Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બીજા એફઆઇપીઆઇસી સંમેલન આગઉ પ્રધાનમંત્રીની દ્વિપક્ષીય મુલાકાત

બીજા એફઆઇપીઆઇસી સંમેલન આગઉ પ્રધાનમંત્રીની દ્વિપક્ષીય મુલાકાત

બીજા એફઆઇપીઆઇસી સંમેલન આગઉ પ્રધાનમંત્રીની દ્વિપક્ષીય મુલાકાત

બીજા એફઆઇપીઆઇસી સંમેલન આગઉ પ્રધાનમંત્રીની દ્વિપક્ષીય મુલાકાત

બીજા એફઆઇપીઆઇસી સંમેલન આગઉ પ્રધાનમંત્રીની દ્વિપક્ષીય મુલાકાત

બીજા એફઆઇપીઆઇસી સંમેલન આગઉ પ્રધાનમંત્રીની દ્વિપક્ષીય મુલાકાત


ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જયપુરના રામબાગ પેલેસ ખાતે ફિજીના પ્રધાનમંત્રી માનનીય જોસૈયા વી. બાઇનીમારામા, સ્વતંત્ર પાપુઆ ન્યુ ગિનીના પ્રધાનમંત્રી માનનીય પીટર ઓ નીલ, રીપબ્લિક ઓફ વનાટુના વડાપ્રધાન માનનીય સાતો કિલમાન અને રિપબ્લિક ઓફ નૌરુના રાષ્ટ્રપતિ માનનીય બારોન દિવાવેસી વાકા સાથે દ્વીપક્ષીય બેઠક યોજી હતી. બીજી FIPIC ( ફોરમ ફોર ઇન્ડિયા-પેસિફીક આઇલેન્ડ્સ કોર્પોરેશન) સંમેલન અગાઉ આજે જયપુરમાં મુલાકાત યોજાઇ હતી.

તમામ ઉલ્લેખાયેલા મહાનુભાવોએ યુએનના સુધારા તથા યુએનની સુરક્ષા સમિતિમાં થયેલા સુધારામાં કાયમી સભ્યપદ માટે ભારતની ઉમેદવારી અંગે મજબૂત સાથ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ પેસિફીક આઇલેન્ડ્સના દેશો સાથે ટેક્નોલોજીના સહયોગથી આબોહવા પરિવર્તન અને આપત્તિ નિવારણ સામે મળીને કામ કરવા અંગે ખાતરી આપી હતી.

ફિજીના પ્રધાનમંત્રીએ ફિજીમાં આરોગ્ય કેન્દ્ર સ્થાપવા અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો, જે બંને દેશોની સરકાર તથા ભારતીય આરોગ્યક્ષેત્રના સહયોગથી જે તે ક્ષેત્રના કેન્દ્ર તરીકે સ્થાપિત થશે. તેમણે ફિજીમાં ભારતના સહયોગથી દવા બનાવવાનું કારખાનું તથા ફિજીને પ્રવાસી કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બંને દેશોએ સંરક્ષણ અને સુરક્ષા અંગે એકબીજાને સહયોગ આપવા અંગે સમંતિ દર્શાવી હતી જે અંતર્ગત સંબંધિત મહાનુભાવો ટૂંક સમયમાં ફિજીમાં મુલાકાત કરશે. ભારત ફિજી સાથે કૃષિ અને ડેરીના ઉદ્યોગમાં તથા આપદા સામે લડવાની ક્ષમતા વધારવા માટે સહયોગ આપશે. બાંધકામના ક્ષેત્ર તથા વેપારની તકો માટે ભારતના વેપારી મહાનુભાવો આગામી ટૂંક સમયમાં ફિજીની મુલાકાત લેશે તે અંગે પણ સંમતિ સ્થપાઇ હતી.

ભારત પાપુઆ ન્યૂ ગિનીમાં રોડ, હાઇ-વે અને એરપોર્ટ જેવી માળખાગત સુવિધા સ્થાપવા અંગે પણ સહયોગ આપશે. પીએનજીએ આ ઉદ્દેશ્ય હેઠળ ભારતીય બેન્ક પાસેથી 100 એમએન ડોલરની સહાય પ્રાપ્ત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જે ધ્યાનમાં લેવાશે. બંને દેશોએ સુરક્ષા, ક્ષમતા વધારવા, જાહેર વહિવટ, આરોગ્ય, શિક્ષણ તથા ઓઇલ અને ગેસના ક્ષેત્રમાં સહયોગ વધારવા અંગે સંમતિ દર્શાવી હતી. પીએનજીએ ઓએનજીસી વિદેશ સાથે નજીકના ભવિષ્યમાં સહયોગ સ્થપાશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. ભારત ટૂંક સમયમાં વેપારી મંડળને પીએનજી મોકલશે.

વનાટુના પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રી મોદીએ યુએનના સુધારા અને વનાટુમાં ક્ષમતા વધારવા અંગે ચર્ચા કરી હતી. તેઓ એ વાત પર સહમત થયા હતા કે ગ્રાન્ટ મેળવનારા દેશે ગ્રાન્ટનો ઉપયોગ તેની જરૂરિયાત પૂરી કરવા પર રહેશે. આ સંદર્ભમાં વનાટુએ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ભારત તરફથી મળેલી 250000 એરિકન ડોલરની સહાય અંગે આભાર વ્યક્ત કર્યો હતો.

નૌરુએ વધતી દરિયાઇ સપાટી સામે લડવા માટે ભારતે કરેલી મદદ અંગે પ્રશંસા કરી હતી. બંને દેશોએ વિકાસના સહયોગને આગળ લઇ જવા, નૌરુમાં આપદા સંબંધિત ક્ષમતા તથા આંબોહવામાં ફેરબદલ સંબંધિત થતી પ્રતિકૂળ અસર સામે લડવા પરસ્પર સહેમતિ દર્શાવી હતી. ભારત આ ઉપરાંત નૌરુમાં બંદરોની મરામત અંગે પોતાના વિશેષજ્ઞોની મદદ લેશે જેથી બંદર પર જહાજો સરળતાથી લંગારી શકાય.

UM/AP/J.Khunt/GP