Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાની 100મી વર્ષગાંઠના પ્રસંગે સ્મૃતિ સ્વરૂપે ટપાલ ટિકિટ બહાર પાડી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાની 100મી વર્ષગાંઠના પ્રસંગે સ્મૃતિ સ્વરૂપે ટપાલ ટિકિટ બહાર પાડી હતી. નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સ્વામી પરમહંસ યોગાનંદની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, તેમણે મુક્તિનો નહીં, પણ ‘અંતરયાત્રા’નો માર્ગ દર્શાવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, સ્વામી પરમહંસ યોગાનંદે તેમના સંદેશને ફેલાવવા ભારતને છોડ્યું છે, છતાં તેઓ ભારત સાથે હંમેશા જોડાયેલા રહેશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતની આધ્યાત્મિકતા જ તેની શક્તિ છે અને કેટલાક લોકો ધર્મને અધ્યાત્મ સાથે જોડે છે એ કમનસીબી છે. હકીકતમાં ધર્મ અને અધ્યાત્મ બંને અલગ બાબતો છે.