પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે પશુધન ક્ષેત્રમાં વૃદ્ધિને વેગ આપવા માટે સંશોધિત રાષ્ટ્રીય ગોકુલ મિશન (આરજીએમ)ને મંજૂરી આપી દીધી છે. વિકાસ કાર્યક્રમ યોજનાનાં કેન્દ્ર ક્ષેત્રનાં ઘટક સ્વરૂપે સંશોધિત આરજીએમનો અમલ રૂ. 1000 કરોડનાં વધારાનાં ખર્ચ સાથે થઈ રહ્યો છે, જે 2021-22થી 2025-26 સુધી 15માં નાણાં પંચનાં ચક્ર દરમિયાન રૂ. 3400 કરોડનો કુલ ખર્ચ છે.
બે નવી પ્રવૃત્તિઓ ઉમેરવામાં આવી છે: (i) કુલ 15000 વાછરડાઓ ધરાવતી 30 આવાસ સુવિધાઓ બનાવવા માટે અમલીકરણ એજન્સીઓને વાછરડા ઉછેર કેન્દ્રોની સ્થાપના માટે મૂડી ખર્ચના 35% ની એક વખતની સહાય અને (2) ખેડૂતોને ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા (એચજીએમ) આઇવીએફ વાછરડાની ખરીદી માટે પ્રોત્સાહિત કરવા, જેથી આ પ્રકારની ખરીદી માટે ખેડૂત દ્વારા દૂધ સંઘો/નાણાકીય સંસ્થાઓ/બેંકો પાસેથી લેવામાં આવેલી લોન પર વ્યાજમાં 3 ટકાની માફી પ્રદાન કરી શકાય. આનાથી ઉચ્ચ ઉપજ આપતી જાતિઓના પ્રણાલીગત ઇન્ડક્શનમાં મદદ મળશે.
સંશોધિત રાષ્ટ્રીય ગોકુલ મિશનને 15માં નાણાં પંચ ચક્ર (2021-22થી 2025-26) દરમિયાન રૂ. 3400 કરોડની ફાળવણી સાથે મંજૂરી આપવામાં આવી છે.
આ યોજના રાષ્ટ્રીય ગોકુલ મિશનની ચાલુ પ્રવૃત્તિઓને ચાલુ રાખવા માટે છે – જેમાં વીર્ય સ્ટેશનોને મજબૂત કરવા, કૃત્રિમ ગર્ભાધાન નેટવર્ક, બળદ ઉત્પાદન કાર્યક્રમનો અમલ, લિંગ ક્રમબદ્ધ કરેલા વીર્યનો ઉપયોગ કરીને ત્વરિત જાતિ સુધારણા કાર્યક્રમ, કૌશલ્ય વિકાસ, ખેડૂત જાગૃતિ, સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના, સેન્ટ્રલ કેટલ બ્રીડિંગ ફાર્મ્સને મજબૂત બનાવવા સહિતની નવીન પ્રવૃત્તિઓ માટે આમાંની કોઈપણ પ્રવૃત્તિમાં સહાયની પદ્ધતિમાં ફેરફાર કાર્ય વગર ટેકો આપવાનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય ગોકુલ મિશન અને સરકારના અન્ય પ્રયાસોના અમલ સાથે છેલ્લા દસ વર્ષમાં દૂધ ઉત્પાદનમાં 63.55 ટકાનો વધારો થયો છે, તેની સાથે જ વ્યક્તિદીઠ દૂધની ઉપલબ્ધતા પણ વધી છે, જે 2013-14માં દરરોજ 307 ગ્રામ હતી, જે 2023-24માં વધીને 471 ગ્રામ પ્રતિ દિન થઈ ગઈ છે. છેલ્લા દસ વર્ષમાં ઉત્પાદકતામાં પણ 26.34 ટકાનો વધારો થયો છે.
આરજીએમ હેઠળ રાષ્ટ્રવ્યાપી કૃત્રિમ ગર્ભાધાન કાર્યક્રમ (એનએઆઈપી) દેશભરમાં 605 જિલ્લાઓમાં, જ્યાં બેઝલાઇન એઆઈ કવરેજ 50 ટકાથી ઓછું હતું. ત્યાં ખેડૂતોના ઘરઆંગણે વિનામૂલ્યે કૃત્રિમ ગર્ભાધાન (એઆઈ) પ્રદાન કરે છે. અત્યાર સુધીમાં 8.39 કરોડથી વધારે પશુઓને આવરી લેવામાં આવ્યાં છે અને 5.21 કરોડ ખેડૂતોને તેનો લાભ મળ્યો છે. ખેડૂતના ઘરના આંગણે સંવર્ધનમાં નવીનતમ તકનીકી હસ્તક્ષેપો લાવવામાં આરજીએમ પણ મોખરે છે. રાજ્ય પશુધન બોર્ડ (એસએલબી) હેઠળ અથવા યુનિવર્સિટીઓમાં દેશભરમાં કુલ 22 ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઇવીએફ) લેબ્સ સ્થાપિત કરવામાં આવી છે અને 2541થી વધુ એચજીએમ વાછરડાઓનો જન્મ થયો છે. ટેકનોલોજીમાં બે પથપ્રદર્શક પગલાંઓમાં ગૌ ચિપ અને માહિષ ચિપ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) અને આઇસીએઆર નેશનલ બ્યૂરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સિસ (એનબીએજીઆર) અને ગૌ સોર્ટ દ્વારા સ્વદેશી રીતે વિકસાવાયેલી સેક્સ સોર્ટેડ વીર્ય ઉત્પાદન ટેકનોલોજી માટે જીનોમિક ચિપ્સ સામેલ છે, જે એનડીડીબી દ્વારા વિકસાવવામાં આવી છે.
આ યોજના દૂધના ઉત્પાદન અને ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો કરશે, આખરે ખેડૂતોની આવકમાં વધારો કરશે. તે આખલાના ઉત્પાદનમાં વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક પ્રયાસો દ્વારા ભારતની સ્વદેશી ગૌવંશની જાતિઓના સંરક્ષણ અને જાળવણી અને સ્વદેશી ગૌવંશ જિનોમિક ચિપ્સના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઉપરાંત આ યોજના હેઠળ હાથ ધરવામાં આવેલી પહેલોને કારણે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઇવીએફ) એક સ્થાપિત ટેકનોલોજી બની ગઈ છે. આ પહેલથી માત્ર ઉત્પાદકતામાં વધારો થશે નહીં, પરંતુ ડેરી ઉદ્યોગમાં રોકાયેલા 8.5 કરોડ ખેડૂતોની આજીવિકામાં પણ સુધારો થશે.
AP/IJ/GP/JD