પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે કેન્દ્રીય ક્ષેત્રની યોજના “નેશનલ ફોરેન્સિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્હાન્સમેન્ટ સ્કીમ (એનએફઆઇઇએસ) માટેનાં ગૃહ મંત્રાલયનાં પ્રસ્તાવને મંજૂરી આપી હતી, જેમાં વર્ષ 2024-25થી વર્ષ 2028-29નાં ગાળા દરમિયાન રૂ. 2254.43 કરોડનો કુલ નાણાકીય ખર્ચ થશે. કેન્દ્રીય ક્ષેત્રની યોજનાના નાણાકીય ખર્ચની જોગવાઈ ગૃહ મંત્રાલય દ્વારા તેના પોતાના બજેટમાંથી કરવામાં આવશે.
મંત્રીમંડળે આ યોજના હેઠળ નીચેનાં ઘટકોને મંજૂરી આપી છેઃ
2. દેશમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝની સ્થાપના.
3. એનએફએસયુનાં દિલ્હી કેમ્પસનાં હાલનાં માળખાગત સુવિધામાં વધારો.
ભારત સરકાર પુરાવાની વૈજ્ઞાનિક અને સમયસર ફોરેન્સિક તપાસ પર આધારિત અસરકારક અને કાર્યદક્ષ ફોજદારી ન્યાય વ્યવસ્થા સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ યોજના એક કાર્યક્ષમ ફોજદારી ન્યાય પ્રક્રિયા માટે પુરાવાની સમયસર અને વૈજ્ઞાનિક તપાસમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત, પ્રશિક્ષિત ફોરેન્સિક વ્યાવસાયિકોનાં મહત્ત્વ પર ભાર મૂકે છે, જે ટેકનોલોજીમાં પ્રગતિનો લાભ ઉઠાવે છે તથા અપરાધની અભિવ્યક્તિઓ અને પદ્ધતિઓ વિકસાવે છે.
7 વર્ષ કે તેથી વધુની સજા સાથે સંકળાયેલા ગુનાઓ માટે ફોરેન્સિક તપાસ ફરજિયાત બનાવતા નવા ફોજદારી કાયદાઓ ઘડવાની સાથે ફોરેન્સિક સાયન્સ પ્રયોગશાળાઓના કામના ભારણમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. વધુમાં, દેશમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (એફએસએલ)માં પ્રશિક્ષિત ફોરેન્સિક માનવબળની નોંધપાત્ર અછત છે.
આ વધેલી માગને પહોંચી વળવા રાષ્ટ્રીય ફોરેન્સિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર રોકાણ અને વૃદ્ધિ આવશ્યક છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (એનએફએસયુ) અને નવી સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (સીએફએસએલ)નાં વધારાનાં ઓફ–કેમ્પસની સ્થાપના તાલીમબદ્ધ ફોરેન્સિક માનવબળની અછતને દૂર કરશે, ફોરેન્સિક પ્રયોગશાળાઓનાં કેસ લોડ/પેન્ડન્સીને દૂર કરશે તથા ભારત સરકારનાં 90 ટકાથી વધારે અપરાધનાં ઊંચા દરને હાંસલ કરવાનાં લક્ષ્યાંક સાથે સુસંગત થશે.
AP/GP/JD