Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 14માં ભારત-ફ્રાંસ સીઇઓ ફોરમને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ 14માં ભારત-ફ્રાંસ સીઇઓ ફોરમને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોને આજે પેરિસમાં 14માં ભારત ફ્રાન્સ સીઇઓ ફોરમને સંયુક્તપણે સંબોધન કર્યું હતું. આ ફોરમ બંને પક્ષોની કંપનીઓના વિવિધ જૂથોના સીઇઓને એકમંચ પર લાવ્યું હતું, જેમાં સંરક્ષણ, એરોસ્પેસ, મહત્ત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અત્યાધુનિક ઉત્પાદન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, લાઇફસાયન્સિસ, વેલનેસ અને લાઇફસ્ટાઇલ તથા ફૂડ અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ તેમનાં સંબોધનમાં ભારતફ્રાંસ વચ્ચે વધી રહેલાં વેપારવાણિજ્ય અને આર્થિક સહયોગ તથા તેનાથી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવાની બાબતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્થિર રાજનીતિ અને આગાહી કરી શકાય તેવી નીતિગત ઇકોસિસ્ટમ પર આધારિત ભારતનાં આકર્ષણને પ્રાથમિકતા ધરાવતાં વૈશ્વિક રોકાણનાં સ્થળ તરીકે દર્શાવ્યું હતું. તાજેતરમાં બજેટમાં જાહેર થયેલા સુધારાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, વીમા ક્ષેત્ર હવે 100 ટકા એફડીઆઇ અને અને નાગરિક પરમાણુ ઊર્જા ક્ષેત્રે એસએમઆર અને એએમઆર ટેકનોલોજીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ખાનગી ભાગીદારી માટે માટે ખુલ્લું છે. કસ્ટમ્સ રેટ સ્ટ્રક્ચરને તર્કસંગત બનાવવામાં આવ્યું હતું અને જીવન જીવવાની સરળતા વધારવા માટે આવકવેરાની સરળ આચારસંહિતા લાવવામાં આવી હતી. સુધારાઓને આગળ ધપાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરીને તેમણે નોંધ્યું હતું કે, વિશ્વાસ આધારિત આર્થિક શાસન સ્થાપિત કરવા નિયમનકારી સુધારાઓ માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ જ ભાવનાથી છેલ્લાં થોડાં વર્ષોમાં 40,000થી વધારે અનુપાલનને તર્કસંગત બનાવવામાં આવ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ ફ્રાન્સની કંપનીઓને સંરક્ષણ, ઊર્જા, હાઈવે, નાગરિક ઉડ્ડયન, અંતરિક્ષ, હેલ્થકેર, ફિનટેક અને સ્થાયી વિકાસનાં ક્ષેત્રોમાં ભારતની વૃદ્ધિની ગાથામાં રહેલી પુષ્કળ તકો પર ધ્યાન આપવા આમંત્રણ આપ્યું હતું. ભારતની કુશળતા, પ્રતિભા અને નવીનતા તથા નવા શરૂ થયેલા એઆઈ, સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ, ક્રિટિકલ મિનરલ્સ અને હાઇડ્રોજન મિશનમાં વૈશ્વિક સ્તરે પ્રશંસા અને રસને રેખાંકિત કરીને તેમણે ફ્રાંસના ઉદ્યોગ સાહસોને પારસ્પરિક વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે ભારત સાથે ભાગીદારી કરવા અપીલ કરી હતી. તેમણે આ ક્ષેત્રોમાં સક્રિય જોડાણના મહત્ત્વની રૂપરેખા આપી હતી, નવીનતા, રોકાણ અને ટેકનોલોજીસંચાલિત ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે બંને દેશોની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. પ્રધાનમંત્રીની સંપૂર્ણ ટીપ્પણી અહીં જોવા મળી શકે છે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની સાથે ફ્રાંસના યુરોપ અને વિદેશી બાબતોના મંત્રી મહામહિમ જીનનોએલ બરોટ અને ફ્રાંસના અર્થતંત્ર, નાણાં અને ઔદ્યોગિક અને ડિજિટલ સાર્વભૌમત્વ(Sovereignty) મંત્રી મહામહિમ એરિક લોમ્બાર્ડે પણ ફોરમને સંબોધન કર્યું હતું.

બેઠકમાં ઉપસ્થિત બંને પક્ષોનાં સીઇઓ આ મુજબ હતાંઃ

ભારતીય પક્ષઃ

 

કંપનીનું નામ (સેક્ટર)

નામ અને હોદ્દો

1

જુબિલિઅન્ટ ફૂડવર્ક્સ/જુબિલિઅન્ટ લાઇફ સાયન્સિસ, ફૂડ અને બેવરેજીસ

હરિ ભરતિયા, કોચેરમેન અને ડાયરેક્ટર

2.

CII

ચંદ્રજીત બેનર્જી, ડાયરેક્ટર જનરલ

3.

ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડ (ટીઆરએસએલ), રેલવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર

ઉમેશ ચૌધરી, વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર

4.

