Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પેલેસ્ટાઇનનાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રીએ પેલેસ્ટાઇનનાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2024ના રોજ ન્યૂયોર્કમાં ભવિષ્યનાં શિખર સંમેલનની સાથે સાથે પેલેસ્ટાઇનનાં રાષ્ટ્રપતિ મહામહિમ મહમૂદ અબ્બાસને મળ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ ગાઝામાં ઉદભવતા માનવતાવાદી કટોકટી અને આ વિસ્તારમાં સુરક્ષાની કથળેલી સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી તથા પેલેસ્ટાઇનનાં લોકોને ભારતનાં સતત સાથસહકારની પુનઃપુષ્ટિ કરી હતી, જેમાં સતત માનવતાવાદી સહાય સામેલ છે. પ્રધાનમંત્રીએ ઈઝરાયલપેલેસ્ટાઇનનાં મુદ્દે ભારતની સૈદ્ધાંતિક સ્થિતિ પર ખરાં ઉતરવાની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો તથા યુદ્ધવિરામ, બંધકોને મુક્ત કરવા તથા સંવાદ અને મુત્સદ્દીગીરીનાં માર્ગે પાછા ફરવાની અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ફક્ત બે રાજ્ય સમાધાન જ આ વિસ્તારમાં સ્થાયી શાંતિ અને સ્થિરતા પ્રદાન કરશે. ભારત પેલેસ્ટાઇનને માન્યતા આપનારા પ્રથમ દેશોમાંનો એક છે એ બાબતને યાદ કરીને તેમણે પેલેસ્ટાઇનનાં સભ્યપદને ભારતનાં સતત સાથસહકારની જાણકારી આપી હતી.

બંને નેતાઓએ ભારત અને પેલેસ્ટાઇનનાં દ્વિપક્ષીય સંબંધોનાં વિવિધ પાસાંઓ પર રચનાત્મક ચર્ચા કરી હતી, જેમાં સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઇનને ભારતનું સમર્થન તથા શિક્ષણ, સ્વાસ્થ્ય અને ક્ષમતા નિર્માણનાં અન્ય પ્રયાસોમાં પેલેસ્ટાઇનને સતત સાથસહકાર અને સહાય સામેલ છે. બંને નેતાઓએ ભારત અને પેલેસ્ટાઇનનાં દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવાની કટિબદ્ધતા પુનઃવ્યક્ત કરી હતી.

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com