આ વેબસાઈટ પર રજુ કરાયેલી લેખન સામગ્રી વિના મુલ્યે પુન: પ્રગટ કરી શકાય છે. આમ છતાં આ સામગ્રી ચોક્કસાઈથી-ભૂલ વગર પુન: પ્રગટ કરવાની રહેશે અને તેનો અપમાનજનક રીતે કે પછી ગેરમાર્ગે દોરતા સંદર્ભમાં ઉપયોગ ન કરવો. જ્યાં જ્યાં આ સામગ્રી પ્રકાશિત કરવામાં આવે કે પછી અન્ય લોકોને પૂરી પાડવામાં આવે ત્યારે એના મૂળનો, તરત નજરે પડે એ રીતે ઉલ્લેખ કરવો-સ્વીકાર કરવાનો રહેશે. ગમે એમ પણ એ સામગ્રી પર ત્રીજી પાર્ટીનો કોપીરાઈટ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય એવી સામગ્રીને, આ સામગ્રી પુન:પ્રગટ કરવાની પરવાનગી લાગુ નહિ પડે. આવી સામગ્રી પુન:પ્રગટ કરવા માટેની અધિકૃત મંજુરી સંબંધકર્તા વિભાગ/કોપીરાઈટ ધરાવનાર પાસેથી મેળવવાની રહેશે.
ગુપ્તતાની નીતિ
આ વેબસાઈટ આપની પાસેથી કોઈ પણ ચોક્કસ અંગત માહિતી (જેવી કે નામ, ફોન નંબર અથવા ઈ-મેલ એડ્રેસ) જે આપને વ્યક્તિગત રીતે ઓળખવાની અમને પરવાનગી આપતી હોય, આપોઆપ કબજે નથી કરતી. આપ જયારે અમારી વેબસાઈટની મુલાકાત લો ત્યારે આપ જો, આપના નામ અથવા સરનામાં જેવી આપની અંગત માહિતી અમને પૂરી પડવાનું પસંદ કરો તો અમે માત્ર માહિતી માટેની આપની વિન્નંતી પૂરી કરવા માટે જ એનો ઉપયોગ કરીએ છીએ. માનનીય પ્રધાનમંત્રી સાથે વાતચીત સંબંધી વિભાગનો ઉપયોગ કરવા માટે આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અહી એકત્ર કરાયેલી માહિતીનો ઉપયોગ વાતચીત દરમિયાન કરવામાં આવશે।
આ વેબ સાઈટ પર સ્વેચ્છાએ પૂરી પાડવામાં આવેલી વ્યક્તિગત/અંગત રીતે ઓળખી શકાય એવી કોઈપણ માહિતીનું અમે કોઈપણ ત્રીજી પાર્ટી (જાહેર/ખાનગી)ને વેચાણ નથી કરતા અથવા તેની જાણ પણ નથી કરતા. આ વેબ સાઈટને પૂરી પાડવામાં આવેલી કોઈપણ માહિતીને એના ગુમ થઇ જવા સામે, ગેર ઉપયોગ, બિન અધિકૃત રીતે તેને મેળવવા સામે અથવા તેને જાહેર કરવા સામે, ફેરફાર અથવા નાશ સામે રક્ષણ પૂરું પાડવામાં આવશે.
અમે આ વેબસાઈટનો ઉપયોગ કરનાર-યુઝર અંગે ચોક્કસ માહિતી, જેવી કે, ઈન્ટરનેટ પ્રોટોકોલ (આઈપી) એડ્રેસ, ડોમેઈન નેમ, બ્રાઉઝર ટાઈપ, ઓપરેટીંગ સીસ્ટમ, વિઝીટની તારીખ અને સમય તથા ક્યાં પેજની મુલાકાત લીધી એ અંગેની માહિતી એકત્ર કરીએ છીએ. અમે આ એડ્રેસ-સરનામાને અમારી સાઈટની મુલાકાત લેનારી વ્યક્તિઓની ઓળખ સાથે જોડવાનો કોઈ પ્રયાસ નથી કરતા, સિવાય કે આ સાઈટને નુકસાન પહોંચાડવાનો કોઈ પ્રયાસ જાણમાં આવ્યો હોય-શોધી કાઢવામાં આવ્યો હોય.
