પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને ઉરુગ્વે વચ્ચે કસ્ટમ સંબંધિત બાબતોમાં સહકાર અને પારસ્પરિક સહાય સાથે સંબંધિત સમજૂતિ પર થયેલા હસ્તાક્ષરને મંજૂરી આપી છે.
આ સમજૂતિ કસ્ટમ સંબંધિત અપરાધો અટકાવવા અને તેની તપાસ કરવા માટે પ્રસ્તુત માહિતી ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થશે. આ સમજૂતિ વેપારવાણિજ્ય માટે સુલભતા ઊભી કરશે અને બંને દેશો વચ્ચે વેપારવાણિજ્યની ચીજવસ્તુઓના અસરકારક ક્લીઅરન્સને સુનિશ્ચિત કરશે તેવી અપેક્ષા છે.
સમજૂતિનો મુસદામાં ભારતીય કસ્ટમના હિતો અને જરૂરિયાતોની, ખાસ કરીને જાહેર કરેલ કસ્ટમ મૂલ્યની ખરાઈ પર માહિતીનું આદાનપ્રદાન, ચીજવસ્તુઓના મૂળના પ્રમાણપત્રોની અધિકૃતતા અને બંને દેશો વચ્ચે વેપાર થયેલી ચીજવસ્તુઓની વિગત વગેરેને ધ્યાનમાં રાખવામાં આવી છે.
પૃષ્ઠભૂમિ:
ઉરુગ્વે લેટિન અમેરિકામાં વેપારી સંસ્થા મર્કોસુર (MERCOSUR)ના સભ્ય રાષ્ટ્રોની જેમ ભારતનો મહત્વપૂર્ણ વેપારી પાર્ટનર દેશ છે. ભારતે મર્કોસુર સાથે પ્રેફરેન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ (પીટીએ) કર્યા છે, જે 1 જૂન, 2009ના રોજ અમલમાં આવી હતી. ભારત અને ઉરુગ્વે વચ્ચે વેપારમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ સમજૂતિ બંને દેશોની કસ્ટમ વિભાગો વચ્ચે માહિતી અને ઇન્ટેલિજન્સની વહેંચણી માટે કાયદેસર કાર્યમાળખું પ્રદાન કરશે તથા કસ્ટમના કાયદા, કસ્ટમના અપરાધોના નિવારણ અને તપાસ અને કાયદેસર વેપારની સુવિધાને યોગ્ય રીતે લાગુ કરવામાં મદદરૂપ થશે. પ્રસ્તાવિત સમજૂતિના મુસદ્દાને બે કસ્ટમ વહીવટીતંત્રોની સંમતિ સાથે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
AP/JKhunt/TR/GP