પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં નવસારીમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ, બહેનો અને દીકરીઓના પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આ ખાસ દિવસે દેશની તમામ મહિલાઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આજે માતૃશક્તિનાં મહાકુંભમાં તેમને મા ગંગાનાં આશીર્વાદ મળ્યાં હતાં. ત્યારે તેમને આજે માતૃશક્તિનાં મહાકુંભમાં આશીર્વાદ મળ્યાં હતાં. પ્રધાનમંત્રીએ આજે ગુજરાતમાં બે યોજનાઓ– જી–સફલ (આજીવિકા વધારવા માટે અંત્યોદય પરિવારો માટેની ગુજરાત યોજના) અને જી–મૈત્રી (પરિવર્તનશીલ ગ્રામીણ આવક માટે વ્યક્તિઓની વૃદ્ધિ માટે ગુજરાત માર્ગદર્શક અને પ્રવેગક) લોંચ કરવાની બાબત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે વિવિધ યોજનાઓના ભંડોળને મહિલાઓના બેંક ખાતાઓમાં સીધા સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે અને આ સિદ્ધિ બદલ દરેકને અભિનંદન આપ્યા હતા.
શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, આજનો દિવસ મહિલાઓ માટે સમર્પિત છે અને તેમણે તમામનો આભાર માન્યો હતો તથા ગર્વભેર જણાવ્યું હતું કે, તેઓ પૈસાની દ્રષ્ટિએ નહીં, પણ કરોડો માતાઓ, બહેનો અને પુત્રીઓનાં આશીર્વાદને કારણે પોતાને દુનિયામાં સૌથી ધનિક વ્યક્તિ માને છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આ આશીર્વાદો મારી સૌથી મોટી તાકાત, મૂડી અને રક્ષણાત્મક ઢાલ છે.”
મહિલાઓનું સન્માન કરવાનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અત્યારે ભારત દેશની ઝડપી પ્રગતિ માટે મહિલાઓનાં નેતૃત્વમાં વિકાસનાં માર્ગે અગ્રેસર છે.” તેમણે ટિપ્પણી કરી હતી કે સરકાર મહિલાઓના જીવનમાં આદર અને સુવિધા બંનેને પ્રાધાન્ય આપે છે. તેમણે કરોડો મહિલાઓ માટે શૌચાલયોનાં નિર્માણનો ઉલ્લેખ કર્યો હતો, જેને ‘ઇજ્જત ઘર‘ અથવા “પ્રતિષ્ઠિત ઘર” તરીકે પણ ઓળખવામાં આવે છે. જેણે તેમની ગરિમામાં વધારો કર્યો છે અને કરોડો મહિલાઓ માટે બેંક ખાતાઓ ખોલવાની સાથે તેમને બેંકિંગ સિસ્ટમમાં સંકલિત કરી છે. તેમણે મહિલાઓને ધુમાડાની મુશ્કેલીઓથી બચાવવા ઉજ્જવલા સિલિન્ડરની જોગવાઈ પર પણ પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, સરકારે શ્રમજીવી મહિલાઓ માટે માતૃત્વની રજાને 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરી છે. તેમણે મુસ્લિમ બહેનોની ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બનાવવાની માંગને સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે સરકારે લાખો મુસ્લિમ બહેનોના જીવનની સુરક્ષા માટે કડક કાયદો બનાવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જ્યારે જમ્મુ–કાશ્મીરમાં કલમ 370 લાગુ હતી, ત્યારે મહિલાઓને ઘણા અધિકારોથી વંચિત રાખવામાં આવી હતી. જો તેઓ રાજ્યની બહાર કોઈની સાથે લગ્ન કરે છે, તો તેઓએ પૂર્વજોની સંપત્તિ પરનો તેમનો અધિકાર ગુમાવે અને કલમ 370 દૂર થતાં, જમ્મુ–કાશ્મીરમાં મહિલાઓને હવે તેમના અધિકારો પ્રાપ્ત થયા છે.
