મહામહિમ,
પ્રધાનમંત્રી શેખ હસીના,
મીડિયાના પ્રતિનિધિઓ,
મહામહિમ પ્રધાનમંત્રી શેખ હસીનાનું ભારતમાં સ્વાગત કરવું ખરેખર ખુશીની વાત છે.
મહામહિમ,
તમે ભારતમાં ખરેખર શુભ સમયે મુલાકાત લીધી છે. पोयला बोइशाख શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. હું તમને અને બાંગ્લાદેશના ભાઈઓ અને બહેનોને નવા વર્ષની શુભકામના પાઠવું છું शुवो नबाबर्षो. તમારી મુલાકાત આપણા નાગરિકો અને આપણા દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોના વધુ એક સોનેરી યુગ शोनाली अध्यायના સૂત્રપાત સમાન છે. આપણા સંબંધો અને આપણી ભાગીદારીની સિદ્ધિઓમાં અસાધારણ પરિવર્તન તમારા મજબૂત અને નિર્ણાયક નેતૃત્વનો સ્પષ્ટ સંકેત આપે છે. વર્ષ 1971ની આઝાદીની લડતમાં પોતાના જીવનનું બલિદાન આપનાર ભારતીય સૈનિકોને સન્માન આપવાનો તમારો નિર્ણય ભારતીય જનતાના હૃદયને સ્પર્શી ગયો છે. દરેક ભારતીયને એ વાતનો ગર્વ છે કે ભય અને આતંકના આથોરમાંથી બાંગ્લાદેશને મુક્ત કરાવવા ભારતીય સૈનિકો અને बीर मुक्तिजोधा ખભેખભો લડાવીને લડ્યા હતા.
મિત્રો,
આજે મહામહિમ શેખ હસીના અને મેં આપણી ભાગીદારીના તમામ પાસાઓ પર ફળદાયક અને વિસ્તૃત ચર્ચાવિચારણા કરી હતી. અમે સંમત થયા હતા કે આપણા સાથસહકારનો એજન્ડા હેતુલક્ષી કાર્ય પર કેન્દ્રીત રહેશે. વિશેષ કરીને અમે સંબંધોમાં નવા પરિમાણો ઉમેરવાનો અને આપણા સંબંધોને અન્ય ક્ષેત્રોમાં આગળ વધારવાની નવી તકો ઝડપવા વિચાર કર્યો હતો. અમે નવા ક્ષેત્રોમાં, ખાસ કરીને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તેવા ક્ષેત્રોમાં સંબંધોનું નિર્માણ કરવા ઇચ્છીએ છીએ, જે બંને દેશોના સમાજની યુવા પેઢીને એકબીજાની વધારે નજીક લાવશે. તેમાં ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સાયબર સિક્યોરિટી, અવકાશ સંશોધન, નાગરિક પરમાણુ ઊર્જા અને અન્ય ક્ષેત્રોમાં કામગીરી સામેલ હશે.
મિત્રો,
ભારતે બાંગ્લાદેશ અને તેના નાગરિકોની સમૃદ્ધિ માટે હંમેશા સાથસહકાર આપ્યો છે. અમે બાંગ્લાદેશના વિકાસમાં લાંબા સમયથી વિશ્વસનિય ભાગીદાર છીએ. ભારત અને બાંગ્લાદેશ મક્કમ પણ છે કે અમારા સાથસહકારના મીઠાં ફળ આપણા નાગરિકોને મળવા જોઈએ. આ સંદર્ભમાં મને બાંગ્લાદેશ માટે પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે 4.5 અબજ ડોલરની નવી 4.5 અબજ ડોલરની કન્સેશનલ લાઇન ઓફ ક્રેડિટ જાહેર કરવાની ખુશી છે. આ સાથે છેલ્લાં છ વર્ષમાં અમે બાંગ્લાદેશ માટે 8 અબજ ડોલરથી વધારેના સંસાધનની ફાળવણી કરી છે. આપણી વિકાસલક્ષી ભાગીદારીમાં ઊર્જા સુરક્ષા મહત્વપૂર્ણ પાસું છે. અને આપણી ઊર્જા