Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

1-04-2016થી અમલમાં આવે તે રીતે કે રાષ્ટ્રીય નાની બચત ભંડોળમાં રોકાણ કરવામાંથી રાજ્યોને બાકાત રાખવાની દરખાસ્તને કેબિનેટની મંજૂરી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તા. 01-04-2016થી અમલમાં આવે તે રીતે રાષ્ટ્રીય નાની બચત ભંડોળ (એનએસએસએફ)માં રોકાણ કરવામાંથી અરૂણાચલ પ્રદેશ, દિલ્હી, કેરળ અને મધ્ય પ્રદેશ સિવાયના રાજ્યોની/કેન્દ્ર શાસિત પ્રદેશો (વિધાનસભા ધરાવતા)ની સરકારોને બાકાત રાખવાની દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી હતી. આ બેઠકમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની ખાદ્ય સબસિડિની જરૂરિયાતોને પહોંચી વળવા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને એક જ વાર રૂ. 45,000 કરોડની લોન આપવાની દરખાસ્તને પણ મંજૂરી આપી દેવામાં આવી હતી.

આ અંગેની વિગતો નીચે મુજબ છેઃ

(એ) અરૂણાચલ પ્રદેશ, કેરળ, મધ્ય પ્રદેશ અને દિલ્હી સિવાયના રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો (વિધાનસભા સહિતના)ને એનએસએસએફમાં રોકાણ કરવામાંથી બાકાત રાખવા. અરૂણાચલ પ્રદેશને તેના વિસ્તારમાંથી એકત્ર થયેલા એનએસએસએફના 100 ટકા જેટલી લોન આપવામાં આવશે જ્યારે દિલ્હી, કેરળ અને મધ્ય પ્રદેશને તે વિસ્તારમાંથી એકત્ર થયેલી રકમના 50 ટકા લોન આપવામાં આવશે.

(બી) એફસીઆઇનું જે દેવા અને વ્યાજની રકમ થશે તે બજેટમાં ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગની ફાળવણી પેટે રહેશે. એનએસએસએફની લોનને પરત ભરવાની એફસીઆઇની જે જવાબદારી હશે તેને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને ખાદ્ય સબસિડી છૂટી કરવા સમાન ગણી લેવામાં આવશે. તદઅનુસાર એફસીઆઇને વિવિધ બેન્કોના જૂથ તરફથી હાલ જે કેશ ક્રેડિટની મર્યાદા આપવામાં આવી છે તેને એએસએસએફની લોનની રકમ સમકક્ષ ઘટાડવાની રહેશે

(સી) એનએસએસએફ ભવિષ્યમાં નાણાં મંત્રીની મંજૂરી સાથે વિવિધ વસ્તુઓમાં રોકાણ કરશે અને તેનો ખર્ચ ભારત સરકારને ઉઠાવવાનો રહેશે અને તે ખર્ચની મૂળ રકમ અને વ્યાજની રકમની પરત ચૂકવણીને કેન્દ્રીય બજેટમાં સમાવી લેવામાં આવશે.

01-04-2016થી એનએસએસએફમાં રોકાણ કરવામાંથી અરૂણાચલ પ્રદેશ, દિલ્હી, કેરળ અને મધ્ય પ્રદેશ સિવાયના રાજ્યોને બાકાત રાખવામાં આવશે. મૂળ રકમ અને વ્યાજની પરત ચૂકવણી માટેના નીતિ-નિયમો અને માર્ગદર્શિકા અંગે એફસીઆઇ વતી નાણાં મંત્રાલય, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ અને એફસીઆઇ વચ્ચે કાયદેસરના બંધન કરાર ઉપર સહી-સિક્કા કરવામાં આવશે અને એફસીઆઈના દેવાની પુનઃ રચના 2-5 વર્ષમાં શક્ય બનશે.

એનએસએસએફમાંથી રોકાણ કરવામાંથી રાજ્યોને એકવાર બાકાત રાખ્યા બાદ એનએસએસએફનું ભારત સરકાર પાસે રહેલું રોકાણ કરવાને લાયક ભંડોળ વધી જશે. ભારત સરકાર માટે એનસએસએફની લોનની ઉપલબ્ધતા વધવાથી ભારત સરકાર બજારનું દેવું ઘટાડી શકશે. કેન્દ્ર અને રાજ્યો દ્વારા સંયુક્ત રીતે બજારમાં રહેલા લોનને પાત્ર ભંડોળની માગમાં જો વધારો થશે એવા કિસ્સામાં જે વળતર નજીવું રહેશે. વ્યાજના તફાવત સમકક્ષ એફસીઆઈના દેવા ખર્ચમાં જે ઘટાડો થશે તેને ખાદ્ય સબસિડી ખરડામાં ભારત સરકારની બચત તરીકે દર્શાવવામાં આવશે.

