પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે નાણાકીય વર્ષ 2024-25થી 2028-29 દરમિયાન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના – IV (પીએમજીએસવાય-IV)નાં અમલીકરણ માટે ગ્રામીણ વિકાસ વિભાગની દરખાસ્તને મંજૂરી આપી હતી.
આ નાણાકીય સહાય 62,500 કિલોમીટરનાં માર્ગનાં નિર્માણ માટે પ્રદાન કરવામાં આવશે, જેનો ઉદ્દેશ 25,000 કિલોમીટરનો માર્ગ સંપર્ક ન ધરાવતાં લાયક લોકોને નવી કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે તથા નવા કનેક્ટિવિટી માર્ગો પર પુલોનું નિર્માણ/અપગ્રેડેશન કરવાનો છે. આ યોજનાનો કુલ ખર્ચ રૂ. 70,125 કરોડ થશે.
યોજનાની વિગતો:
કેબિનેટે આપેલી મંજૂરીની વિગતો નીચે મુજબ છેઃ
1. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના – IV નાણાકીય વર્ષ 2024-25થી 2028-29 માટે શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો કુલ ખર્ચ રૂ. 70,125 કરોડ છે (કેન્દ્ર સરકારનો હિસ્સો રૂ. 49,087.50 કરોડ અને સેટનો હિસ્સો રૂ. 21,037.50 કરોડ છે).
ii. આ યોજના હેઠળ, વસતી ગણતરી 2011 અનુસાર, મેદાની વિસ્તારોમાં 500થી વધુ, પૂર્વોત્તર અને પર્વતીય વસાહતો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 250થી વધુ, વિશેષ કેટેગરીના વિસ્તારો (આદિજાતિ અનુસૂચિ પાંચ, મહત્વાકાંક્ષી જિલ્લાઓ/બ્લોક્સ, રણપ્રદેશો) અને નક્સલવાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં 100થી વધુ વિસ્તારો (100થી વધુ સંપર્ક વિહોણા વિસ્તારો)ને આવરી લેવામાં આવશે.
iii. આ યોજના હેઠળ 62,500 કિમીની લંબાઈ ધરાવતાં તમામ હવામાન ધરાવતાં માર્ગો સંપર્ક વિહોણા વિસ્તારોને પ્રદાન કરવામાં આવશે. ઓલ વેધર રોડના એલાઇનમેન્ટ સાથે જરૂરી પુલોનું નિર્માણ પણ પૂરું પાડવામાં આવશે.
લાભો:
AP/GP/JD