Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે દક્ષિણ કોરિયાની ઈન્ટરનેશનલ વેક્સિન ઈન્સ્ટિટ્યુટમાં ભારતના સભ્યપદને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે ઈન્ટરનેશનલ વેક્સિન ઈન્સ્ટિટ્યુટ (આઈવીઆઈ)ની ગવર્નિંગ કાઉન્સિલમાં ભારતનું સંપૂર્ણ સભ્યપદ લેવા અંગેની દરખાસ્તને મંજૂરી આપી હતી. આને પગલે દક્ષિણ કોરિયામાં સિઉલ ખાતેની ઈન્ટરનેશનલ વેક્સિન ઈન્સ્ટિટ્યુટ (આઈવીઆઈ)ને 5,00,000 અમેરિકન ડોલરનો વાર્ષિક ફાળો ચૂકવવાનો રહેશે.

પશ્ચાદ્ભૂમિ

યુએનડીપીની પહેલ તરીકે વર્ષ 1997માં દક્ષિણ કોરિયામાં સિઉલ ખાતે ઈન્ટરનેશનલ વેક્સિન ઈન્સ્ટિટ્યુટ (આઈવીઆઈ)ની સ્થાપના થઈ હતી. આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે લોકો, ખાસ કરીને બાળકોને જીવલેણ ચેપી બીમારીઓથી રક્ષણ આપવા માટે નવી અને વધુ સારી રસી (વેક્સિન) વિકસાવવા અને લોકોને ઉપલબ્ધ બનાવવા માટે કાર્યરત છે. વર્ષ 2007માં કેબિનેટની મંજૂરીને પગલે ભારત, આઈવીઆઈ સાથે જોડાયું હતું. ભારત આઈવીઆઈનું ઘણા લાંબા સમયનું સહયોગી અને હિસ્સેદાર છે. ડિસેમ્બર, 2012માં આઈવીઆઈના બોર્ડ ઑફ ટ્રસ્ટીઝ (બીઓટી)એ તેના નવા સંચાલકીય માળખાના ઘડતરને મંજૂરી આપી હતી. આઈવીઆઈના નવા સંચાલકીય માળખા મુજબ સંસ્થાના સભ્ય દેશે આઈવીઆઈને તેના મુખ્ય બજેટનો અમુક હિસ્સો ચૂકવવાનો રહે છે. ભારતનું વર્ગીકરણ જૂથ-1માં થતું હોવાથી, તેણે 50,000 અમેરિકન ડોલરનો વાર્ષિક ફાળો ચૂકવવો પડે છે.

TR