પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાના રિથાલા–નરેલા–નાથુપુર (કુંડલી) કોરિડોરને મંજૂરી આપી દીધી છે, જેમાં 26.463 કિલોમીટરનો સમાવેશ થાય છે, જે રાષ્ટ્રીય રાજધાની અને પડોશી હરિયાણા વચ્ચે કનેક્ટિવિટીમાં વધારો કરશે. આ કોરિડોર તેની મંજૂરીની તારીખથી 4 વર્ષમાં પૂર્ણ થવાનો છે.
આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો ખર્ચ રૂ. 6,230 કરોડ છે અને તેનો અમલ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (ડીએમઆરસી) ભારત સરકારનાં વર્તમાન 50:50 સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ (એસપીવી) અને નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (જીએનસીટીડી)નો ચાર વર્ષમાં થશે.
આ લાઇન અત્યારે કાર્યરત શહીદ સ્થળ (ન્યૂ બસ અડ્ડા)-રિથાલા (રેડ લાઇન) કોરિડોરનું વિસ્તરણ હશે અને રાષ્ટ્રીય રાજધાનીનાં ઉત્તર પશ્ચિમનાં વિસ્તારોમાં નરેલા, બવાના, રોહિણીનાં કેટલાંક ભાગો વગેરે વિસ્તારોમાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપશે. આ સમગ્ર પટમાં 21 સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવશે. આ કોરિડોરના તમામ સ્ટેશનો એલિવેટેડ કરવામાં આવશે.
જેનું નિર્માણ પૂર્ણ થયા પછી રિથાલા–નરેલા– નાથુપુર કોરિડોર ઉત્તરપ્રદેશનાં ગાઝિયાબાદમાં શહીદ સ્થળ ન્યૂ બસ અડ્ડા સ્ટેશનને હરિયાણાનાં નાથૂપુર સાથે દિલ્હી થઈને જોડશે, જે સંપૂર્ણ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં કનેક્ટિવિટીને ખૂબ જ વેગ આપશે.
ચોથા તબક્કાના આ નવા કોરિડોરથી એનસીઆરમાં દિલ્હી મેટ્રો નેટવર્કની પહોંચ વધશે, જેથી અર્થતંત્રને વધુ વેગ મળશે. રેડ લાઇનનાં આ વિસ્તરણથી માર્ગો પરની ગીચતામાં ઘટાડો થશે, એટલે મોટર વાહનોથી થતાં પ્રદૂષણને ઘટાડવામાં મદદ મળશે.
આ સમગ્ર પટમાં 21 સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવશે. આ કોરિડોરના તમામ સ્ટેશનો એલિવેટેડ કરવામાં આવશે. આ કોરિડોર પર જે સ્ટેશનો બનશે, તેમાં રિથાલા, રોહિણી સેક્ટર 25, રોહિણી સેક્ટર 26, રોહિણી સેક્ટર 31, રોહિણી સેક્ટર 32, રોહિણી સેક્ટર 36, બરવાલા, રોહિણી સેક્ટર 35, રોહિણી સેક્ટર 34, બવાના ઔદ્યોગિક વિસ્તાર – 1 સેક્ટર 3,4, બવાના ઔદ્યોગિક વિસ્તાર – સેક્ટર 1 સેક્ટર 1,2, બવાના જેજે કોલોની, સનોથ, ન્યૂ સનોથ, ડેપો સ્ટેશન, ભોરગઢ ગામ, અંજ મંડી નરેલા, નરેલા ડીડીએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નરેલા, નરેલા સેક્ટર 5, કુંડલી અને નાથપુર.
આ કોરિડોર દિલ્હી મેટ્રોનું હરિયાણામાં ચોથું વિસ્તરણ હશે. અત્યારે દિલ્હી મેટ્રો હરિયાણામાં ગુરુગ્રામ, બલ્લભગઢ અને બહાદુરગઢ સુધી ચાલે છે.
ફેઝ-4 (3 પ્રાયોરિટી કોરિડોર)નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેમાં 65.202 કિમી અને 45 સ્ટેશનો સામેલ છે અને આજની તારીખમાં 56 ટકાથી વધારે નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. ચોથો તબક્કો (3 પ્રાયોરિટી) કોરિડોર માર્ચ, 2026 સુધીમાં તબક્કાવાર પૂર્ણ થવાની શક્યતા છે. આ ઉપરાંત 20.762 કિલોમીટરના વધુ બે કોરિડોરને પણ મંજૂરી આપવામાં આવી છે અને તે પ્રી–ટેન્ડરિંગ તબક્કામાં છે.
અત્યારે દિલ્હી મેટ્રો સરેરાશ 64 લાખ પેસેન્જરની મુસાફરી પૂરી પાડે છે. 18–11–2024ના રોજ અત્યાર સુધીમાં મહત્તમ મુસાફરોની મુસાફરી 78.67 લાખ નોંધાઈ છે. એમઆરટીએસના મુખ્ય પરિમાણો એટલે કે સમયપાલન, વિશ્વસનીયતા અને સલામતીમાં ઉત્કૃષ્ટતાનું પ્રતીક સ્થાપિત કરીને દિલ્હી મેટ્રો શહેરની જીવાદોરી બની ગઈ છે.
હાલમાં દિલ્હી અને એનસીઆરમાં ડીએમઆરસી દ્વારા 288 સ્ટેશનો સાથે લગભગ 392 કિ.મી.ની કુલ 12 મેટ્રો લાઇન ચલાવવામાં આવી રહી છે. અત્યારે દિલ્હી મેટ્રો ભારતમાં સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવે છે અને દુનિયાની સૌથી મોટી મેટ્રોમાંની એક પણ છે.
AP/IJ/GP/JD
देशभर में कनेक्टिविटी को बेहतर बनाने के लिए हम संकल्पबद्ध हैं। इसी दिशा में हमारी सरकार ने राष्ट्रीय राजधानी क्षेत्र में दिल्ली मेट्रो के चौथे चरण के तहत रिठाला-कुंडली कॉरिडोर को स्वीकृति दी है। इससे दिल्ली-हरियाणा के बीच आना-जाना और आसान होगा।https://t.co/tJoTOTUPTi
— Narendra Modi (@narendramodi) December 7, 2024