Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પેરિસમાં એઆઈ એક્શન સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સમાપન ભાષણ

Concluding Address by PM at the AI Action Summit, Paris


આજની ચર્ચાઓથી એક વાત બહાર આવી છે – હિતધારકોના દ્રષ્ટિકોણમાં અને હેતુમાં એકતા છે.

હું “AI ફાઉન્ડેશન” અને “સસ્ટેનેબલ AI કાઉન્સિલ”ની સ્થાપનાના નિર્ણયનું સ્વાગત કરું છું. હું આ પહેલ માટે ફ્રાન્સ અને મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનને અભિનંદન આપું છું અને અમારા સંપૂર્ણ સમર્થનની ખાતરી આપું છું.

આપણે “AI માટે વૈશ્વિક ભાગીદારી” ને ખરેખર વૈશ્વિક બનાવવી જોઈએ. તેમાં સાઉથ ગ્લોબલ અને તેની પ્રાથમિકતાઓ, ચિંતાઓ અને જરૂરિયાતોને વધુ સમાવિષ્ટ કરવી જોઈએ.

આ એક્શન સમિટની ગતિને આગળ વધારવા માટે, ભારત આગામી સમિટનું આયોજન કરવામાં ખુશ થશે.

આભાર.

AP/IJ/GP/JD