Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મોરેશિયસની તેમની સત્તાવાર મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન


મારા મિત્ર, પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામના આમંત્રણ પર, હું મોરેશિયસના 57માં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે મોરેશિયસની બે દિવસીય સત્તાવાર મુલાકાતે રવાના થઈ રહ્યો છું.

મોરેશિયસ એક નજીકનો દરિયાઈ પડોશી, હિંદ મહાસાગરમાં એક મુખ્ય ભાગીદાર અને આફ્રિકન ખંડનું પ્રવેશદ્વાર છે. આપણે ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ દ્વારા જોડાયેલા છીએ. ઊંડો પરસ્પર વિશ્વાસ, લોકશાહીના મૂલ્યોમાં સહિયારી માન્યતા અને આપણી વિવિધતાની ઉજવણી આપણી શક્તિઓ છે.

લોકો વચ્ચેનું ગાઢ અને ઐતિહાસિક જોડાણ સહિયારા ગર્વનો સ્ત્રોત છે. આપણે છેલ્લા દસ વર્ષમાં લોકો કેન્દ્રિત પહેલો સાથે નોંધપાત્ર પ્રગતિ કરી છે.

અમારા વિઝન SAGARના ભાગ રૂપે, હું મોરેશિયસના નેતૃત્વ સાથે જોડાવાની તકની રાહ જોઉં છું. જેથી આપણા લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે, તેમજ હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને વિકાસ માટે, તેના તમામ પાસાઓમાં આપણી ભાગીદારીને ઉન્નત કરી શકાય અને આપણી સ્થાયી મિત્રતાને મજબૂત બનાવી શકાય.

મને વિશ્વાસ છે કે આ મુલાકાત ભૂતકાળના પાયા પર આધારિત હશે અને ભારત અને મોરેશિયસનાં સંબંધોમાં એક નવો અને ઉજ્જ્વળ અધ્યાય ખોલશે.

AP/IJ/GP/JD