પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કઝાનમાં રશિયાની અધ્યક્ષતામાં આયોજિત 16માં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો.
બ્રિક્સના નેતાઓએ બહુપક્ષીયવાદને મજબૂત કરવા, આતંકવાદનો સામનો કરવા, આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા, સ્થાયી વિકાસ કરવા અને વૈશ્વિક દક્ષિણની ચિંતાઓ પર પ્રકાશ લાવવા સહિત ફળદાયક ચર્ચાઓ કરી હતી. બંને નેતાઓએ 13 નવા બ્રિક્સ ભાગીદાર દેશોનું સ્વાગત કર્યું હતું.
પ્રધાનમંત્રીએ બ્રિક્સ સમિટના બે સત્રોને સંબોધન કર્યું હતું. પોતાનાં સંબોધનમાં પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ સમિટ એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે દુનિયા કેટલીક અનિશ્ચિતતાઓ અને પડકારોમાંથી પસાર થઈ રહી છે, જેમાં સંઘર્ષ, આબોહવા પર વિપરીત અસરો અને સાયબર જોખમો સામેલ છે, જેનાથી બ્રિક્સ દેશો પર વધારે અપેક્ષાઓ છે. પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, આ જૂથે આ પડકારોનો સામનો કરવા માટે જનકેન્દ્રિત અભિગમ અપનાવવો જોઈએ. પ્રધાનમંત્રીએ આતંકવાદનાં વિષચક્રનો સામનો કરવા સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વિસ્તૃત સંમેલનને વહેલાસર અપનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ બ્રિક્સને વૈશ્વિક શાસન સુધારા માટે સક્રિયપણે આગળ વધવા અપીલ કરી હતી. ભારતે તેના જી-20ના પ્રમુખપદ દરમિયાન આયોજિત ગ્લોબલ સાઉથ સમિટના વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટને યાદ કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ જૂથે વૈશ્વિક દક્ષિણની ચિંતાઓને પ્રાધાન્ય આપવું જોઈએ. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતનાં ગિફ્ટ સિટી સહિત ન્યૂ ડેવલપમેન્ટ બેંકની પ્રાદેશિક હાજરીએ નવા મૂલ્યો અને અસરો ઊભી કરી છે. આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની પ્રવૃત્તિઓ પર ભાર મૂકીને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કૃષિ, સ્થિતિસ્થાપક પુરવઠા શ્રુંખલાઓ, ઇ–કોમર્સ અને વિશેષ આર્થિક ઝોનમાં વેપારને સુલભ બનાવવાનાં તેનાં પ્રયાસોએ નવી તકો ઊભી કરી છે. તેમણે લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વ્યક્ત કર્યું હતું કે, ભારત દ્વારા શરૂ કરવામાં આવેલ બ્રિક્સ સ્ટાર્ટઅપ ફોરમ, જે આ વર્ષે શરૂ થવાનું છે, તે બ્રિક્સ આર્થિક કાર્યસૂચિમાં નોંધપાત્ર મૂલ્ય ઉમેરશે.
પ્રધાનમંત્રીએ ભારત દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી લીલીછમ પહેલો વિશે વિસ્તૃત વર્ણન કર્યું હતું, જેમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન, આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધન, મિશન લાઇફ અને ગ્રીન ક્રેડિટ પહેલ સામેલ છે, જેની જાહેરાત સીઓપી28 દરમિયાન કરવામાં આવી હતી. તેમણે બ્રિક્સ દેશોને આ પહેલોમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું.
પ્રધાનમંત્રીએ 16માં બ્રિક્સ શિખર સંમેલનનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ રાષ્ટ્રપતિ પુતિનને અભિનંદન પાઠવ્યા હતા અને આ જૂથના પ્રમુખપદે બ્રાઝિલની જવાબદારી સંભાળી રહી છે ત્યારે તેમને શુભેચ્છા પાઠવી હતી. સમિટના અંતે નેતાઓએ ‘કઝાન ડેક્લેરેશન‘ અપનાવ્યું હતું.
ક્લોઝ પ્લેનરીમાં પ્રધાનમંત્રીનું સંબોધન અહીં જોવા મળી શકે છે.
ઓપન પ્લેનરીમાં પ્રધાનમંત્રીનું સંબોધન અહીં જોવા મળી શકે છે.
AP/GP/JD
My remarks during the BRICS Summit in Kazan, Russia. https://t.co/TvPNL0HHd0
— Narendra Modi (@narendramodi) October 23, 2024
With fellow BRICS leaders at the Summit in Kazan, Russia. This Summit is special because we welcomed the new BRICS members. This forum has immense potential to make our planet better and more sustainable. pic.twitter.com/l4sBYaOZSI
— Narendra Modi (@narendramodi) October 23, 2024
Together for a better planet!
— PMO India (@PMOIndia) October 23, 2024
The expanded BRICS family meets in Kazan. pic.twitter.com/TWP6IkOQnf