Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એસ્સેલ ગ્રૂપની 90 વર્ષની ઉજવણીમાં હાજરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એસ્સેલ ગ્રૂપના 90 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ ઇવેન્ટમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ ઉપસ્થિત હતા.

પ્રધાનમંત્રીને આવકારતા એસ્સેલ ગ્રૂપના ચેરમેન શ્રી સુભાષ ચંદ્રાએ આ ઇવેન્ટ માટે આમંત્રણનો સ્વીકાર કરવા બદલ તેમનો આભાર માન્યો હતો. તેમણે પાણી પુરવઠા, વીજ પુરવઠા, સ્વચ્છ ભારત અને એફોર્ડેબલ હાઉસિંગ જેવી થીમ પર એસ્સેલ ગ્રૂપની તાજેતરમાં સામાજિક પહેલો સમજાવી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ બે સામાજિક પહેલો લોન્ચ કરી હતી. તેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારી જેવા વિષયો પર લોકોના સશક્તિકરણનો કાર્યક્રમ સારથી સામેલ હતો તથા જરૂરિયાતમંદ લોકોને સશક્ત કરવા રૂ. 5000 કરોડના ભંડોળ સાથે ડીએસસી ફાઉન્ડેશન લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કાર્યક્રમને ભારતીય પરંપરાઓની રજૂઆત સમાન ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારત એવી પરંપરા ધરાવે છે, જેમાં એક પછી એક પેઢીઓ પારિવારિક મૂલ્યોને આગળ વધારે છે તથા તેમની ક્ષમતાઓ વધારી કુટુંબમાં પ્રદાન કરે છે.

તેમણે શ્રી નંદકિશોર ગોએન્કા સાથે અગાઉની મુલાકાતો યાદ કરી હતી અને કહ્યું હતું કે, કુટુંબ હંમેશા નવા વિચારો સ્વીકારે છે અને દરેક પડકારને તક ગણે છે, જેથી “જમીનથી સેટેલાઇટ” સુધીની વિવિધ પહેલોમાં ગ્રૂપની હાજરી જોવા મળે છે.

એસ્સેલ ગ્રૂપની સામાજિક પહેલોની પ્રશંસા કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન મોટી સંખ્યામાં સામાજિક ઉદ્યોગસાહસિકતા માટે નવી તકો પ્રદાન કરે છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે “સારથી” અધિકારો અને ફરજોનો સુભગ સમન્વય છે, ત્યારે ડીએસસી ફાઉન્ડેશન મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન કરવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેકને વર્ષ 2022માં દેશની આઝાદીના 75માં વર્ષની ઉજવણી માટે પ્રદાન કરી શકાય તેવા ચોક્કસ લક્ષ્યાંકો નિર્ધારિત કરવા અપીલ કરી હતી.

TR