Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આર્મી ડે પર ભારતીય સેનાના અતૂટ સાહસને સલામ કર્યાં


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આર્મી ડે પર ભારતીય સેનાના અતૂટ સાહસને સલામ કર્યાં છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું હતું કે ભારતીય સેના દ્રઢ નિશ્ચય, વ્યાવસાયિકતા અને સમર્પણનું પ્રતિક છે. શ્રી મોદીએ જણાવ્યું કે, “અમારી સરકાર સશસ્ત્ર દળો અને તેમના પરિવારોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમે અનેક સુધારાઓ કર્યા છે અને આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે”.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“આજે આર્મી ડે પર આપણે ભારતીય સેનાના અતૂટ સાહસને સલામ કરીએ છીએ, જે આપણા રાષ્ટ્રની સુરક્ષાના રક્ષક તરીકે ઉભી છે. આપણે તે બહાદુરોના બલિદાનને પણ યાદ કરીએ છીએ જેઓ દરરોજ કરોડો ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.”

“ભારતીય સેના દ્રઢ સંકલ્પ, વ્યાવસાયીકરણ અને સમર્પણનું પ્રતિક છે. આપણી સરહદોનું રક્ષણ કરવા ઉપરાંત, આપણી સેનાએ કુદરતી આફતો દરમિયાન માનવતાવાદી મદદ પૂરી પાડવામાં પણ પોતાની એક છાપ છોડી છે.”

“અમારી સરકાર સશસ્ત્ર દળો અને તેમના પરિવારોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. વર્ષોથી અમે ઘણા સુધારાઓ રજૂ કર્યા છે અને આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આવનારા સમયમાં પણ આ યથાવત રહેશે.”

 

AP/IJ/GP/JT