પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વિધિ આયોગની 158માં રિપોર્ટની ભલામણ અનુસાર રાજ્યોને ‘બોતલબંધ શરાબ’ પર નિયંત્રણના અધિકાર હસ્તાંતરિત કરવા માટે ઉદ્યોગોની પ્રથમ અનુસૂચિ (વિકાસ અને નિયંત્રણ) અધિનિયમ 1951માં સંશોધનને મંજૂરી આપી દીધી છે.
ઉદ્યોગોની પ્રથમ અનુસૂચિ (વિકાસ અને નિયંત્રણ) અધિનિયમ 1951ના વર્તમાન ’26 ખમીર ઉદ્યોગ’ શિર્ષક ના બદલે હવે ’26 ખમીર ઉદ્યોગ’ (બોતલબંધ શરાબની સિવાય) શીર્ષક રહેશે. આ સંબંધમાં એક વિધેયક સંસદમાં રજૂ કરવામાં આવશે.
આ સંશોધનની સાથે જ શરાબ-બોતલ બંધ શરાબ અને ઔદ્યોગિક શરાબ પર કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્રની બાબતમાં લાંબા સમયથી ચાલતો ભ્રમ સમાપ્ત થઈ ગયો છે. આ સંશોધનથી સંઘ અને રાજ્યોની વચ્ચે સંતુલન પેદા થશે. આનાથી કાનૂન અને શરાબના દુરુપયોગની સંભાવના સમાપ્ત થશે. તેનાથી એ સુનિશ્ચિત થઈ શકશે કે પીવા યોગ્ય શરાબ બનાવવામાં લાગેલા ઉદ્યોગ બધી બાબતમાં પૂર્ણ રીતે રાજ્યોના નિયંત્રણમાં આવશે. આનાથી પીવા યોગ્ય શરાબ બનાવવા રાજ્યોની જવાબદેહી નક્કી થઈ શકશે.
UM/AP/J.Khunt/GP