Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત પ્રશાંત દ્વીપ દેશો માટે ફોરમ (FIPIC) શિખર બેઠકના ઉદ્ઘાટન અવસર પર પ્રધાનમંત્રીની ટિપ્પણી

ભારત પ્રશાંત દ્વીપ દેશો માટે ફોરમ (FIPIC) શિખર બેઠકના ઉદ્ઘાટન અવસર પર પ્રધાનમંત્રીની ટિપ્પણી

ભારત પ્રશાંત દ્વીપ દેશો માટે ફોરમ (FIPIC) શિખર બેઠકના ઉદ્ઘાટન અવસર પર પ્રધાનમંત્રીની ટિપ્પણી

ભારત પ્રશાંત દ્વીપ દેશો માટે ફોરમ (FIPIC) શિખર બેઠકના ઉદ્ઘાટન અવસર પર પ્રધાનમંત્રીની ટિપ્પણી

ભારત પ્રશાંત દ્વીપ દેશો માટે ફોરમ (FIPIC) શિખર બેઠકના ઉદ્ઘાટન અવસર પર પ્રધાનમંત્રીની ટિપ્પણી

 


મહામહિમ,

ભારત પ્રશાંત દ્વીપ સહયોગ – FIPIC ફોરમની બીજી શિખર બેઠક માટે ભારતમાં તમારી યજમાની કરવી ખરેખર મોટું સન્માન અને સૌભાગ્ય છે.

આપ ભારત આવ્યા એ માટે હું આપનો ખૂબ આભારી છું. હું જાણું છું કે યાત્રા નાની નથી અને આપનો કાર્યક્રમ વ્યસ્ત છે, પરંતુ હું એ પણ જાણું છું કે સુપરિચિત થવાથી અંતર ઓછું થાય છે.

મને કાલે દિલ્લીમાં આપના અભિનંદનમાં રાષ્ટ્રપતિ સાથે સંમેલિત થઈ પ્રસન્નતા થઈ. હું આશા રાખું છું કે તમે દિલ્હી, આગ્રા તથા જયપુરમાં યાત્રાનો આનંદ લીધો હશે અને અમારી ટીમ તમને ખરીદારી માટે દુકાને લઈ ગયા હશે.

હું આશા રાખું છું કે આપને તાજમહલની યાત્રા ગમી હશે.

પણ આપ પહેલી વખત ભારત આવ્યા છો તો મને વિશ્વાસ છે કે આપ આકારા, સંસ્કૃતિ, વિવિધતા અને વિશાળ જન સમૂહથી પ્રભાવિત થયા હશો. અમે આવી રીતે સુંદર દ્વીપ પર પ્રકૃતિની સાથે નાના સમુદાયના રૂપમાં રહેતા દેશોથી પ્રભાવિત થઈએ છીએ.

આ વિવિધતા છે, જે અમારા ગ્રહને આટલું વિશેષ બનાવે છે.

હું ખાસ કરીને ઐતિહાસિક નગરી જયપુરમાં આપનું સ્વાગત કરું છું. ગુલાબી નગરી, પ્રસિદ્ધ સ્થળો પર લાગેલા ગુલાબી પથ્થરો માટે ઓળખાય છે. એ વીરતા અને શૌર્ય, કળા અને વિરાસતની નગરી છે અને આનાથી ઉપર આતિથ્યની દ્રઢ પરંપરા છે.

હું મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેને તેમના ઉદાર સમર્થન માટે ધન્યવાદ આપું છું. આ પહેલી ક્ષેત્રીય શિખર સંમલેન છે, જેની મેજબાની હું ભારતમાં કરી રહ્યો છું. આ મારા માટે હંમેશા બહુ ખાસ રહેશે.

આ એટલા માટે ખાસ છે, કેમ કે ભારત તથા પ્રશાંત દ્વીપોના દેશો આ શતાબ્દી માટે ભાગીદારીનું ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છે.

આ આપણી આકાંક્ષાઓ તથા પડકારોથી બનેલી ભાગીદારી છે. આ એ ધારણા પર બનેલી છે કે વિશ્વમાં નાના તથા મોટા બધા દેશોના હિત સમાન છે.

અમે એ પણ માનીએ છીએ કે વૈશ્વિક વિશ્વએ અંતરનિર્ભરતાને ગાઢ બનાવી છે અને ભૂગોળની અમારી ધારણાને બદલી છે.

ખાસ રૂપથી વૈશ્વિક અવસરો તથા પડકારોના કેન્દ્ર પ્રશાંત તથા હિંદ મહાસાગર તરફ વધી રહ્યા છે. બે સાગરોના આસપાસ વસેલા દેશોના ભાગ્ય એકબીજા સાથે જોડાયેલા છે.

આ કારણે ભારત તથા પ્રશાંત દ્વિપોના તટો પર આશા અને પડકારો લાવનારી ભરતીઓ એક છે.