કુકીઝ પોલીસી
‘કૂકી’ એક એવો સોફ્ટવેર કોડ છે જે આપના દ્વારા વિઝીટ કરાયેલી ઈન્ટરનેટ વેબસાઈટની જાણકારી બ્રાઉઝરને મોકલે છે. તે ટેક્સ્ટ ફાઈલના રૂપમાં આપના કમ્પ્યુટર કે મોબાઈલમાં વેબસાઈટ સર્વર દ્વારા સંગ્રહિત કરવામાં આવે છે અને એ જ સર્વર એ કુકી વિશે જાણકારી પ્રાપ્ત કરી શકે છે. કુકીઝ આપને વેબસાઈટ પરની માહિતીના પાના પર-પાના વચ્ચે કાર્યક્ષમતાથી આવ-જા કરવામાં સહાયક બને છે કારણ કે એ આપના ‘પ્રેફરન્સીસ’નો સંગ્રહ કરે છે અને સામાન્ય રીતે વેબસાઈટ અંગેનો આપનો અનુભવ વધારે સારો બનાવે છે.
અમે અમારી સાઈટ પર નીચેના પ્રકારની કુકીઝનો ઉપયોગ કરીએ છીએ :
આપ વધુમાં એ વાતની નોંધ લેશો કે, આપ જયારે pmindia.gov.in/pmindia.nic.inના વિભાગોની મુલાકાત લો, જ્યાં આપ લોગીન કરો ત્યારે આપને કેટલીક કુકીઝનો સ્વીકાર કરવાનો રહેશે. સંભવ છે કે જો આપ કુકીઝ સ્વીકાર નહિ કરો તો વેબસાઈટ પર ઉપલબ્ધ કેટલોક ભાગ નહિ જોઈ શકો.
હાઇપર લિન્કીંગ પોલીસી
બહારની વેબસાઈટ/પોર્ટલ સાથેના જોડાણો
આ વેબસાઈટમાં આપને ઘણા સ્થળોએ અન્ય વેબસાઈટ/પોર્ટલના જોડાણો મળી આવશે. આ જોડાણો આપની સગવડ માટે મુકવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીની કચેરી આ જોડાણવાળી વેબસાઈટની વિગતો-કન્ટેન્ટ માટે જવાબદાર નથી તેમજ એમાં વ્યક્ત થયેલા મંતવ્યોનું અનુમોદન કરતી હોય એ જરૂરી નથી. આ વેબસાઈટ પર આ જોડાણની હાજરી માત્ર અથવા તો એની વેબસાઈટ પરની યાદી-લીસ્ટીંગ કોઈપણ જાતના સમર્થનરૂપ હોવાની ધારણા ન બાંધી લેવી. આ જોડાણો બધા જ સમય દરમિયાન કામ કરશે એની અમે ખાતરી આપી શકીએ તેમ નથી અને જોડાયેલા સ્થાનોની પ્રાપ્યતા પર અમારું કોઈ નિયંત્રણ નથી.
અન્ય વેબસાઈટ/પોર્ટલ્સ દ્વારા પ્રધાનમંત્રીની કચેરીની વેબસાઈટ સાથેના જોડાણો
આ વેબસાઈટ પર રજુ થયેલી માહિતીની સાથે આપ સીધું જોડાણ પ્રસ્થાપિત કરો એનો અમને વાંધો નથી અને આ માટે કોઈ પૂર્વ પરવાનગી મેળવવી જરૂરી નથી. જો કે આ વેબસાઈટ સાથે પ્રસ્થાપિત કરવામાં આવેલા કોઈપણ જોડાણો અંગે આપ અમને માહિતગાર કરશો એવું અમે ઈચ્છીએ છીએ, કે જેથી આપને એમના કોઈપણ ફેરફારો અથવા અપડેટ્સ અંગે જાણ કરી શકીએ. વધુમાં, અમે આપને અમારી સાઈટ પરની ફ્રેમમાં આપના દ્વારા અપાયેલા પેજ લોડ કરવાની પરવાનગી નથી આપતા. આ વેબસાઈટના પેજ, યુઝરની નવી ખોલાયેલી બ્રાઉઝર વિન્ડોઝ્માં જ લોડ થવા જોઈએ.
વેબસાઇટની શરતો
નેશનલ ઇન્ફોર્મેટીક્સ સેન્ટર આ વેબસાઇટનું યજમાન છે અને તેની ડિઝાઇન પણ એના દ્વારા જ તૈયાર કરવામાં આવી છે. વિગતો- માહિતી પ્રધાનમંત્રીની કચેરી દ્વારા પૂરી પાડવામાં આવે છે.
