અમેરિકન મહિલા સાંસદ નેન્સી પેલોસીનાં નેતૃત્વમાં આઠ સભ્યોનું દ્વિપક્ષીય પ્રતિનિધિમંડળ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યું હતું.
પ્રધાનમંત્રીએ પ્રતિનિધિમંડળને ભારતમાં આવકાર આપ્યો હતો. તેમણે ભારત અને અમેરિકા વચ્ચે સંબંધોને ગાઢ બનાવવા અમેરિકન કોંગ્રેસના મજબૂત દ્વિપક્ષીય સમર્થનની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ દ્વિપક્ષીય ભાગીદારી અને પારસ્પિક હિતના અન્ય મુદ્દાઓ પર પ્રતિનિધિમંડળનાં સભ્યો સાથે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. તેમણે અમેરિકન કોંગ્રેસ સાથે આદાનપ્રદાન વધારવા અપીલ કરી હતી.
TR