એટલે કેટલાક આ ક્ષેત્રને ભારત પ્રશાંત ક્ષેત્ર કહે છે.

પરંતુ એ અમને એક-બીજાની નજીક લાવનારું બધું નથી.

નાના-નાના દ્વીપ રાજ્ય, નાના ભૂ-ક્ષેત્ર તથા નાની આબાદીમાં સામેલ થઈ શકે છે, પરંતુ અમારા માટે એ તેટલાજ મહત્વપૂર્ણ છે જેટલા બીજા દેશ.

અમે આંતરરાષ્ટ્રીય મંચોમાં સાથે રહીએ છીએ અને આપની સાથે રહીશું.

અમે આ એકતા ભાવથી પાછળના વર્ષે સમોઆમાં એલઆઈડીએસ સંમેલનમાં દ્રઢ યોગદાન આપ્યું હતું. આનાથી સમોઆ પાથવેની શોધનો માર્ગ પ્રશસ્ત થયો.

2015 પછીના વિકાસ કાર્યક્રમ પર નવીનતમ દસ્તાવેજમાં ક્ષમતા નિર્માણ પર એસઆઈડીએસના હિતોનું પણ સમર્થન કર્યું.

બંને શ્રેણીઓમાં વિસ્તારિત તથા પુનર્ગઠિત સંયુક્ત રાજ્ય સુરક્ષા પરિષદમાં એસઆઈડીએસની સમર્પિત સીટ માટે ભારત ખભેથી ખભો મિલાવી તમારી સાથે છે.

ભારત પ્રશાંત ક્ષેત્રવાદના આપના વિઝનને પ્રાપ્ત કરવામાં સમર્થન આપશે. આ સહકારી ક્ષેત્રવાદનું ચમકતું ઉદાહરણ છે, જે વિશ્વના બીજાને પ્રેરિત કરે છે.

મહામહિમ, તમે વિશ્વને ઓછી વસતિની સાથે નાના દ્વીપ સમજતા હશો. હું આપને અપાર ક્ષમતાની સાથે વિશાળ સમુદ્રી દેશોના રૂપમાં જોઉ છું.

તમારામાંથી કેટલાક પાસે વિશેષ આર્થિક ક્ષેત્ર છે, જે ભારતની જમીન તથા વિશેષ આર્થિક ક્ષેત્રથી મોટા છે.

અમે નવા યુગના અંત પર છીએ, જ્યાં અંતરિક્ષની જેમ સમુદ્ર અમારી અર્થવ્યવસ્થાનું મહત્વપૂર્ણ પ્રેરક બની જશે. તેનો સતત ઉપયોગ સમૃદ્ધિ લાવી શકે છે અને મત્સ્ય પાલનની આગળ અમને સ્વચ્છ ઉર્જા, નવી ઔષધિ તથા ખાદ્ય સુરક્ષા આપી શકે છે.

ભારતના ભવિષ્ય માટે પણ સાગર મહત્વપૂર્ણ છે, એટલે મેં ગયા વર્ષે ભારત તથા આંતરરાષ્ટ્રીય સહયોગમાં સમુદ્રી અર્થવ્યવસ્થા પર વધારે ભાર આપ્યો છે. હું આ ક્ષેત્રમાં આપસી સહયોગ માટે અપાર ક્ષમતા જોઉં છું.

ભારત એ સુનિશ્ચિત કરવામાં તમારી સાથે છે કે સમુદ્ર તથા સમુદ્રી સંસાધનોનો ઉપયોગ હમણાં અંતિમ રૂપ અપાયેલ સંયુક્ત રાષ્ટ્રમાં સતત વિકાસ લક્ષ્યોના તત્વોમાં સામેલ છે.

આપણા વૈશ્વિક પડકારો સમાન છે.

જળવાયુ પરિવર્તન પ્રશાંત દ્વીપો માટે અસ્તિત્વ સંબંધી ભય છે. આ ભારતના 7500 કિ.મી. લાંબા તટો તથા એના લગભગ 1300 દ્વિપો પર લાખો લોકોનો જીવ લઈ રહ્યું છે. અમે બંને આ વર્ષે પેરિસમાં સીઓપી 21 પર જળવાયુ પરિવર્તનના ચોક્કસ તેમજ પ્રભાવી પ્રભાવના ઈચ્છુક છીએ.

અમે સતત વિકાસ લક્ષ્યોમાં જળવાયુ પરિવર્તન પર એક અલગ લક્ષ્ય માટે કામ કર્યું અને આ પ્રકારે વિકાસશીલ દેશોના હિતોનું સમાધાન થયું.

આપણે ડબ્લ્યુટીઓમાં અમારા સમાન લક્ષ્યોની પ્રાપ્તિ માટે ઘનિષ્ઠ ભાગીદારી કરવી પડશે – ઉદાહરણ તરીકે મત્સ્ય પાલન પર.