જોકે આ વેબસાઇટ ઉપરની માહિતીની ચોક્સાઇ, એમાં કોઇ ભૂલ ન હોય અને એ પ્રવર્તમાન હોય એ સુશિનિશ્ચિત કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે. તો પણ એને કાયદાના નિવેદનરૂપ ન ગણવી તેમજ તેનો કોઇ પણ કાયદાકિય હેતુઓ માટે ઉપયોગ ન કરવો. કોઇ પણ અનિશ્ચિતતા અથવા શંકાના કિસ્સામાં યુઝર્સને પ્રધાનમંત્રીની કચેરી અને/ અથવા અન્ય સાધનો સાથે તેનું ખરાપણું નક્કી કરવા/ ચકાસણી કરવાની તેમજ યોગ્ય પ્રોફેશનલ માર્ગદર્શન મેળવવાની સલાહ છે.
પ્રધાનમંત્રીની કચેરી કોઇપણ સંજોગોમાં, આ વેબસાઇટમાંથી ઉભા થતા અથવા તેના ઉપયોગમાંથી ઉભા થતા કોઇપણ મર્યાદા વગરના પરોક્ષ અથવા પરિણામ સ્વરૂપ ખોટ અથવા નુકસાન અથવા તો કોઇપણ ખર્ચ સહિતના કોઇપણ ખર્ચ, ખોટ અથવા નુકસાન માટે જવાબદાર નહીં ગણાય.
આ શરતો અને નિયમો ભારતીય કાયદાને આધિન રહેશે. તેમજ તેનું અર્થઘટન પણ આ કાયદા અનુસાર જ થશે. આ શરતો અને નિયમોમાંથી ઉભી થતી કોઇપણ તકરાર ભારતની અદાલતોના કાર્યક્ષેત્રને અધિન રહેશે.
આ વેબસાઇટ પર રજૂ કરવામાં આવતી માહિતીમાં બિનસરકારી/ ખાનગી સંગઠનો દ્વારા તૈયાર કરવામાં આવેલી અને જાળવવામાં આવેલી માહિતીની હાઇપર ટેક્સ્ટ લિન્ક અથવા પોઇન્ટર્સનો સમાવેશ થયેલો હોઇ શકે છે. પ્રધાનમંત્રીની કચેરી આ જોડાણો અને પોઇન્ટર્સ માત્ર આપની માહિતી અને સગવડ માટે પૂરા પાડે છે. આપ જ્યારે એક બહારની વેબસાઇટ સાથેના જોડાણની પસંદગી કરો છો ત્યારે પ્રધાનમંત્રીની વેબસાઇટ છોડી દો છો અને આપ અન્ય વેબસાઇટની પ્રાઇવસી તથા સલામતીની નિતીઓને આધિન છો. પ્રધાનમંત્રીની કચેરી પ્રત્યેક સમયે આવા લિન્ક્ડ પેજીસની પ્રાપ્યતાની ગેરંટી નથી આપતી. પ્રધાનમંત્રીની કચેરી એક જોડાયેલી- લિન્ક્ડ વેબસાઇટમાંથી કોપીરાઇટ ધરાવતી સામગ્રીના ઉપયોગને મંજૂર ના કરી શકે. યુઝર્સને આવી અધિકૃત મંજૂરી મેળવવા માટે લિન્ક્ડ વેબસાઇટના માલિકને વિનંતી કરવાની સલાહ છે. લિન્ક્ડ વેબસાઇટ ભારત સરકારની વેબસાઇટ માટેની ગાઇડલાઇન્સનું પાલન કરશે એવી ગેરન્ટી પ્રધાનમંત્રીની કચેરી નથી આપતી.
ડિસ્ક્લેમર
પ્રધાનમંત્રીની કચેરીની વેબસાઇટ માત્ર માહિતીના હેતું માટે જ ચલાવવામાં આવી રહી છે. વેબસાઇટ ઉપર ચોક્સાઇપૂર્ણ- ભૂલ વગરની અને લેટેસ્ટ અપડેટ કરાયેલી માહિતી પૂરી પાડવાનો જોકે પ્રત્યેક પ્રયાસ કરવામાં આવે છે, પણ આ વેબસાઇટ ઉપર મુકાયેલા પરીપત્રોનો ઉપયોગ કરનારા અધિકારીઓને જ્યારે પણ આ પરીપત્રોમાંની માહિતનીની સચ્ચાઇ- ખરાપણાં અંગે કોઇ પણ શંકા હોય ત્યારે પ્રધાનમંત્રીની કચેરીનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. વેબસાઇટ પરના પરીપત્રો અને પ્રધાનમંત્રીની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા પરીપત્રોની હાર્ડકોપીમાની વિગતો- માહિતી વચ્ચે કોઇપણ વિસંગતીના સંજોગોમાં, પરીપત્રની હાર્ડકોપીમાની માહિતી ઉપર ભરોસો રાખવો અને આ બાબત પ્રધાનમંત્રીની કચેરીના ધ્યાન પર લાવવી.