Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને ગ્રાન્ડ-કોલર ઑફ ધ ઓર્ડર ઑફ તિમોર-લેસ્તેથી સન્માનિત કરવા પર ગર્વ વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કરીને ​​રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ-કોલર ઑફ ધ ઓર્ડર ઑફ તિમોર-લેસ્તેથી સન્માનિત કરવા બદલ ઘણો જ ગર્વ વ્યક્ત કર્યો છે. આ પ્રતિષ્ઠિત સન્માન ભારત અને તિમોર-લેસ્તે વચ્ચેના ઊંડા મૂળના સંબંધો અને પરસ્પર આદરને દર્શાવે છે.

પ્રધાનમંત્રી મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, “રાષ્ટ્રપતિજીને ગ્રાન્ડ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ તિમોર-લેસ્તેથી સન્માનિત થતા જોવું આપણા માટે ગર્વની ક્ષણ છે. આ આપણા દેશો વચ્ચેના મજબૂત સંબંધો અને પરસ્પર આદરને દર્શાવે છે. તે કેટલાંક વર્ષોથી જાહેર જીવનમાં તેમના અમૂલ્ય યોગદાનની પણ એક માન્યતા છે.”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com