Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ઇન્ડિયન ટ્રેડ સર્વિસ (આઇટીએસ)ના અધિકારીઓ મૂળ સ્થાને સીનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ (એસએજી) તરીકે પ્રમોશનને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1989થી 1991ની બેચના ઇન્ડિયન ટ્રેડ સર્વિસ (આઇટીએસ)ના અધિકારોઓને વ્યક્તિગત ધોરણે, એક વખત છૂટછાટ તરીકે સીનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ (એસએજી) સ્તરે મૂળ સ્થાને પ્રમોશનની મંજૂરી આપી છે, જેમાં શરત એ છે કે જ્યારે કેડર પોસ્ટ પર એસએજી પર ખાલી જગ્યા ઊભી થશે, ત્યારે આ અધિકારીઓ ખાલી કેડર પોસ્ટ અને અત્યારે આ અધિકારીઓ દ્વારા ખાલી પદો સામે એડજસ્ટ કરશે, તેમને નિવૃત્તિ પછી કે એસએજીની મંજૂર કરેલી મૂળ ક્ષમતા સામે જૂનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ (જેએજી)ના ઓરિજિનલ સ્તરે જાળવી રાખવામાં આવશે.

આ મંજૂરી સરકારને આ સીનિયર આઇટીએસ અધિકારીઓને જાળવી રાખવા અને તેમનો લાભદાયક રીતે ઉપયોગ કરવા સક્ષમ બનાવશે, જેઓ ટ્રેડ પ્રમોશન અને ટ્રેડ સંરક્ષણના ક્ષેત્રોમાં વિવિધ પોઝિશનમાં તેમના ક્ષેત્રમાં નોંધપાત્ર જાણકારી ધરાવે છે, જેથી ભારતના નિકાસ ક્ષેત્રની વૃદ્ધિને વેગ આપવાનો ઉદ્દેશ પાર પાડવામાં મદદ મળશે. એસએજી સ્તરના પ્રમોશનને મંજૂરી આપવાથી આ અધિકારીઓને કેન્દ્રીય સ્ટાફિંગ યોજના હેઠળ પેનલમાં સમાવવા માટે વિચારવા સક્ષમ બનાવવામાં આવશે અને ભારત સરકારના વિવિધ મંત્રાલયો/વિભાગોમાં કથિત યોજના હેઠળ ભારત સરકારની સેવા કરવા અધિકારીઓ વધારે ઉપલબ્ધ થશે. ઇન્ડિયન ટ્રેડ સર્વિસ ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર અને વેપારને પ્રોત્સાહન આપવા વિવિધ પાસાંઓનું સંચાલન કરવા સંગઠિત કેડરની વધતી જરૂરિયાતો પૂર્ણ કરવા સેન્ટ્રલ ગ્રૂપ ‘એ’ સર્વિસ તરીકે બનાવવામાં આવી હતી.

TR