ભાગીદારીમાં સતત વધારો થતો રહેશે. આજે અમે ભારતમાંથી બાંગ્લાદેશને મળતા 600 મેગાવોટ પાવરમાં વધુ 60 મેગાવોટ પાવર ઉમેર્યો છે. વર્તમાન આંતર-જોડાણમાંથી વધુ 500 મેગા વોટનો સપ્લાય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. અમે નુમાલીગઢથી પરબતીપુર સુધીની ડિઝલ ઓઇલ પાઇપલાઇનને ધિરાણ કરવા પણ સંમત થયા છીએ. અમારી કંપનીઓ બાંગ્લાદેશને હાઈ સ્પીડ ડિઝલ સપ્લાય કરવા માટે લાંબા ગાળાની સમજૂતી કરી રહી છે. પાઇપલાઇનનું નિર્માણ ન થાય ત્યાં સુધી અમે નિયમિતપણે પુરવઠો પૂરો પાડવા ટાઇમ ટેબલ પર પણ સંમત થયા છીએ. અમે બંને દેશોમાં આ સેગમેન્ટમાં પ્રવેશ કરવા ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપીએ છીએ. આગામી દિવસોમાં ભારતીય કંપનીઓ બાંગ્લાદેશમાં ઊર્જા ક્ષેત્રમાં રોકાણ માટે કેટલીક સમજૂતીઓ કરે તેવી અપેક્ષા છે. ભારત બાગંલાદેશની ઊર્જાની જરૂરિયાતો પૂર્ણ કરવા અને‘વર્ષ 2021 સુધીમાં તમામને વીજળીનો પુરવઠો પૂરો પાડવાના’ તેના લક્ષ્યાંકને હાંસલ કરવામાં પાર્ટનર તરીકે જોડાયેલ રહેશે.
મિત્રો,
દ્વિપક્ષીય વિકાસ ભાગીદારી, સબ-રિજનલ આર્થિક પ્રોજેક્ટ્સ અને વિસ્તૃત પ્રાદેશિક આર્થિક સમૃદ્ધિની સફળતા માટે કનેક્ટિવિટી કે જોડાણ મહત્વપૂર્ણ છે. અત્યારે પશ્ચિમ બંગાળના આદરણીય મુખ્યમંત્રી સાથે સંયુક્તપણે અમે આપણા વધી રહેલા જોડાણમાં કેટલીક નવી લિંક ઉમેરી છે. કોલકાતા અને ખુલ્ના વચ્ચે બસ અને ટ્રેન લિન્ક તથા રાધિકાપુર-બિરોલ આજે ફરી શરૂ થઈ ગઈ છે. આંતરિક જળમાર્ગોનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે.
વળી કોસ્ટલ શિપિંગ એગ્રીમેન્ટ (તટવર્તીય જહાજ સમજૂતી)ને કાર્યરત કરવા પગલાં લેવામાં આવ્યા છે અને ચીજવસ્તુઓની દ્વિમાર્ગીય અવરજવરમાં પ્રગતિ જોઈને આનંદ પણ થયો છે. અમે બી. બી. આઇ. એન. મોટર વ્હિકલ્સ સમજૂતીનો વહેલાસર અમલ કરવા આતુર છીએ. તેનાથી સબ-રિજનલ ઇન્ટિગ્રેશનના નવા યુગનો સૂત્રપાત થશે.
મિત્રો,
પ્રધાનમંત્રી શેખ હસીના અને મેં અમારા વાણિજ્યિક સંબંધોમાં વિવિધતા લાવવાની જરૂરિયાતને પણ ઓળખી છે. બંને દેશો વચ્ચે વિસ્તૃત વ્યાવસાયિક સંબંધોનું નિર્માણ કરવાથી આપણા વિસ્તારને પણ વિસ્તૃત ફાયદો થશે. આ માટે બંને દેશોના વ્યવસાયો અને ઉદ્યોગ વચ્ચે વિસ્તૃત સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ મુખ્ય બની રહેશે. પ્રધાનમંત્રી સાથે ઉચ્ચ સ્તરીય વેપારી પ્રતિનિધિમંડળ આવ્યું છે, જેના સભ્યોનું અમે સ્વાગત કરીએ છીએ. નવા બોર્ડર હાટ ખોલવા આપણી સમજૂતી વેપાર અને આજીવિકામાં તેમના પ્રદાન મારફતે સરહદ પર વસવાટ કરતા સમુદાયના જીવનની ગુણવત્તા સુધારશે.