ભારત લાઇટ એન્ડ પાવર પ્રાઇવેટ લિમિટેડ, (પુનઃપ્રાપ્ય ઊર્જા)

તેજપ્રિત ચોપરા, પ્રેસિડન્ટ અને સીઈઓ

5.

પી મફતલાલ ગ્રૂપ, ટેક્સટાઇલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ

વિશદ મફતલાલ, ચેરમેન

6.

બોટ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ (વેરેબલ્સ)

અમન ગુપ્તા, કોફાઉન્ડર

7.

દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ડીઆઇસીસીઆઇ), બિઝનેસ એડવોકેસી અને ઇન્ક્લુઝન

મિલિંદ કાંબલે, સ્થાપક/ચેરમેન

8.

સ્કાયરૂટ એરોસ્પેસ, એરોસ્પેસ અને સ્પેસ એન્ડ ટેકનોલોજી

પવન કુમાર ચંદના, સહસ્થાપક

9.

અગ્નિકુલ, એરોસ્પેસ એન્ડ સ્પેસ એન્ડ ટેકનોલોજી

શ્રીનાથ રવિચંદ્રન, કોફાઉન્ડર અને સીઈઓ

10.

ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ

સુકર્ણ સિંહ, મેનેજિંગ ડિરેક્ટર

11

યુપીએલ ગ્રુપ, એગ્રોકેમિકલ અને કૃષિ વ્યવસાય

વિક્રમ શ્રોફ, વાઇસ ચેરમેન અને કોસીઈઓ

12.

સુલા વાઇનયાર્ડ્સ, ફૂડ એન્ડ બેવરેજીસ

રાજીવ સામંત, સીઈઓ

13.

ડાયનેમેટિક ટેક્નોલોજીસ લિમિટેડ, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ અને એન્જિનિયરિંગ

ઉદયંત મલહોત્રા, સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર

14.

ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ (ટીસીઇ), એન્જિનિયરિંગ અને કન્સલ્ટિંગ

અમિત શર્મા, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ

15.

નાયકા, કોસ્મેટિક્સ અને કન્ઝ્યુમર ગૂડ્ઝ

ફાલ્ગુની નૈયર, સીઈઓ

ફ્રેન્ચ પક્ષ:

 

કંપનીનું નામ (સેક્ટર)

નામ અને હોદ્દો

1

એર બસ, એરોસ્પેસ અને ડિફેન્સ

ગિલૌમ ફૌરી, સીઈઓ

2.

એર લિક્વિડ, કેમિકલ્સ, હેલ્થ કેર, એન્જિનિયરિંગ

ફ્રાંસ્વા જૈકો, સીઈઓ અને એર લિક્વિડ ગ્રુપના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના

3.

બ્લાબ્લાકાર, પરિવહન, સેવાઓ

નિકોલસ બ્રુસન, સીઈઓ અને સહસ્થાપક

4

કેપજેમિની ગ્રુપ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એન્જિનિયરિંગ

એમાન એઝાત, સીઈઓ

5

ડેનોન, ફૂડ એન્ડ બેવરેજીસ

એન્ટોની ડી સેન્ટએફ્રીક, સીઈઓ

6

ઇડીએફ, એનર્જી, પાવર

લ્યુક રેમોન્ટ, ચેરમેન અને સીઈઓ

7

એજીસ ગ્રુપ, આર્કિટેક્ચર કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ

લોરેન્ટ જર્મેન, સીઈઓ

8.

એન્જી ગ્રૂપ, એનર્જી, રિન્યૂએબલ એનર્જી

કેથરિન મેકગ્રેગર, સીઇઓ અને ઇએનજીઆઇઇની બોર્ડ મેમ્બર.

9

લોરિયલ, કોસ્મેટિક્સ એન્ડ કન્ઝ્યુમર ગૂડ્ઝ

નિકોલસ હિરોનિમસ, સીઈઓ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય

10

મિસ્ટ્રલ એ.આઈ., આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

આર્થર મેન્શ, સીઈઓ અને સહસ્થાપક

11

નેવલ ગ્રુપ, ડિફેન્સ, શિપબિલ્ડિંગ, એન્જિનિયરિંગ

પિયરે એરિક પોમેલેટ, ચેરમેન અને સીઈઓ

12.

પેર્નોડ રિકાર્ડ, આલ્કોહોલ બેવરેજીસ, એફએમસીજી

એલેક્ઝાન્ડ્રે રિકાર્ડ, ચેરમેન અને સીઈઓ

13

સફ્રાન, એરોસ્પેસ અને ડિફેન્સ

ઓલિવિયર એન્ડ્રીસ, સીઈઓ

14.

સર્વિયર, ફાર્માસ્યુટિકલ્સ, હેલ્થ કેર

ઓલિવિયર લૌરો, પ્રેસિડન્ટ અને સીઈઓ

15

ટોટલ એનર્જી SE, ઊર્જા

પેટ્રિક પોયને, ચેરમેન અને સીઈઓ

16

વિકેટ, કન્સ્ટ્રક્શન

ગાય સિડોસ, ચેરમેન અને સીઈઓ

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com