Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 1 માર્ચના રોજ “કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ” વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારમાં ભાગ લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 માર્ચના રોજ બપોરે 12:30 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા “કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ” વિષય પર બજેટ પછીના વેબિનારમાં ભાગ લેશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.

વેબિનારનો હેતુ આ વર્ષની બજેટ જાહેરાતોના અસરકારક અમલીકરણની વ્યૂહરચના બનાવવા પર કેન્દ્રિત ચર્ચા માટે મુખ્ય હિતધારકોને એકસાથે લાવવાનો છે. કૃષિ વિકાસ અને ગ્રામીણ સમૃદ્ધિ પર મજબૂત ભાર સાથેનું સત્ર બજેટના વિઝનને કાર્યક્ષમ પરિણામોમાં રૂપાંતરિત કરવા માટે સહયોગને પ્રોત્સાહન આપશે. વેબિનાર ખાનગી ક્ષેત્રના નિષ્ણાતો, ઉદ્યોગ પ્રતિનિધિઓ અને વિષય નિષ્ણાતોને પ્રયાસોને સંરેખિત કરવા અને અસરકારક અમલીકરણને આગળ ધપાવવા માટે જોડશે.

AP/IJ/GP/JD