Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એક એવું બજેટ જે વિકસિત ભારત બનાવવાના આપણા સામૂહિક સંકલ્પને વેગ આપશે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય બજેટ 2025ને ભારતની પ્રગતિ માટે ગેમ-ચેન્જર ગણાવ્યું છે, અને વિકસિત ભારત તરફ દેશની સફરને વેગ આપવામાં તેની ભૂમિકા પર ભાર મૂક્યો છે.

કેન્દ્રીય બજેટ એઆઈ, રમકડાં ઉત્પાદન, કૃષિ, ફૂટવેર, ફૂડ પ્રોસેસિંગ અને ગિગ અર્થતંત્ર સહિત અનેક ક્ષેત્રોમાં નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને ટકાઉ વિકાસ માટે માર્ગ મોકળો કરે છે.

MyGov દ્વારા X પોસ્ટ થ્રેડનો જવાબ આપતા, પીએમ મોદીએ લખ્યું;

એક એવું બજેટ જે વિકસિત ભારત બનાવવાના આપણા સામૂહિક સંકલ્પને વેગ આપશે!” #વિકસિત ભારતબજેટ 2025

AP/IJ/GP/JD