મિત્રો,
પ્રધાનમંત્રી શેખ હસીના અને મેં આપણી ક્ષમતા નિર્માણ અને તાલીમ પહેલોની સફળતાની નોંધ લીધી છે. ભારતમાં 1500 બાંગ્લાદેશી સરકારી કર્મચારીઓને તાલીમ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અમે અમારા ન્યાયક્ષેત્ર સાથે સંબંધિત શૈક્ષણિક સંસ્થાઓમાં બાંગ્લાદેશના 1500 જ્યુડિશિયલ અધિકારીઓ માટે આવી જ તાલીમ આપીશું.
મિત્રો,
જ્યારે આપણી ભાગીદારી આપણા લોકોને સુખસમૃદ્ધિ પ્રદાન કરે છે, ત્યારે સાથે સાથે તે કટ્ટરવાદી પરીબળોથી તેમનું રક્ષણ કરવા પણ કામ કરે છે. કટ્ટરવાદી પરિબળો ભારત અને બાંગ્લાદેશ માટે જ નહીં, પણ સંપૂર્ણ વિસ્તાર માટે જોખમરૂપ છે. પ્રધાનમંત્રી શેખ હસીનાએ આતંકવાદ સામે દ્રઢતાપૂર્વક કામગીરી કરી છે, જેની અમે પ્રશંસા કરીએ છીએ. તેમની સરકારે આતંકવાદને ‘ઝીરો ટોલરન્સ (બિલકુલ નહીં ચલાવી લેવાની)’ નીતિ અખત્યાર કરી છે, જે આપણા બધા માટે પ્રેરણારૂપ છે. અમે સંમત થયા હતા કે, આપણા સંબંધોના કેન્દ્રમાં આપણા લોકો માટે અને વિસ્તાર માટે શાંતિ, સુરક્ષા અને વિકાસ જળવાઈ રહેશે. અત્યારે અમે આપણા સશસ્ત્ર દળો વચ્ચે સાથસહકારને ગાઢ બનાવવા સમજૂતી પર હસ્તાક્ષર કરીને લાંબા સમયથી બાકી રહેલું આ કદમ ઉઠાવ્યું છે. મને બાંગ્લાદેશની સંરક્ષણ સંબંધિત ખરીદીને ટેકો આપવા 500 મિલિયન અમેરિકન ડોલરની લાઇન ઓફ ક્રેડિટ જાહેર કરવાની ખુશી છે. આ લાઇન ઓફ ક્રેડિટના અમલીકરણમાં અમારા માટે બાંગ્લાદેશની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ માર્ગદર્શક બનશે.
મિત્રો,
ભારત અને બાંગ્લાદેશ દુનિયામાં લાંબી જમીન સરહદો પૈકીની એક ધરાવે છે. મેં જૂન, 2015માં ઢાંકાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અમે જમીન સરહદ સાથે સંબંધિત સમજૂતી કરી હતી. અત્યારે તેના પર અમલ ચાલી રહ્યો છે. આપણે સંયુક્ત જમીન સરહદો સાથે સહિયારી નદીઓ પણ ધરાવીએ છીએ. આ નદીઓ આપણા બંને દેશની પ્રજાનું પાલનપોષણ કરે છે, તેમને આજીવિકા આપે છે. અને સૌથી વધુ ધ્યાન તીસ્તા ખેંચે છે. આ ભારત માટે, બાંગ્લાદેશ માટે અને ભારત-બાંગ્લાદેશનાં સંબંધો માટે મહત્વપૂર્ણ છે. આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મારા આદરણીય અતિથિ છે એને લઈને હું વધારે ખુશ છું. હું જાણું છું કે, તેઓ પણ બાંગ્લાદેશ માટે મારી જેમ મૈત્રીપૂર્ણ લાગણી ધરાવે છે. હું તમને અને બાંગ્લાદેશની જનતાને અમારી પ્રતિબદ્ધતા અને સાતત્યપૂર્ણ પ્રયાસોની ખાતરી આપું છું. મારું દ્રઢપણે માનવું છે કે તીસ્તા જળ વહેંચણીની સમસ્યાનું વહેલાસર સમાધાન મારી જ સરકાર અને મહામહિમ શેખ હસીના, તમારી સરકાર લાવી શકે છે અને આપણે આ મહત્વપૂર્ણ સમસ્યાનું સમાધાન કરીશું.
