Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાજ્યસભાના સાંસદ થિરુ ઇલૈયારાજાએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


રાજ્યસભાના સાંસદ થિરુ ઇલૈયારાજાએ આજે ​​નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

શ્રી મોદીએ ઇલૈયારાજાના પ્રથમ પશ્ચિમી શાસ્ત્રીય સિમ્ફની, વેલિયન્ટની પ્રશંસા કરી, જે તાજેતરમાં લંડનમાં પ્રતિષ્ઠિત રોયલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રા સાથે રજૂ કરવામાં આવ્યું હતું. ભારતીય અને વૈશ્વિક સંગીત પર ઉસ્તાદના યાદગાર પ્રભાવને માન્યતા આપતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇલૈયારાજાને “સંગીતના દિગ્ગજ અને અગ્રણી” તરીકે બિરદાવ્યા, જેમનું કાર્ય વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠતાને પુનઃ વ્યાખ્યાયિત કરવાનું ચાલુ રાખે છે.

શ્રી મોદીએ X પોસ્ટમાં કહ્યું;

રાજ્યસભાના સાંસદ થિરુ ઇલૈયારાજાજીને મળીને આનંદ થયો, એક સંગીતમય દિગ્ગજ જેમની પ્રતિભાનો આપણા સંગીત અને સંસ્કૃતિ પર અભૂતપૂર્વ પ્રભાવ છે.

તેઓ દરેક અર્થમાં એક અગ્રણી છે અને તેમણે થોડા દિવસો પહેલા લંડનમાં તેમનું પ્રથમ પશ્ચિમી શાસ્ત્રીય સિમ્ફની, વેલિયન્ટ રજૂ કરીને ફરી એક ઇતિહાસ રચ્યો. આ પ્રદર્શન વિશ્વ-પ્રસિદ્ધ રોયલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રા સાથે હતું. આ યાદગાર પરાક્રમ તેમની અપ્રતિમ સંગીત યાત્રામાં વધુ એક પ્રકરણને ચિહ્નિત કરે છે – જે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠતાને પુનઃ વ્યાખ્યાયિત કરવાનું ચાલુ રાખે છે.

@ilaiyaraaja”

நாடாளுமன்ற மாநிலங்களவை உறுப்பினர் திரு இளையராஜா அவர்களை சந்தித்ததில் மகிழ்ச்சி அடைகிறேன். இசைஞானியான அவரது மேதைமை நமது இசை மற்றும் கலாச்சாரத்தில் மகத்தான தாக்கத்தை ஏற்படுத்தியுள்ளது. எல்லா வகையிலும் முன்னோடியாக இருக்கும் அவர், சில நாட்களுக்கு முன் லண்டனில் தனது முதலாவது மேற்கத்திய செவ்வியல் சிம்பொனியான வேலியண்ட்டை வழங்கியதன் மூலம் மீண்டும் வரலாறு படைத்துள்ளார். இந்த நிகழ்ச்சி, உலகப் புகழ்பெற்ற ராயல் பில்ஹார்மோனிக் இசைக்குழுவுடன் இணைந்து நடத்தப்பட்டது. இந்த முக்கியமான சாதனை, அவரது இணையற்ற இசைப் பயணத்தில் மற்றொரு அத்தியாயத்தைக் குறிக்கிறது – உலக அளவில் தொடர்ந்து மேன்மையுடன் விளங்குவதை இது எடுத்துக்காட்டுகிறது.

@ilaiyaraaja

 

AP/IJ/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com