સ્વચ્છતા માટેના સૌથી મહત્વપૂર્ણ જન આંદોલોમાંથી એક – સ્વચ્છ ભારત મિશન – ના શુભારંભના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે 155મી ગાંધી જયંતિના અવસરે સવારે લગભગ 10 વાગ્યે, વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે.
આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી 9600 કરોડ રૂપિયાથી વધુની કિંમતના સ્વચ્છતા અને સફાઈ સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેમાં 6,800 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ સામેલ છે, જેનો ઉદ્દેશ્ય AMRUT અને AMRUT 2.0 હેઠળ શહેરી પાણી અને ગટર વ્યવસ્થાને યોગ્ય બનાવવાનો છે, 1550 કરોડથી વધુની કિંમતના 10 પ્રોજેક્ટ્સ જે રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન હેઠળ ગંગા બેસિન વિસ્તારોમાં પાણીની ગુણવત્તા સુધારવા અને કચરાના વ્યવસ્થાપન પર કેન્દ્રિત છે. અને ગોબરધન યોજના હેઠળ 1332 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 15 કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટ પ્રોજેક્ટ સામેલ છે.
સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમ ભારતની દાયકા લાંબી સ્વચ્છતા સિદ્ધિઓ અને તાજેતરમાં પૂર્ણ થયેલ સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉપલબ્ધિઓ પ્રદર્શિત કરવામાં આવશે. તે આ રાષ્ટ્રીય પ્રયાસના આગળના તબક્કા માટેનો તબક્કો પણ સેટ કરશે. તેમાં સ્થાનિક સરકારી સંસ્થાઓ, મહિલા જૂથો, યુવા સંગઠનો અને સમુદાયના નેતાઓની દેશવ્યાપી ભાગીદારીનો પણ સમાવેશ થશે, જે સુનિશ્ચિત કરશે કે સંપૂર્ણ સ્વચ્છતાની ભાવના ભારતના દરેક ખૂણે પહોંચે.
સ્વચ્છતા હી સેવા 2024ની થીમ, ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’એ ફરી એકવાર રાષ્ટ્રને સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને પર્યાવરણીય સ્થિરતાની પ્રતિબદ્ધતામાં એક કરી દીધું છે. સ્વચ્છતા હી સેવા 2024 હેઠળ, 17 કરોડથી વધુ લોકોની જનભાગીદારી સાથે 19.70 લાખથી વધુ કાર્યક્રમો પૂર્ણ થયા છે. લગભગ 6.5 લાખ સ્વચ્છતા લક્ષ્યાંક એકમોનું પરિવર્તન હાંસલ કરવામાં આવ્યું છે. લગભગ 1 લાખ સફાઈમિત્ર સુરક્ષા શિબિરોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી 30 લાખથી વધુ સફાઈમિત્રોને ફાયદો થશે. આ ઉપરાંત એક પેડ મા કે નામ અભિયાન હેઠળ 45 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com