નેપાળના નાયબ પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી શ્રી બિમલેન્દ્ર નિધિ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
શ્રી બિમલેન્દ્ર નિધિએ પ્રધાનમંત્રીને નેપાળના તાજાં ઘટનાક્રમ વિશે વાકેફ કર્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત બંને દેશો વચ્ચેના લોકોના સદીઓ જૂના મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત કરવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે તથા નેપાળના સામાજિક-આર્થિક વિકાસ માટે ત્યાંની સરકારના તમામ પ્રયાસોમાં સહકાર આપશે.