Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી પોલેન્ડ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિને મળ્યા

પ્રધાનમંત્રી પોલેન્ડ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિને મળ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વોર્સોના બેલવેડર પેલેસ ખાતે પોલેન્ડ પ્રજાસત્તાકના પ્રમુખ શ્રી મહામહિમ આન્દ્રેજ સેબેસ્ટિયન ડુડા સાથે મુલાકાત કરી.

બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. તેઓએ ભારત-પોલેન્ડ સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કરવાનું સ્વાગત કર્યું. તેઓએ યુક્રેન અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.

પ્રધાનમંત્રીએ ‘ઓપરેશન ગંગા’ દરમિયાન યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં પોલેન્ડની અમૂલ્ય અને સમયસર સહાય માટે નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ડુડાને ભારતની મુલાકાત લેવા માટેના તેમના આમંત્રણનો પુનરોચ્ચાર કર્યો.

AP/GP/JD