Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

યુરોપિયન યુનિયનના વિદેશી બાબતો અને સુરક્ષા નીતિ માટેનાં ઉચ્ચ પ્રતિનિધિ પ્રધાનમંત્રીને મળ્યાં

યુરોપિયન યુનિયનના વિદેશી બાબતો અને સુરક્ષા નીતિ માટેનાં ઉચ્ચ પ્રતિનિધિ પ્રધાનમંત્રીને મળ્યાં


યુરોપિયન યુનિયનના વિદેશી બાબતો અને સુરક્ષા નીતિ માટેનાં ઉચ્ચ પ્રતિનિધિ શ્રીમતી ફેડરિકા મોગેરિની આજે શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી મોદી અને શ્રીમતી મોગેરિનીએ પારસ્પરિક હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી અને શ્રીમતી મોગેરિનીએ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે સુરક્ષા સંબંધિત સહકારને મજબૂત કરવાની જરૂરિયાત પર સંમતિ આપી હતી, ખાસ કરીને આતંકવાદનો સામનો કરવાના મુદ્દા પર.

પ્રધાનમંત્રી મોદીએ માર્ચ, 2016માં ભારત અને યુરોપિયન યુનિયન સમિટની છેલ્લી બેઠકમાં બ્રસેલ્સની સફળ મુલાકાતને યાદ કરી હતી અને જણાવ્યું હતું કે, તેઓ ઓક્ટોબર, 2017માં ભારતમાં આયોજિત ભારત અને યુરોપિયન યુનિયનની આગામી સમિટ માટે આતુર છે.