પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળના કેન્દ્રીય મંત્રી મંડળે લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રાલય હેઠળ ડેવલપમેન્ટ કમિશ્નરની ઓફિસમાં ‘ઇન્ડિયન એન્ટરપ્રાઈઝ ડેવલપમેન્ટ સર્વિસ (આઈઈડીએસ)ના નામ હેઠળ એક નવી સેવા તથા કેડર રીવ્યુના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. નવી કેડરનું નિર્માણ તથા માળખામાં આવેલ પરિવર્તન એ માત્ર સંસ્થાને જ મજબુત નહીં કરે પરંતુ “સ્ટાર્ટ અપ ઇન્ડિયા”, “સ્ટેન્ડ અપ ઇન્ડિયા” અને “મેક ઈન ઇન્ડિયા”ના ધ્યેયને પ્રાપ્ત કરવામાં પણ મદદ કરશે.
આ પગલું સંસ્થાની ક્ષમતા અને ચોકસાઈમાં પણ સુધારો કરશે અને ટેકનિકલ ઓફિસર્સની ધ્યેયલક્ષી અને નિષ્ઠાવાન કેડરના નિર્માણ દ્વારા એમએસએમઈ ક્ષેત્રમાંવિકાસ સાધવામાં મદદ કરશે.
AP/J.Khunt/GP