એનએસએસએફમાં રોકાણ કરવામાંથી રાજ્યોને બાકાત રાખવાના અને લોન આપવાના નિર્ણય માટે કોઇ વધારાનો ખર્ચ થશે નહીં, ઉલ્ટાનું તે બદલ ભારત સરકારનો ખાદ્ય સબસિડીખર્ચ ઘટશે એવો અંદાજ મૂકવામાં આવે છે.

અરૂણાચલ પ્રદેશ, દિલ્હી, કેરળ અને મધ્ય પ્રદેશને એનએસએસએફની લોન મળવાનું ચાલું રહેશે. બજારમાંથી દેવા પેટે નાણાં લઇ શકવાપાત્ર એવા પોડ્ડુચેરી અને અન્ય 26 રાજ્યોએ એનએસએસએફ પાસેથી લોન નહીં લેવાનું પસંદ કર્યું છે.

પૂર્વભૂમિકા

ચૌદમા નાણાં પંચે (એફએફસી) એવી ભલામણ કરી હતી કે એનએસએસએફમાં રોકાણ કરવામાંથી રાજ્ય સરકારોને બાકાત રાખી શકાય. ગણતરીની દૃષ્ટિએ બજારનો દર નીચો હોવાથી રાજ્ય સરકારોને એનએસએસએફની લોન વધારાના ખર્ચે લેવી પડે છે. 22 ફેબ્રુઆરી-2015ના રોજ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એવો સ્વિકાર કરવામાં આવ્યો હતો કે ભવિષ્યમાં વિવિધ સંબંધિત વિભાગો, મંત્રાલયો અને વિભાગો સાથે પરામર્શ કરીને આ ભલામણની ચકાસણી કરી શકાય. અરૂણાચલ પ્રદેશ, કેરળ, દિલ્હી અને મધ્ય પ્રદેશને બાદ કરતા બાકીના રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોએ એનએસએસએફમાં રોકાણ કરવામાંથી પોતાને બાકાત રાખવાની ઇચ્છા દર્શાવી હતી. 01-04-2016થી અમલમાં આવે તે રીતે રાષ્ટ્રીય નાની બચત ભંડોળના કામકાજમાંથી બાકાત રખાયેલા રાજ્યની ભૂમિકા 31-03-2016 (એફએફસી ભલામણ)ના રોજ એનએસએસએફના બાકી રહેલા દેવામાં મુક્તિ અપાવવા પૂરતી જ મર્યાદિત રહેશે. નેશનલ સ્મોલ સેવિંગ ફંડમાંથી 31-03-2016 સુધીમાં જે રાજ્યોએ લોનના કરાર કર્યા હતા તે લોન 2038-39ના નાણાંકીય વર્ષ સુધીમાં પરત ભરી દેવાની રહેશે.

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઇ)ની ખાદ્ય સબસિડીની જરૂરિયાતને પહોંચી વળવા એનએસએસએફ એકત્ર કરાયેલી રકમમાંથી થોડી રકમ એફસીઆઇને આપશે, જેનાથી એફસીઆઇને તેના વ્યાજનો બોજ ઘટાડવામાં મદદ મળી રહેશે. એફસીઆઇ હાલ તેની વર્કિંગ કેપિટલ લોન 10.01 ટકાના વ્યાજ દરે કેશ ક્રેડિટ લિમિટના માધ્યમથી લે છે અને ટૂંકી મુદતની લોન સરેરાશ 9.40 ટકાના વ્યાજ દરે લે છે, જ્યારે એનએસએસએફ હાલ તેની લોન ઉપર વાર્ષિક 8.8 ટકાનો વ્યાજ દર લાગુ પાડે છે. વ્યાજ દરની ચૂકવણી પેટે થનારી આ બચતથી ભારત સરકારની ખાદ્ય સબસિડીના બોજમાં ઘટાડો થશે.

AP/TR/GP