Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે ભારત સરકારના રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને ઓડિશા સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વચ્ચે થયેલા એમઓયુ માટે ઓડિશાના લોકોને અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે ભારત સરકારના રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને ઓડિશા સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વચ્ચે થયેલા એમઓયુ માટે ઓડિશાના લોકોને અભિનંદન આપ્યા છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે ખાસ કરીને ઓડિશાના નારી શક્તિ અને વૃદ્ધોને આ યોજના સસ્તા દરે ઉચ્ચતમ ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરશે.

ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝી દ્વારા X પર લખેલી પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યુ:

ઓડિશાના લોકોને અભિનંદન!

તે ખરેખર એક કરુણતા હતી કે ઓડિશાના મારા ભાઈઓ અને બહેનોને પાછલી સરકાર દ્વારા આયુષ્માન ભારતના લાભોથી વંચિત રાખવામાં આવ્યા હતા. આ યોજના સસ્તા દરે ઉચ્ચતમ ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરશે. તે ખાસ કરીને ઓડિશાની નારી શક્તિ અને વૃદ્ધોને લાભ આપશે.”

AP/IJ/GP/JD