Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે ચોક્કસ સંરક્ષણ સેવાના કર્મચારીઓ કે જેઓ 15 વર્ષથી ઓછી સેવા સાથે 30 ડિસેમ્બર 1991થી 29 નવેમ્બર 1999 દરમિયાન મૃત્યુ પામ્યા છે અથવા સેવા દરમિયાન નિષ્કાષિત થયેલા છે તેમની જમા થયેલી રજાઓને રોકડમાં ફેરવવાની મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સંરક્ષણ સેવાના કર્મચારીઓના સંબંધમાં 15 વર્ષથી ઓછી સેવા સાથે 30.12.1991 થી 29.11.1999 દરમિયાન મૃત્યુ પામેલા અથવા સેવામાંથી બરતરફ થયેલા કર્મચારીઓની 180 દિવસ સુધીની રજાઓને રોકડમાં પરિવર્તિત કરવાની મંજૂરી આપી દીધી છે.

આ નિર્ણયથી 9777 અધિકારીઓના પરિવારોને તથા અન્ય સંરક્ષણ સેવાના કર્મચારીઓને લાભ થશે કે જેઓ આ સમય દરમિયાન મૃત્યુ પામ્યા છે અથવા સેવામાંથી બરતરફ થયા છે. આ સમયગાળો ખૂબ જ અગત્યનો છે કારણકે આ સમયગાળા દરમિયાન કારગીલ સંઘર્ષ (ઓપરેશન વિજય) તથા જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વમાં વિદ્રોહની પરિસ્થિતિ દરમિયાન મોટી સંખ્યામાં જાનહાની થઇ હતી.

J.Khunt/TR/GP