Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઇટાલીના મુક્તિ દિવસ પર શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ મુક્તિ દિવસની 79મી વર્ષગાંઠ નિમિત્તે પીએમ મેલોની અને ઇટાલીના લોકોને તેમની શુભેચ્છાઓ પાઠવી.

જૂન 2024માં ઇટાલીના પુગ્લિયામાં યોજાનાર G7 સમિટ આઉટરીચ સેશનમાં આમંત્રણ આપવા બદલ તેમણે પીએમ મેલોનીનો આભાર માન્યો હતો. નેતાઓએ ઇટાલીની અધ્યક્ષતામાં G7 સમિટમાં ભારતની G20 અધ્યક્ષતાના મહત્વપૂર્ણ પરિણામોને આગળ લઈ જવાની, ખાસ કરીને ગ્લોબલ સાઉથને સમર્થન આપવાની વાત પર ચર્ચા કરી.

તેમણે દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાનું ચાલુ રાખવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.

બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com