મિત્રો,
બંગબંધુ શેખ મુજિબર રહમાન ભારતના પરમ મિત્ર હતા અને ટોચની હરોળમાં સ્થાન મેળવનાર આંતરરાષ્ટ્રીય દરજ્જાના લીડર હતા. બાંગ્લાદેશના પિતા માટે અમારી આદર અને સન્માનની લાગણીના પ્રતીકરૂપે અમે અમારી રાષ્ટ્રીય રાજધાનીમાં એક માર્ગને તેમનું નામ આપ્યું છે. અમે બંગબંધુના જીવનકવન પર એક ફિલ્મનું નિર્માણ સંયુક્તપણે કરવા પણ સંમત થયા છીએ, જે વર્ષ 2020માં તેમની જન્મશતાબ્દી પર રીલિઝ થશે. પ્રધાનમંત્રી શેખ હસીનાજી સાથે મને પણ બંગબંધુના પુસ્તક ‘Unfinished Memoirs’ (અનફિનિશ્ડ મેમોઇર્સ)ના હિંદી તરજુમાનું લોકાર્પણ કરવાનું સન્માન મળ્યું છે. બાંગ્લાદેશના નિર્માણમાં તેમનું જીવન, તેમનો સંઘર્ષ અને તેમનું પ્રદાન ભવિષ્યની પેઢીઓને પ્રેરિત કરતું રહેશે. વર્ષ 2021માં બાંગ્લાદેશ તેની આઝાદીનું 50મું વર્ષ ઉજવશે. આ ઉજવણીના પ્રતીકરૂપે અમે બાંગ્લાદેશના સ્વતંત્રતા સંગ્રામ પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્માણ સંયુક્તપણે કરવા સંમત થયા છીએ.
મહામહિમ,
તમે તમારા નેતૃત્વમાં બાંગ્લાબંધુ ટૂડેના વિઝન અને વારસાને સફળતાપૂર્વક આગળ વધાર્યો છે. બાંગ્લાદેશ ઊંચી વૃદ્ધિ અને વિકાસના માર્ગે અગ્રેસર છે. અમે ભારતમાં બાંગ્લાદેશ સાથે અમારા સંબંધોને લઈને ખુશ છીએ. આ સંબંધો આપણા લોહીમાં વણાઈ ગયા છે અને આપણી પેઢીઓ વચ્ચે ભાઈચારો જોવા મળે છે. આપણા સંબંધોનો ઉદ્દેશ બંને દેશના નાગરિકોનું ભવિષ્ય ઉજ્જવળ અને સુરક્ષિત કરવાનો છે. મહામહિમ, આ શબ્દો સાથે હું ફરી એક વખત તમારું અને તમારા પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરું છું.
તમારો ધન્યવાદ.
તમારો ખૂબ ખૂબ આભાર.
TR
It is an absolute honour to host PM Sheikh Hasina. We held fruitful & wide-ranging talks on the full spectrum of India-Bangladesh relations. pic.twitter.com/HnqdtoZhb3
— Narendra Modi (@narendramodi) April 8, 2017
PM Sheikh Hasina & I reviewed existing cooperation & discussed new avenues of extensive cooperation that will benefit our nations & region.
— Narendra Modi (@narendramodi) April 8, 2017
Collaboration in commerce, boosting connectivity, capacity building & cooperation between our armed forces were vital areas discussed.
— Narendra Modi (@narendramodi) April 8, 2017
We greatly admire Prime Minister Sheikh Hasina’s firm resolve in dealing with terrorism. Her ‘zero tolerance’ policy inspires us.
— Narendra Modi (@narendramodi) April 8, 2017
We recall the towering leader & a friend of India’s, Sheikh Mujibur Rahman. Released Hindi translation of Bangabandhu’s ‘Unfinished Memoirs’ pic.twitter.com/05xbmv0f7W
— Narendra Modi (@narendramodi) April 8, 2017
PM Sheikh Hasina’s visit marks a ‘शोनाली अध्याय’ (golden era) in the friendship between our people and our nations. https://t.co/vgxOEyJqCH
— Narendra Modi (@narendramodi) April 8, 2017