સમાજ, સરકાર અને મોટી સંસ્થાઓનાં વિવિધ સ્તરે મહિલાઓ માટે વધી રહેલી તકો પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “રાજકારણ હોય, રમતગમત હોય, ન્યાયતંત્ર હોય કે પોલીસ હોય, દરેક ક્ષેત્રમાં મહિલાઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે.” તેમણે નોંધ્યું હતું કે, વર્ષ 2014થી મહિલાઓની મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્ર સરકારે સૌથી વધુ મહિલા પ્રધાનો જોયા છે અને સંસદમાં મહિલાઓની હાજરી પણ વધી છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2019માં 78 મહિલા સાંસદો ચૂંટાઈ આવ્યાં હતાં અને 18મી લોકસભામાં 74 મહિલા સાંસદો ગૃહનો હિસ્સો છે. ન્યાયતંત્રમાં મહિલાઓની વધતી જતી ભાગીદારીને રેખાંકિત કરતા, જિલ્લા અદાલતોમાં તેમની હાજરી 35 ટકાથી વધુ છે. કેટલાંક રાજ્યોમાં સિવિલ જજ તરીકે નવી ભરતીમાં 50 ટકાથી વધારે મહિલાઓ સામેલ છે, એમ શ્રી મોદીએ જણાવ્યું હતું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે, જેમાંથી લગભગ અડધા સ્ટાર્ટઅપ્સમાં મહિલાઓ નેતૃત્વની ભૂમિકામાં છે.” તેમણે મુખ્ય અંતરિક્ષ અભિયાનોનું નેતૃત્વ કરી રહેલી મહિલા વૈજ્ઞાનિકોનાં મહત્ત્વપૂર્ણ પ્રદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે એ વાત પર ગર્વ વ્યક્ત કર્યો કે દુનિયામાં ભારતમાં સૌથી વધુ મહિલા પાયલટ છે. તેમણે નવસારીમાં કાર્યક્રમના આયોજન અને સુરક્ષામાં મહિલાઓની ભૂમિકાને પણ સ્વીકારી હતી. જેમાં મહિલા પોલીસ અધિકારીઓ અને અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થાનું સંચાલન કરે છે. પ્રધાનમંત્રીએ સ્વ–સહાય જૂથોની મહિલાઓ સાથેની તેમની અગાઉની વાતચીત વહેંચી હતી અને તેમનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જે ભારતની મહિલાઓની શક્તિનો પુરાવો છે. તેમણે પોતાનાં એ વિશ્વાસનો પુનરોચ્ચાર કર્યો હતો કે, વિકસિત ભારતનો સંકલ્પ પૂર્ણ થશે, જેમાં આ લક્ષ્યાંકને પાર પાડવામાં મહિલાઓ સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.
મહિલાઓની મહેનત અને સામર્થ્યના માધ્યમથી વિકસિત એક સફળ સહકારી મોડલ દેશને આપનારું સફળ સહકારી મોડલ પૂરું પાડનારા ગુજરાતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ અમૂલને વૈશ્વિક સ્તરે મળેલી માન્યતા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, કેવી રીતે ગુજરાતનાં ગામડાંઓની લાખો મહિલાઓએ દૂધ ઉત્પાદનને ક્રાંતિમાં પરિવર્તિત કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતી મહિલાઓએ પોતાને માત્ર આર્થિક રીતે જ સશક્ત નથી બનાવ્યાં, પરંતુ ગ્રામીણ અર્થતંત્રને પણ મજબૂત બનાવ્યું છે. તેમણે ગુજરાતી મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલી લિજ્જત પાપડની સફળતા પર પણ પ્રકાશ પાડ્યો હતો, જે હવે સેંકડો કરોડની બ્રાન્ડ બની ગઈ છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળને યાદ કરીને, જે દરમિયાન સરકારે ચિરંજીવી યોજના, બેટી બચાવો અભિયાન, મમતા દિવસ, કન્યા કેળવણી રથયાત્રા, કુંવરબાઈ નુ મામેરુ, સાત ફેરા સમુહ લગના યોજના અને અભયમ હેલ્પલાઈન જેવી મહિલાઓ અને કન્યાઓના કલ્યાણ માટે કેટલીક પહેલો અમલમાં મૂકી હતી. ત્યારે શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતે સમગ્ર દેશને દર્શાવ્યું છે કે, યોગ્ય નીતિઓના માધ્યમથી મહિલાઓની શક્તિ કેવી રીતે વધારી શકાય છે. તેમણે ડેરીના કામકાજ સાથે સંકળાયેલી મહિલાઓના ખાતામાં ભંડોળના સીધા હસ્તાંતરણનો ઉલ્લેખ કર્યો હતો, આ પ્રથાની શરૂઆત ગુજરાતમાં થઈ હતી અને હવે તેને દેશભરના લાખો લાભાર્થીઓ સુધી વિસ્તારવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી)એ હજારો કરોડનાં કૌભાંડો પર અંકુશ મૂક્યો છે અને ગરીબોને સહાય પ્રદાન કરી છે.
