Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે સૂકા વિસ્તારોમાં કૃષિ સંશોધન માટે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર (આઇસીએઆરડીએ) દ્વારા પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં સેટેલાઇટ કેન્દ્રો સાથે મધ્યપ્રદેશના સીહોરના અમ્લાહમાં ફૂડ લેગુમ્સ રિસર્ચ પ્લેટફોર્મ (એફએલઆરપી)ની સ્થાપનાને મંજૂરી આપ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નીચેની બાબતોને મંજૂરી આપવામાં આવી હતીઃ

(i) શુષ્ક વિસ્તારોમાં કૃષિ સંસાધનો માટે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર (આઇસીએઆરડીએ) દ્વારા બીજા તબક્કામાં મધ્યપ્રદેશના સીહોરના અમ્લાહમાં ફૂડ લેગુમ્સ રિસર્ચ પ્લેટફોર્મ (એફએલઆરપી) અને પશ્ચિમ બંગાળ (કઠોળ માટે) અને રાજસ્થાન (કુદરતી સંસાધન વ્યવસ્થાપન)માં સેટેલાઇટ કેન્દ્રોની સ્થાપના;

(ii) આ માટે મધ્યપ્રદેશની રાજ્ય સરકાર સાથે ભાડાપટ્ટાના કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપવામાં આવી, જે મુજબ મધ્યપ્રદેશની સરકાર 30 વર્ષના ભાડાપટ્ટા માટે એકર દીઠ રૂ. 1ના ભાડા પર સીહોરના અમ્લાહમાં જમીન (70.99 હેક્ટર, 175.42 એકર) આઇસીએઆરડીએને મધ્યપ્રદેશમાં એફએલઆરપી માટે ભાડાપટ્ટે આપશે;

(iii) આઇસીએઆરડીએના ફૂડ લેગુમ્સ રિસર્ચ પ્લેટફોર્મને સંયુક્ત રાષ્ટ્ર (વિશેષાધિકારો અને મુક્તિ) ધારા, 1947ની કલમ 3માં જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવા મંત્રીમંડળની ‘સૈદ્ધાંતિક મંજૂરી’.

(iv) પ્લેટફોર્મ સ્થાપિત કરવા સાથે સંબંધિત તમામ બાબતોમાં ભારત વતી કૃષિ સંશોધન વિભાગ (ડીએઆરઇ)ને અધિકૃત કરવાની મંજૂરી.

(v) જો જરૂર પડે, તો એફએલઆરપીની સ્થાપના સાથે સંબંધિત આઇસીએઆર અને આઇસીએઆરડીએ વચ્ચે પૂરક સમજૂતીમાં ટેકનિકલ સુધારા હાથ ધરવા કૃષિ મંત્રાલયને અધિકૃત કરવાની મંજૂરી.

ભારતમાં એફએલઆરપીની સ્થાપના થવાથી ભારત ખાદ્ય સુરક્ષાના પડકારોનો સામનો કરવા આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવા સક્ષમ બનશે. ભારત એફએલઆરપી દ્વારા દેશમાં હાંસલ સંશોધન ઉત્પાદનનો ઝડપથી અને અસરકારક રીતે ઉપયોગ કરવા સક્ષમ બનશે. મુખ્ય આંતરરાષ્ટ્રીય સંશોધન અને વિકાસ સંસ્થા ભારતને દુનિયામાં કૃષિ સંશોધન માટે મોટું કેન્દ્ર બનાવશે અને તેના પરિણામે દેશમાં સંશોધન અને વિકાસ માટે વધારે રોકાણ આકર્ષશે.

આ સંશોધન આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સ્થાપિત કર્યું છે. આઇસીએઆરડીએ આબોહવા સાથે સંબંધિત ટેકનોલોજીઓની જેમ નવીનતાનો સારો ટ્રેક રેકોર્ડ ધરાવે છે, જેમાં શુષ્ક જમીનમાં ઉત્પાદન વ્યવસ્થાઓ માટે ફૂડ લેગ્યુમની અનુકૂળ વિવિધતાઓ સામેલ છે. આઇસીએઆરડીએ વિવિધ પાકો અને અનાજની ઉત્પાદકતા વધારવા વિવિધ શાખાઓના વૈજ્ઞાનિકોની ટીમ મારફતે સંશોધન હાથ ધરશે. આ પ્લેટફોર્મ ગરીબી ઘટાડવામાં, ખાદ્ય સુરક્ષા સુધારવામાં, પોષણ અને સ્વાસ્થ્ય વધારવામાં તથા કુદરતી સંસાધન આધારને જાળવવામાં નોંધપાત્ર પ્રદાન કરશે.

સંશોધનના પરિણામો તમામ વિસ્તારોના નાનામોટા કે સીમાંત ખેડૂતો માટે લાભદાયક રહેશે તથા ટેકનોલોજીનો વિકાસ થવાથી તમામ ખેડૂતો તેનો ઉપયોગ કરવા સક્ષમ બનવાથી પ્રોજેક્ટ સમાન અને સર્વસમાવેશક બનશે.

***