Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કુવૈતના અમીર સાથે મુલાકાત કરી

PM meets the Amir of Kuwait


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કુવૈતના અમીર, મહામહિમ શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહ સાથે મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી. બાયાન પેલેસ ખાતે આગમન પર, તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને કુવૈતના પ્રધાનમંત્રી મહામહિમ અહમદ અલ-અબ્દુલ્લા અલ-અહમદ અલ-સબાહ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

નેતાઓએ બંને દેશો વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને મૈત્રીપૂર્ણ સંબંધોને યાદ કર્યા અને દ્વિપક્ષીય સહયોગને વધુ વિસ્તરણ અને ગાઢ બનાવવા માટે તેમની સંપૂર્ણ પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી. આ સંદર્ભમાં, તેઓ દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કરવા સંમત થયા હતા.

પ્રધાનમંત્રીએ કુવૈતમાં 10 લાખથી વધુ મજબૂત ભારતીય સમુદાયની સુખાકારી સુનિશ્ચિત કરવા બદલ મહામહિમ અમીરનો આભાર માન્યો હતો. મહામહિમ અમીરે કુવૈતના વિકાસમાં વિશાળ અને ગતિશીલ ભારતીય સમુદાયના યોગદાન માટે પ્રશંસા વ્યક્ત કરી હતી.

 પ્રધાનમંત્રીએ કુવૈત દ્વારા તેના વિઝન 2035ને પરિપૂર્ણ કરવા માટે હાથ ધરવામાં આવેલી નવી પહેલોની પ્રશંસા કરી હતી અને આ મહિનાની શરૂઆતમાં GCC સમિટના સફળ આયોજન માટે મહામહિમ અમીરને અભિનંદન આપ્યા હતા. અરેબિયન ગલ્ફ કપના ઉદઘાટન સમારોહમાં ગઈકાલે તેમને ગેસ્ટ ઑફ ઓનરતરીકે આમંત્રિત કરવા બદલ પ્રધાનમંત્રીએ પણ આભાર વ્યક્ત કર્યો હતો. મહામહિમ અમીરે પ્રધાનમંત્રીની ભાવનાઓને વળતર આપ્યું હતું અને કુવૈત અને ગલ્ફ ક્ષેત્રમાં મૂલ્યવાન ભાગીદાર તરીકે ભારતની ભૂમિકા માટે પ્રશંસા વ્યક્ત કરી હતી. મહામહિમ અમીરે કુવૈત વિઝન 2035ને સાકાર કરવા માટે ભારતની વધુ ભૂમિકા અને યોગદાનની આશા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ મહામહિમ અમીરને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

AP/IJ/Gp/JD