ભુજ ધરતીકંપ પછી પુનર્નિર્માણ દરમિયાન તેમના નામે મકાનો પૂરાં પાડીને મહિલા સશક્તીકરણમાં સરકારનાં પ્રયાસોનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ 2014થી અત્યાર સુધીમાં આશરે 3 કરોડ મહિલાઓ ઘરમાલિક બની છે. ત્યારે પીએમ–આવાસ યોજનામાં પણ આ જ અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. તેમણે જલ જીવન મિશનની વૈશ્વિક માન્યતા પર ટિપ્પણી કરી હતી, જેણે દેશભરનાં ગામડાંઓમાં પાણી પહોંચાડ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં હજારો ગામડાંઓનાં 15.5 કરોડ ઘરો સુધી પાઇપ દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું છે, જેમાં આ મિશનની સફળતામાં મહિલા જળ સમિતિઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ મોડેલની ઉત્પત્તિ ગુજરાતમાં થઈ હતી અને હવે તે રાષ્ટ્રવ્યાપી જળ સંકટને દૂર કરી રહ્યું છે.
પાણીની તંગીની સમસ્યાનું સમાધાન કરતી વખતે જળ સંચયનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલની આગેવાની હેઠળનાં રાષ્ટ્રવ્યાપી અભિયાન “કેચ ધ રેઇન“ની પ્રશંસા કરી હતી. જેનો ઉદ્દેશ વરસાદી પાણીનો બગાડ થતો અટકાવવાનો છે, જ્યાં તે પડે છે ત્યાં તેનું જતન કરીને તેને બચાવે છે. તેમણે નવસારીની મહિલાઓનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી, જેમણે વરસાદી પાણી બચાવવા માટે તળાવ, ચેકડેમ, બોરવેલ રિચાર્જ અને કોમ્યુનિટી સોક ખાડા સહિત 5,000થી વધારે પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, નવસારીમાં હજુ પણ સેંકડો જળસંચય યોજનાઓ ચાલી રહી છે, જેનો ઉદ્દેશ એક જ દિવસમાં 1,000 પર્ક્યુલેશન ખાડાઓનું નિર્માણ કરવાનો છે. શ્રી મોદીએ વરસાદી પાણીના સંગ્રહ અને જળ સંરક્ષણ માટે નવસારી જિલ્લાને ગુજરાતના અગ્રણી જિલ્લાઓ પૈકીનો એક ગણાવ્યો હતો અને આ ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા બદલ નવસારીની માતાઓ, બહેનો અને પુત્રીઓને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “ગુજરાતની મહિલાઓની તાકાત અને તેમનું યોગદાન કોઈ એક ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી.” શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતની પંચાયતોની ચૂંટણીમાં 50 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત છે. તેમણે નોંધ્યું હતું કે, જ્યારે તેમને પ્રધાનમંત્રી સ્વરૂપે દિલ્હી મોકલવામાં આવ્યાં હતાં, ત્યારે તેમણે આ જ પ્રકારનો અનુભવ અને પ્રતિબદ્ધતા દેશને આપી હતી. તેમણે નોંધ્યું હતું કે, નવી સંસદમાં પસાર થયેલો પ્રથમ ખરડો મહિલા સશક્તીકરણ માટે હતો, જે નારી શક્તિ વંદન અધિનિયમ તરીકે ઓળખાય છે. તેમણે ગર્વભેર ઉલ્લેખ કર્યો હતો કે, આ ખરડાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી, જેઓ આદિવાસી પૃષ્ઠભૂમિમાંથી આવે છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, એ દિવસ દૂર નથી, જ્યારે ઉપસ્થિત મહિલાઓમાંથી કોઈ એક સાંસદ કે ધારાસભ્ય બનીને આ પ્રકારનાં મંચ પર બેસશે.
