પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નેક્સ્ટ જનરેશન લોંચ વ્હિકલ (એનજીએલવી)ને વિકસાવવાની મંજૂરી આપી દીધી છે, જે ભારતીય અંતરિક્ષ સ્ટેશનની સ્થાપના અને સંચાલનની સરકારની કલ્પનાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે તથા વર્ષ 2040 સુધીમાં ચંદ્ર પર ભારતીય ક્રૂડ લેન્ડિંગ માટે ક્ષમતા વિકસાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. એનજીએલવી એલવીએમ3ની સરખામણીએ 1.5 ગણી કિંમત સાથે વર્તમાન પેલોડ ક્ષમતા કરતાં 3 ગણી વધારે ક્ષમતા ધરાવે છે અને તેમાં પુનઃઉપયોગીપણું પણ હશે, જેના પરિણામે જગ્યા અને મોડ્યુલર ગ્રીન પ્રોપલ્શન સિસ્ટમની ઓછી કિંમતે સુલભતા થશે.
અમૃત કાળ દરમિયાન ભારતીય અવકાશ કાર્યક્રમના લક્ષ્યાંકો માટે ઊંચી પેલોડ ક્ષમતા અને પુનઃઉપયોગી ક્ષમતા ધરાવતા માનવ નિર્ધારિત પ્રક્ષેપણ વાહનોની નવી પેઢીની જરૂર છે. આથી નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ (એનજીએલવી)નો વિકાસ હાથ ધરવામાં આવ્યો છે, જે લો અર્થ ઓર્બિટમાં મહત્તમ 30 ટનની પેલોડ ક્ષમતા ધરાવતી ડિઝાઇન કરવામાં આવી છે, જે પુનઃઉપયોગમાં લઇ શકાય તેવો પ્રથમ તબક્કો પણ ધરાવે છે. અત્યારે ભારતે અત્યારે કાર્યરત પીએસએલવી, જીએસએલવી, એલવીએમ3 અને એસએસએલવી પ્રક્ષેપણ યાન મારફતે 10 ટનથી લઈને લો અર્થ ઓર્બિટ (LEO) અને 4 ટન જીઓ–સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (જીટીઓ)થી ઉપગ્રહ પ્રક્ષેપણ કરવા માટે અંતરિક્ષ પરિવહન વ્યવસ્થામાં આત્મનિર્ભરતા હાંસલ કરી છે.
એનજીએલવી વિકાસ પરિયોજના ભારતીય ઉદ્યોગની મહત્તમ ભાગીદારી સાથે લાગુ કરવામાં આવશે, જેઓ શરૂઆતમાં જ ઉત્પાદન ક્ષમતામાં રોકાણ કરશે તેવી અપેક્ષા છે, જેથી વિકાસ પછી કાર્યરત તબક્કામાં એકીકૃત સંક્રમણ શક્ય બનશે. એનજીએલવીનું નિદર્શન ત્રણ ડેવલપમેન્ટ ફ્લાઇટ (ડી1, ડી2 અને ડી3) સાથે કરવામાં આવશે, જેનો લક્ષ્યાંક વિકાસનો તબક્કો પૂર્ણ કરવા માટે 96 મહિના (8 વર્ષ) કરવાનો છે.
કુલ રૂ. 8240.00 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે અને તેમાં વિકાસનો ખર્ચ, ત્રણ વિકાસલક્ષી ઉડાનો, આવશ્યક સુવિધાની સ્થાપના, કાર્યક્રમ સંચાલન અને પ્રક્ષેપણ અભિયાન સામેલ છે.
ભારતીય અંતરિક્ષ સ્ટેશન તરફ કૂદકો
એનજીએલવીનો વિકાસ રાષ્ટ્રીય અને વાણિજ્યિક અભિયાનોને સક્ષમ બનાવશે, જેમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશન પર માનવ અંતરિક્ષયાન અભિયાનો શરૂ કરવા, ચંદ્ર/આંતર–ગ્રહીય સંશોધન અભિયાનો તેમજ લો અર્થ ઓર્બિટને સંચાર અને પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ નક્ષત્રો સામેલ છે, જેનાથી દેશમાં સંપૂર્ણ અંતરિક્ષ પ્રણાલીને લાભ થશે. આ પ્રોજેક્ટ ક્ષમતા અને ક્ષમતાની દ્રષ્ટિએ ભારતીય અવકાશ ઇકોસિસ્ટમને વેગ આપશે.
AP/GP/JD
India's space ambitions take yet another important leap with the approval of the Next Generation Launch Vehicle (NGLV)! This will bring us closer to establishing the Bharatiya Antariksh Station and achieving a crewed Moon landing by 2040.https://t.co/G2GExuQIyy
— Narendra Modi (@narendramodi) September 18, 2024