પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે એક રાષ્ટ્ર એક સબસ્ક્રિપ્શનને મંજૂરી આપી દીધી છે, જે કેન્દ્રીય ક્ષેત્રની નવી યોજના છે, જે દેશભરમાં વિદ્વાનોના સંશોધનાત્મક લેખો અને સામયિકોના પ્રકાશન સુધી પહોંચ પ્રદાન કરશે. આ યોજનાનું સંચાલન સરળ, વપરાશકર્તાને અનુકૂળ અને સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા મારફતે કરવામાં આવશે. આ કેન્દ્ર સરકારની સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને સંશોધન અને વિકાસ પ્રયોગશાળાઓ માટે “વન નેશન વન સબ્સ્ક્રિપ્શન” સુવિધા હશે.
નવી કેન્દ્રીય ક્ષેત્રની યોજના તરીકે 3 કેલેન્ડર વર્ષ, 2025, 2026 અને 2027 માટે વન નેશન વન સબ્સ્ક્રિપ્શન માટે કુલ આશરે રૂ.6,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વન નેશન વન સબસ્ક્રિપ્શનનું નિર્માણ કરશે અને ભારત સરકાર દ્વારા છેલ્લાં એક દાયકામાં શિક્ષણનાં ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોની શ્રેણીનાં અવકાશ અને પહોંચને વધારે ગાઢ બનાવશે, જેથી ભારતનાં યુવાનો માટે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણની મહત્તમ સુલભતા સુનિશ્ચિત થઈ શકે. આ સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે એએનઆરએફ પહેલની પૂર્તિ કરશે તથા સરકારી યુનિવર્સિટીઓ, કોલેજો, સંશોધન સંસ્થાઓ અને સંશોધન અને વિકાસ પ્રયોગશાળાઓમાં સંશોધન અને નવીનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે.
વન નેશન વન સબસ્ક્રિપ્શન સ્કીમનો લાભ કેન્દ્ર કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સંશોધન અને વિકાસ સંસ્થાઓના સંચાલન હેઠળની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને કેન્દ્રીય એજન્સી દ્વારા સંકલિત રાષ્ટ્રીય લવાજમ એટલે કે, ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક (INFLIBNET) દ્વારા પ્રદાન કરવામાં આવશે, જે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)નું સ્વાયત્ત આંતર–યુનિવર્સિટી કેન્દ્ર છે. આ યાદીમાં 6,300થી વધુ સંસ્થાઓને આવરી લેવામાં આવી છે, જેમાં આશરે 1.8 કરોડ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સંશોધકોનો સમાવેશ થાય છે, જેઓ વન નેશન વન સબ્સ્ક્રિપ્શનનો સંભવિત લાભ લઈ શકશે.
આ Viksitbharat@2047, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) 2020 અને અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (એએનઆરએફ)ના લક્ષ્યોને અનુરૂપ છે. આ પહેલથી તમામ શાખાઓના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, સંશોધકો અને વૈજ્ઞાનિકોના વિશાળ સમુદાય સુધી વિદ્વતાપૂર્ણ જર્નલની પહોંચ વધશે, જેમાં ટાયર 2 અને ટિઅર 3 શહેરોનો સમાવેશ થાય છે, જેથી દેશમાં મુખ્ય અને આંતરશાખાકીય સંશોધનને પ્રોત્સાહન મળશે. એએનઆરએફ સમયાંતરે વન નેશન વન સબ્સ્ક્રિપ્શનના ઉપયોગ અને આ સંસ્થાઓના ભારતીય લેખકોના પ્રકાશનોની સમીક્ષા કરશે.
ઉચ્ચ શિક્ષણ વિભાગ પાસે યુનિફાઇડ પોર્ટલ “વન નેશન વન સબ્સ્ક્રિપ્શન” હશે, જેના દ્વારા સંસ્થાઓ જર્નલનો ઉપયોગ કરી શકશે. એએનઆરએફ સમયાંતરે વન નેશન વન સબ્સ્ક્રિપ્શનના ઉપયોગ અને આ સંસ્થાઓના ભારતીય લેખકોના પ્રકાશનોની સમીક્ષા કરશે. ડીએચઇ અને અન્ય મંત્રાલયો કે જેમની પાસે એચઇઆઇ અને સંશોધન અને વિકાસ સંસ્થાઓ છે, તેઓ આ સંસ્થાઓના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સંશોધકો વચ્ચે વન નેશન વન સબ્સ્ક્રિપ્શનની ઉપલબ્ધતા અને પદ્ધતિ વિશે સક્રિયપણે ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન (આઇઇસી) અભિયાન હાથ ધરશે, જેના પરિણામે સમગ્ર દેશમાં આ સુવિધાનો ઉપયોગ વધશે. તમામ સરકારી સંસ્થાઓના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સંશોધકો દ્વારા આ વિશિષ્ટ સુવિધાનો મહત્તમ ઉપયોગ થાય તે માટે રાજ્ય સરકારોને પણ તેમના સ્તરે ઝુંબેશ હાથ ધરવા વિનંતી કરવામાં આવશે.
AP/IJ/GP/JD
Game-changer for Indian academia and for youth empowerment!
— Narendra Modi (@narendramodi) November 26, 2024
The Cabinet has approved ‘One Nation One Subscription’, which will strengthen our efforts to become a hub for research, learning and knowledge. It will also encourage interdisciplinary studies.…