મહાત્મા ગાંધીને ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશનો આત્મા ગ્રામીણ ભારતમાં વસે છે. તેમણે ઉમેર્યું હતું કે, “ગ્રામીણ ભારતનો આત્મા ગ્રામીણ મહિલાઓનાં સશક્તીકરણમાં રહેલો છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે મહિલાઓના અધિકારો અને તકોને પ્રાથમિકતા આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે અને આ આર્થિક પ્રગતિનો પાયો ઉપસ્થિત મહિલાઓ જેવી લાખો મહિલાઓએ નાંખ્યો છે. તેમણે આ સિદ્ધિમાં ગ્રામીણ અર્થતંત્ર અને મહિલા સ્વ–સહાય જૂથોની નોંધપાત્ર ભૂમિકાને સ્વીકારી હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, સમગ્ર દેશમાં 10 કરોડથી વધારે મહિલાઓ 90 લાખથી વધારે સ્વસહાય જૂથો ચલાવી રહી છે, જેમાંથી 3 લાખથી વધારે સ્વસહાય જૂથો માત્ર ગુજરાતમાં જ કાર્યરત છે. તેમણે આ લાખો મહિલાઓની આવક વધારવાની સરકારની કટિબદ્ધતાનો ઉલ્લેખ કર્યો હતો, જેનો ઉદ્દેશ તેમને “લખપતિ દીદી” બનાવવાનો છે. તેમણે જણાવ્યું હતું કે આશરે 1.5 કરોડ મહિલાઓ “લખપતિ દીદી” બની ચૂકી છે અને સરકાર આગામી પાંચ વર્ષમાં કુલ 3 કરોડ મહિલાઓને “લખપતિ દીદી” બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.
જ્યારે એક બહેન “લખપતિ દીદી” બની જાય છે, ત્યારે સમગ્ર પરિવારનું ભાગ્ય બદલાઈ જાય છે તેનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, મહિલાઓ તેમના કામમાં ગામની અન્ય મહિલાઓને પણ સામેલ કરે છે, જે ધીમે ધીમે ઘર આધારિત કાર્યને આર્થિક ચળવળમાં પરિવર્તિત કરે છે. સ્વ–સહાય જૂથોની સંભાવનાને વધારવા માટે, સરકારે છેલ્લા એક દાયકામાં તેમના બજેટમાં પાંચ ગણો વધારો કર્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સ્વસહાય જૂથોને રૂ. 20 લાખ સુધીની કોલેટરલ–ફ્રી લોન પ્રદાન કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, સ્વ–સહાય જૂથોની મહિલાઓને નવી કુશળતા પ્રાપ્ત કરવા અને નવી તકનીકીઓ સાથે જોડાવાની તકો આપવામાં આવી રહી છે.
દેશની મહિલાઓ દરેક શંકા અને ભયને દૂર કરીને આગળ વધી રહી છે એ બાબત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે “ડ્રોન દીદી” યોજના શરૂ કરવામાં આવી હતી, ત્યારે ઘણાં લોકોને ગ્રામીણ મહિલાઓ સાથે ડ્રોન જેવી આધુનિક ટેકનોલોજીની સુસંગતતા વિશે શંકા હતી. જોકે, તેમણે પોતાની બહેનો અને દીકરીઓની પ્રતિભા અને સમર્પણ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે “નમો ડ્રોન દીદી” અભિયાન કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રમાં નવી ક્રાંતિ લાવી રહ્યું છે, જે આ પરિવર્તનનું નેતૃત્વ કરી રહેલી મહિલાઓ માટે નોંધપાત્ર આવક તરફ દોરી ગયું છે. શ્રી મોદીએ એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, “બેંક સખી” અને “બીમા સખી” જેવી યોજનાઓએ ગામડાઓમાં મહિલાઓ માટે નવી તકો પ્રદાન કરી છે. ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવા માટે, “કૃષિ સખી” અને “પશુ સખી” જેવા અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં લાખો મહિલાઓને જોડવામાં આવી છે અને તેમની આવક માં વધારો કરવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારના પ્રયાસોથી ગુજરાતમાં વધુમાં વધુ 10 લાખ મહિલાઓને “લખપતિ દીદી” બનાવવાનું અભિયાન શરૂ કરવા બદલ શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રી તરીકે લાલ કિલ્લા પરથી પોતાનાં પ્રથમ સંબોધન પર ભાર મૂકીને શ્રી મોદીએ મહિલાઓ વિરુદ્ધ અપરાધો અટકાવવા અને વધુ સારા સમાજનું નિર્માણ કરવા માટે માત્ર પુત્રીઓને જ નહીં, પણ પુત્રોને પણ આ વાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં સરકારે મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે અને તેમની