સંયુક્ત રાષ્ટ્ર પોતાની 70મી વર્ષગાંઠના અવસર પર એક ઐતિહાસિક માઈલસ્ટોન પર ઉભું છે.

મેં આવનારા વર્ષો માટે સંયુક્ત રાષ્ટ્રની દિશા નક્કી કરવા પર બધા સદસ્ય દેશોને પત્ર લખ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રના ગઠનના સાત દશક પછી વિશ્વ બદલાયેલું સ્થળ છે. અમે અનેક દેશોના રૂપમાં ચાર ગણા છીએ. જળવાયુ પરિવર્તન જેવા અમારા નવા પડકારો છે.

અંતરિક્ષ અને સમુદ્ર જેવી અમારી નવી સીમાઓ છે. અમે ડિજીટલ યુગમાં બદલાયેલી અર્થવ્યવસ્થાની સાથે વૈશ્વિક દુનિયામાં રહીએ છીએ. સંયુક્ત રાષ્ટ્રને બદલાતા વિશ્વની સાથે ચાલવું પડશે.

અમે 21મી શતાબ્દીમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પ્રાસંગિક અને સક્ષમ સુનિશ્ચિત કરવામાં સુધાર પર જોર આપવું પડશે.

અમે મહાસભાના અધ્યક્ષના ભાષણને સુરક્ષા પરિષદ સુધાર માટે આધાર બનાવવામાં આપનું સમર્થન જોઈએ છીએ.

સુરક્ષા પરિષદની કાયમી સદસ્યતા માટે આપના સમર્થનનો અવાજ સંયુક્ત રાષ્ટ્રને વૈશ્વિક રૂપ આપશે અને યુગના દર્પણને સંતુલિત રાખશે.

મહામહિમ, દ્રઢ વૈશ્વિક ભાગીદારી માટે FIPIC ને જેમ સ્પ્રીંગ બોર્ડ બનવું જોઈએ. એમ જ અમે દ્વિપક્ષીય તથા ક્ષેત્રીય સહયોગના માધ્યમથી એક-બીજાને સમૃદ્ધ બનાવી શકીએ છીએ.

છેલ્લા શિખર સંમેલન દરમિયાન ભારતના પ્રશાંત દ્વીપ દેશોની સાથે અનેક નવા કાર્યક્રમોની ઘોષણા કરી હતી. મને પ્રસન્નતા છે કે અમે આપની અનેક પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવામાં સફળ રહ્યા છીએ.

આમાં પ્રશાંત દ્વીપના દેશો માટે ભારતની અનુદાન સહાયતા 125,000 થી 200,000 ડૉલર વધારવા, ઈ-ટૂરિસ્ટ વીઝા, ક્વાયર ઉદ્યોગના ક્ષેત્રમાં ભારતીય વિશેષજ્ઞની પ્રતિનિયુક્તિ તથા પ્રશાંત દ્વીપના દેશોના રાજનયિકો માટે વિશેષ પ્રશિક્ષણ કાર્યક્રમનો સમાવેશ છે.

સહાયતાથી વધુ વ્યાપાર વિકાસમાં સહાયક થાય છે. મને નવી દિલ્હીમાં ફેડરેશન ઑફ ઈન્ડિયન ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં FIPIC વ્યાપાર કાર્યાલયની સ્થાપનાની ઘોષણા કરતા પ્રસન્નતા થઈ રહી છે.

આ ભારત તથા પ્રશાંત દ્વીપ દેશોની વચ્ચે વ્યાપાર તથા રોકાણ અવસર વધારવાની દિશામાં પહેલું પગલું છે.

મહામહિમ, તમારા દેશોમાં રહેનારા ભારતીય મૂળના લોકો અમારી વચ્ચે વિશેષ માનવ સંપર્ક પ્રદાન કરે છે.

મહામહિમ, હું આપના વિચાર સાંભળવા માટે ઉત્સુક છું. હું આ સુંદર ભાગીદારીને આગળ વધારવા માટે આપણા ભવિષ્યના કાર્યક્રમો પર મારો વિચાર પણ વ્યક્ત કરીશ.

હું સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અપનાવવા તથા તમારા દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ બનાવવા માટે વિશેષ ધન્યવાદ આપવા માગું છું.

અંતમાં હું કહેવા માગું છું કે વિશ્વ દ્વીપ દેશોના સમૃદ્ધ રત્નો માટે ઘણું સુંદર છે અને આ દ્વીપો પર જીવન ઈશ્વરની ઈચ્છા તથા માનવ ભાવનું સુંદર પ્રમાણ છે.

અમે પ્રકૃતિના કેટલાક અનમોલ ઉપહારો તથા વિશ્વના કેટલાક સર્વાધિક સુંદર લોકોને ટકાવી રાખવા માટે એક સાથે કામ કરીશું.

ધન્યવાદ.

UM/J.Khunt/GP