પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21મી એપ્રિલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સવારે 10 વાગ્યે મહાવીર જયંતિના શુભ અવસર પર 2550મા ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી એક સ્મારક ટિકિટ અને સિક્કો બહાર પાડશે અને આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.
24મા તીર્થંકર ભગવાન મહાવીરે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા જૈન સિદ્ધાંતો દ્વારા શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને વૈશ્વિક ભાઈચારાના માર્ગને પ્રકાશિત કર્યો.
જૈનો મહાવીર સ્વામી જી સહિત દરેક તીર્થંકરના પાંચ કલ્યાણક (મુખ્ય પ્રસંગો) ઉજવે છે: ચ્યવન/ગર્ભ કલ્યાણક; જન્મ કલ્યાણક; દીક્ષા કલ્યાણક; કેવલજ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક. 21મી એપ્રિલ 2024એ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક છે અને સરકાર જૈન સમુદાય સાથે ભારત મંડપમમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીને આ પ્રસંગની ઉજવણી કરી રહી છે, જ્યારે જૈન સમુદાયના સંતો મંડળને આશીર્વાદ આપી રહ્યા છે.
AP/GP/JD