સામેના ગુનાઓ અટકાવવા માટે કાયદાઓને વધુ કડક બનાવ્યા છે. તેમણે મહિલાઓ સામેના ગંભીર અપરાધો માટે ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા ફાસ્ટ–ટ્રેક અદાલતોની સ્થાપના પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં દેશભરમાં આશરે 800 અદાલતોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની હવે કાર્યરત છે. આ અદાલતોએ બળાત્કાર અને પોક્સો સંબંધિત આશરે ત્રણ લાખ કેસોના નિરાકરણને ઝડપી બનાવ્યું છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે બળાત્કાર જેવા જઘન્ય અપરાધો માટે મૃત્યુદંડની જોગવાઈ પ્રસ્તુત કરી છે. તેમણે 24×7 મહિલા હેલ્પલાઇનને મજબૂત કરવા અને મહિલાઓ માટે વન–સ્ટોપ સેન્ટર્સની સ્થાપના પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં અત્યારે દેશભરમાં આશરે 800 કેન્દ્રો કાર્યરત છે, જે 10 લાખથી વધારે મહિલાઓને સહાય પ્રદાન કરે છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સંસ્થાનવાદી કાયદાઓનો સફાયો કરીને નવા અમલમાં મૂકાયેલા ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)એ મહિલાઓની સુરક્ષા સાથે સંબંધિત જોગવાઈઓને વધારે મજબૂત કરી છે.” તેમણે ઉમેર્યું હતું કે, મહિલાઓ અને બાળકો વિરુદ્ધનાં અપરાધોનું સમાધાન કરવા માટે એક અલગ પ્રકરણ ઉમેરવામાં આવ્યું છે. તેમણે સામાન્ય ફરિયાદ સ્વીકારી કે પીડિતોને ઘણીવાર ન્યાયમાં વિલંબનો સામનો કરવો પડે છે. તેમણે ઉમેર્યું હતું કે, આના નિવારણ માટે ભારતીય દંડ સંહિતામાં હવે આદેશ આપવામાં આવ્યો છે કે બળાત્કાર જેવા જઘન્ય અપરાધો માટેના આરોપો 60 દિવસની અંદર ઘડવામાં આવે અને 45 દિવસની અંદર ચૂકાદો આપવામાં આવે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવા કાયદાઓથી કોઈ પણ સ્થળેથી ઈ–એફઆઈઆર દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી પોલીસ માટે તાત્કાલિક પગલાં લેવાનું સરળ બનશે. ઝીરો એફઆઈઆરની જોગવાઈ હેઠળ, કોઈપણ મહિલા અત્યાચારનો સામનો કરે તો તે કોઈપણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસ હવે ઓડિયો–વિડિયો માધ્યમો દ્વારા બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓનાં નિવેદનો રેકોર્ડ કરી શકે છે, જેને કાયદેસર માન્યતા મળી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ડૉક્ટરો માટે તબીબી અહેવાલો મોકલવાનો સમય 7 દિવસનો નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે પીડિતોને નોંધપાત્ર સહાય પૂરી પાડે છે.
બીએનએસમાં નવી જોગવાઈઓનાં પરિણામો જોવા મળી રહ્યાં છે એ બાબત પર ભાર મૂકીને શ્રી મોદીએ ગયા ઓક્ટોબરમાં સુરત જિલ્લામાં એક દુઃખદ ઘટનાને યાદ કરી હતી, જેમાં સામૂહિક બળાત્કારના કેસમાં 15 દિવસની અંદર આરોપો ઘડવામાં આવ્યા હતા અને ગુનેગારોને થોડાં જ અઠવાડિયામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બીએનએસના અમલીકરણથી દેશભરની મહિલાઓ સામેના ગુનાઓની સુનાવણી ઝડપી થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, ઉત્તર પ્રદેશના અલીગઢમાં કોર્ટે એક સગીરના બળાત્કારીને 20 વર્ષની જેલની સજા ફટકારી હતી, જેમાં ચાર્જશીટ દાખલ કર્યાના 30 દિવસની અંદર બીએનએસ હેઠળ પ્રથમ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. કોલકાતામાં કોર્ટે સાત મહિનાના બાળક પર બળાત્કાર કરવાના આરોપમાં એક દોષીને ફાંસીની સજા સંભળાવી હતી, આ સાથે જ આ ચુકાદો ગુનાના 80 દિવસની અંદર આપવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ બીએનએસ અને અન્ય સરકારી નિર્ણયોએ કેવી રીતે મહિલાઓની સુરક્ષામાં વધારો કર્યો છે અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કર્યો છે એ દર્શાવવા માટે વિવિધ રાજ્યોના આ ઉદાહરણો પર પ્રકાશ પાડ્યો હતો.
