Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારતીય ટેલીકમ્યુનિકેશન્સ સર્વિસ ગ્રૂપ ‘એ’ની કેડર સમીક્ષાને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં ભારતીય ટેલીકમ્યુનિકેશન સર્વિસના ગ્રૂપ ‘એ’ના કેડર સમીક્ષાને મંજૂરી આપવામાં આવી છે.

આ દરખાસ્ત નીચે મુજબની ખાસિયતો ધરાવે છેઃ

(a) ડિરેક્ટર જનરલ ઓફ ટેલીકોમના એક સર્વોચ્ચ સ્તરની રચના કરવી.

(b) ડ્યુટી પોસ્ટની સંખ્યા 853 નક્કી કરવી.

(c) આઇટીએસના ડેપ્યુટેશન માટે 310 પોસ્ટની ડેપ્યુટેશન અનામત પ્રદાન કરવું • અન્ય વિભાગો/સંસ્થાઓના અધિકારીઓ.

(d) બીએસએનએલ/એમટીએનએલમાં આઇટીએસ અધિકારીઓના પોસ્ટિંગ માટે વિશેષ ઘટતી અનામત પ્રદાન કરવી.

(e) કેડરની સંખ્યા હાલ કાર્યરત સંખ્યા 1690 પૂરતી નિયંત્રિત રાખવી.

આ મંજૂરી ટેલીકોમ વિભાગના હેડક્વાર્ટર અને ફિલ્ડ યુનિટમાં કાર્યકારી જરૂરિયાતના આધારે કેડર માળખાને મજબૂત કરશે. તે બીએસએનએલ/એમટીએનએલમાં કુશળ માનવ સંસાધનની જરૂરિયાત પણ પૂર્ણ કરશે. અત્યારે આઇટીએસ અધિકારીઓની ભરતી બંધ છે, પણ આ મંજૂરી સ્થગિતતા ઘટાડશે.

પૃષ્ઠભૂમિ:

ભારતીય ટેલીકોમ સેવા ગ્રૂપ ”એ”ની રચના ટેલીકમ્યુનિકેશન્સ સાથે સંબંધિત ક્ષેત્રોમાં સરકારની નીતિ, ટેકનિકલ અને વ્યવસ્થા સાથે સંબંધિત કામગીરીને પૂર્ણ કરવા 1965માં થઈ હતી. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા હાથ ધરવામાં આવેલ એન્જિનીયરિંગ સર્વિસીસની પરીક્ષા મારફતે પસંદ થયેલા આઇટીએસના અધિકારીઓ ટેલીકોમ વિભાગ (ડીઓટી) અને તેના સરકારી કંપનીઓ (બીએસએનએલ, એમટીએનએલ અને ટીસીઆઇએલ), ભારતીય ટેલીકોમ નિયમનકારી સત્તામંડળ (ટ્રાઇ), ટેલીકોમ ડિસ્પ્યુટ સેટલમેન્ટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (ટીડીસેટ) તથા કેન્દ્ર સરકારનાં મંત્રાલયો/વિભાગો/સ્વાયત્ત સંસ્થાઓ અને રાજ્ય સરકારોમાં ડેપ્યુશન પર કામ કરે છે.

આઇટીએસની કેડર સમીક્ષા 28 વર્ષ પછી હાથ ધરવામાં આવી છે – છેલ્લી કેડર સમીક્ષા 1988માં થઈ હતી. ત્યારબાદ ટેલીકોમ સેવાની જોગવાઈની કામગીરીઓ ટેલીકોમ વિભાગમાંથી અલગ કરવામાં આવી છે, પણ ટેલીકોમ લાઇસન્સિંગ, મોનિટરિંગ, લાઇસન્સ શરતોનો અમલ, નેટવર્ક સીક્યોરિટી, આંતરકાર્યક્ષમતા, પ્રમાણીકરણ, કાયદેસર મધ્યસ્થી અને સાર્વત્રિક સેવા જવાબદારી વગેરે સાથે સંબંધિત નવી કામગીરીઓ ઉમેરાઈ છે. ઉપરાંત અગાઉ કામગીરીઓ સાથે સંકળાયેલી અન્ય અનેક કામગીરીઓમાં વોલ્યુમ અને મહત્ત્વ બંનેની દ્રષ્ટિએ નોંધપાત્ર વધારો થયો છે. મજબૂત ટેલીકોમ માળખું ડિજિટલ સોસાયટીની કરોડરજ્જુ છે. આ ક્ષેત્રમાં ક્રાંતિકારી ફેરફારો થઈ રહ્યાં છે – જેથી નિયમન, અમલીકરણ અને સુરક્ષા સાથે સંબંધિત જટિલ સમસ્યાઓને સપાટી પર આવી છે – જેનું સમાધાન કરવા ટેલીકમ્યુનિકેશન્સ વિભાગમાં ઉચ્ચ સ્તરીય ટેકનિકલ સુપરવિઝનની જરૂર છે. એટલે આઇટીએસ અધિકારીઓના કેડર માળખાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જે ટેલીકમ્યુનિકેશન વિભાગની ભૂમિકા અને જવાબદારીઓનું વહન કરવા આવશ્યક ગણાય છે. ઉપરાંત બીએસએનએલ અને એમટીએનએલની કામગીરીને સુધારવા આઇટીએસ અધિકારીઓની ભૂમિકાને પણ ધ્યાનમાં લેવામાં આવી છે.

વિવિધ ગ્રેડમાં સેવાની સ્થગિતતા સાથે આ હકીકતોની સમીક્ષા આઇટીએસના માળખામાં કરવાની જરૂર છે.

કેડરની સંખ્યા કેડરની હાલની સંખ્યાને ધ્યાનમાં રાખીને નિયંત્રિત કરવામાં આવી છે અને કેડર સમીક્ષા માટે સરકારને નવસેરથી નાણાકીય પ્રતિબદ્ધતા કરવાની જરૂર નહીં પડે.

AP/J.Khunt/GP