Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી દિલ્હીના નારાયણામાં લોહરી ઉજવણીમાં સામેલ થયા

પ્રધાનમંત્રી દિલ્હીના નારાયણામાં લોહરી ઉજવણીમાં સામેલ થયા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દિલ્હીના નારાયણામાં લોહરી ઉજવણીમાં હાજરી આપી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે લોહરી ઘણા લોકો માટે, ખાસ કરીને ઉત્તર ભારતના લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. “તે નવીકરણ અને આશાનું પ્રતીક છે. તે કૃષિ અને આપણા મહેનતુ ખેડૂતો સાથે પણ જોડાયેલું છે”, શ્રી મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

લોહરી ઘણા લોકો માટે, ખાસ કરીને ઉત્તર ભારતના લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. તે નવીકરણ અને આશાનું પ્રતીક છે. તે કૃષિ અને આપણા મહેનતુ ખેડૂતો સાથે પણ જોડાયેલું છે.

આજે સાંજે, મને દિલ્હીના નારાયણામાં એક કાર્યક્રમમાં લોહરી ઉજવવાની તક મળી. જીવનના વિવિધ ક્ષેત્રના લોકો, ખાસ કરીને યુવાનો અને મહિલાઓએ ઉજવણીમાં ભાગ લીધો હતો.

દરેકને લોહરીની શુભકામનાઓ!

દિલ્હીમાં લોહરી કાર્યક્રમની કેટલીક વધુ ઝલક.”

AP/IJ/GP/JD