કોઈ પણ અવરોધને તેઓ તેમનાં સ્વપ્નોમાં અવરોધ ઊભો નહીં થવા દે એ વાતનો પુનરોચ્ચાર કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જેમ પુત્ર તેની માતાની સેવા કરે છે, તેવી જ રીતે તે ભારતમાતાની અને ભારતની માતાઓ અને પુત્રીઓની પણ એ જ રીતે સેવા કરી રહ્યા છે. તેમણે 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં લોકોની મહેનત, સમર્પણ અને આશીર્વાદ મદદરૂપ થશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરીને અંતમાં જણાવ્યું હતું અને ફરી એક વખત દેશની દરેક માતા, બહેન અને પુત્રીને મહિલા દિનની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પાર્શ્વ ભાગ
મહિલા સશક્તીકરણ એ સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોનો પાયો રહ્યો છે. પ્રધાનમંત્રીના વિઝનથી દોરાયેલી સરકાર તેમના સર્વાંગી વિકાસ તરફ કદમ ઉઠાવવા કટીબધ્ધ બની છે. તેને અનુલક્ષીને પ્રધાનમંત્રીએ 8 માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં પ્રસંગે નવસારી જિલ્લામાં વાંસી બોરસી ગામમાં લખપતિ દીદી કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને લખપતિ દીદીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે 5 લખપતિ દીદીઓને લખપતિ દીદી સર્ટિફિકેટથી સન્માનિત કર્યા હતા.
જી–મૈત્રી યોજના ગ્રામીણ આજીવિકા માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે કામ કરી રહેલા સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય અને હેન્ડહોલ્ડિંગ સપોર્ટ પ્રદાન કરશે.
જી–સફલ ગુજરાતના બે મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને 13 મહત્વાકાંક્ષી તાલુકામાં અંત્યોદય પરિવારોની એસએચજી મહિલાઓને નાણાકીય સહાય અને ઉદ્યોગસાહસિક તાલીમ પ્રદાન કરશે.
Humbled to receive the blessings of our Nari Shakti in Navsari. Speaking at a programme during the launch of various initiatives. Do watch. https://t.co/zvrMBnB67J
— Narendra Modi (@narendramodi) March 8, 2025
Women’s blessings are my strength, wealth and shield, says PM @narendramodi. pic.twitter.com/SB6tSism8V
— PMO India (@PMOIndia) March 8, 2025
India is now walking the path of women-led development. pic.twitter.com/aCNi9pVF9c
— PMO India (@PMOIndia) March 8, 2025
Our government places utmost importance on ‘Samman’ and ‘Suvidha’ for women. pic.twitter.com/ChzQ7n3JfR
— PMO India (@PMOIndia) March 8, 2025
The soul of rural India resides in the empowerment of rural women. pic.twitter.com/qZ6EjxBAsR
— PMO India (@PMOIndia) March 8, 2025
Nari Shakti is rising, surpassing every fear and doubt. pic.twitter.com/wy0VXlj94I
— PMO India (@PMOIndia) March 8, 2025
In the past decade, we have given women’s safety the highest priority. pic.twitter.com/8CESftFlTj
— PMO India (@PMOIndia) March 8, 2025
AP/IJ/GP/JD
Humbled to receive the blessings of our Nari Shakti in Navsari. Speaking at a programme during the launch of various initiatives. Do watch. https://t.co/zvrMBnB67J
— Narendra Modi (@narendramodi) March 8, 2025
Women’s blessings are my strength, wealth and shield, says PM @narendramodi. pic.twitter.com/SB6tSism8V
— PMO India (@PMOIndia) March 8, 2025
India is now walking the path of women-led development. pic.twitter.com/aCNi9pVF9c
— PMO India (@PMOIndia) March 8, 2025
Our government places utmost importance on 'Samman' and 'Suvidha' for women. pic.twitter.com/ChzQ7n3JfR
— PMO India (@PMOIndia) March 8, 2025
The soul of rural India resides in the empowerment of rural women. pic.twitter.com/qZ6EjxBAsR
— PMO India (@PMOIndia) March 8, 2025
Nari Shakti is rising, surpassing every fear and doubt. pic.twitter.com/wy0VXlj94I
— PMO India (@PMOIndia) March 8, 2025
In the past decade, we have given women's safety the highest priority. pic.twitter.com/8CESftFlTj
— PMO India (@PMOIndia) March 8, 2025