજ્ય સાથે રોડ લીન્કેજ ધરાવે છે અને નોઈડામાં રેલવે સ્ટેશન નથી તથા નજીકનું રેલવે સ્ટેશન હજરત નિઝામુદ્દીન ગણવામાં આવે છે, જે 15 કી.મી.ના અંતરે આવેલું છે. નજીકનું એરપોર્ટ દિલ્હી છે અને નોઈડાથી અંદાજે 30 કી.મી. દૂર આવેલું છે. ગ્રેટર નોઈડાને સેટેલાઈટ ટાઉન તરીકે ઓળખવામાં આવે છે અને તેના કારણે દિલ્હી તરફનું સ્થળાંતર નિયંત્રિત બન્યું છે. ગ્રેટર નોઈડામાં 12,00,000ની વસતિ છે અને વર્ષ 2021 સુધીમાં ત્યાં 4,50,000 લોકોને નોકરી મળવાની ક્ષમતા ઊભી થશે તેવો અંદાજ છે. ગ્રેટર નોઈડામાં માનવ વસાહતો સ્થપાઈ રહી છે, જે હાલમાં વિકાસના વિવિધ તબક્કામાં છે અને આ વસાહતોને નોઈડા અને દિલ્હી સાથે વધુ કનેક્ટિવિટીની જરૂર છે. ગ્રેટર નોઈડામાં પ્રમાણમાં નિવાસના ઓછા ખર્ચને કારણે લોકો ગ્રેટર નોઈડામાં રહેવાનું પસંદ કરે છે અને રોજગારી માટે નોઈડા અને દિલ્હીમાં આવ-જા કરવાનું પસંદ કરે છે. ગ્રેટર નોઈડાથી પણ લોકો મુખ્યત્વે નજીકના શહેરોમાં આવન- જાવન માટે રોડ માર્ગે જવાનું પસંદ કરે છે. ગ્રેટર નોઈડામાં રેલવે સ્ટેશન નથી અને નજીકનું રેલવે સ્ટેશન બોરાકી છે, જે ગ્રેટર નોઈડામાં સૂચિત ટર્મિનલ મેટ્રો સ્ટેશનથી 3 કી.મી. દૂર આવેલું છે. નજીકનું એરપોર્ટ દિલ્હી છે અને તે ગ્રેટર નોઈડાથી 45 કી.મી. દૂર આવેલું છે. નોઈડા અને ગ્રેટર નોઈડામાં આગામી વર્ષોમાં વસતિમાં મોટા પ્રમાણમાં વધારો થવાની સંભાવના છે.

AP/TR/GP