પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીયમંત્રી મંડળે માર્ગ વાહનવ્યવહાર અને ધોરીમાર્ગ મંત્રાલયની કેન્દ્રીય એન્જિનિયરિંગ સેવા(CES) (માર્ગો)ની કેડર સમીક્ષાને મંજૂરી આપી દીધી છે. પ્રસ્તાવનું તાત્કાલિક અમલીકરણ કરવામાં આવશે.
સીઈએસ (માર્ગો) કેડરની ક્ષમતાને નીચે મુજબ પરિવર્તિત કરવામાં આવશે-
1) સીઈએસ (માર્ગો)ની બેઠકોમાં નીચેના સ્તરે વધારો:
અ) એચએજી સ્તરે 02
બ) એસએજી સ્તરે 05
ક) જેટીએસ સ્તરે 36
2) એસટીએસ સ્તરે બેઠકોમાં ઘટાડો –28
3) કેડરમાં જેટીએસ સ્તરે ઊભી થયેલી સામાન્ય જગ્યાઓ ઉપરાંત કેડર ક્ષમતાની બહાર પ્રવેશ સ્તરે (જેટીએસ) માત્ર ડેપ્યુટેશન માટે ખાસ ભરતી તરીકે 86 જગ્યાઓ પર નિમણૂંક
સીઈએસ (માર્ગો) કેડરની સ્થાપના 1959માં કરવામાં આવી હતી. ગ્રુપ Aની ટેકનિકલ જગ્યાઓ પર સૌ પ્રથમ ફાળવણી 1976માં 189 બેઠકો પર કરવામાં આવી હતી. આ સેવાની છેલ્લી કેડર સમીક્ષા 1987માં હાથ ધરવામાં આવી હતી.
મિકેનિકલ કેડરની ખાલી જગ્યાઓનો ઉપયોગ સિવિલ એન્જીનીયરોની તે જ જગ્યા પર ભરતી કરીને કરવામાં આવશે અને એ રીતે તબક્કાવાર રીતે મિકેનિકલ કેડરને સિવિલ કેડર સાથે મેળવી દેવાશે જેથી કરીને તેની વિપરીત અસર વર્તમાન ઉદ્યોગો પર ના પડે.
આ કેડર સમીક્ષાના પ્રસ્તાવમાં વધારાનો વાર્ષિક ખર્ચ અંદાજીત 1.8 કરોડ રૂપિયાનો છે. ડેપ્યુટેશન માટે ખાસ ભરતીના મામલે કોઈ નાણાકીય જવાબદારી નહીં રહે.
AP/TR/GP