ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા બાદ, પ્રધાનમંત્રી મોદીએ પીએમ કિસાન નિધિના 17મા હપ્તાને અધિકૃત કરતી તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને લગભગ 20,000 કરોડ રૂપિયાનું વિતરણ કરાશે.
ફાઇલ પર હસ્તાક્ષર કર્યા પછી પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમારી સરકાર કિસાન કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેથી તે યોગ્ય છે કે ચાર્જ સંભાળ્યા પછી સહી કરવા માટેની સૌ પ્રથમ ફાઇલ ખેડૂત કલ્યાણ સાથે સંબંધિત હોય. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુ કામ કરતા રહેવા માંગીએ છીએ.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
देशभर के अपने किसान भाई-बहनों का जीवन आसान बनाने के लिए हमारी सरकार प्रतिबद्ध है। यह मेरे लिए सौभाग्य की बात है कि लगातार तीसरी बार प्रधानमंत्री के रूप में कार्यभार संभालने के बाद पहला काम उनके लिए ही करने का अवसर मिला है। इसके तहत पीएम किसान सम्मान निधि की 17वीं किस्त से जुड़ी… pic.twitter.com/YZQK3VCXIH
— Narendra Modi (@narendramodi) June 10, 2024