સદીઓથી ભારત અને ભૂતાન વચ્ચે પારસ્પરિક વિશ્વાસ, સદ્ભાવના અને સમજણ સાથે જોડાયેલી મૈત્રી અને સહકારનાં ગાઢ સંબંધ રહ્યાં છે. આપણાં સાંસ્કૃતિક જોડાણ અને સામાન્ય ભૂગોળ આપણને જોડે છે. મજબૂત આર્થિક અને નાણાકીય સંબંધો આપણને બાંધી રાખે છે. ભારત અને ભૂતાનના લોકો વચ્ચેની ગાઢ મિત્રતા આપણી મિત્રતાના કેન્દ્રમાં રહેલી છે. આપણા બંને દેશો વચ્ચેના સંબંધો અપવાદરૂપ પડોશી સંબંધોનું ઉદાહરણ છે.
આપણા બંને દેશો વચ્ચે સ્થાયી ભાગીદારી આપણા સામાન્ય મૂલ્યો તેમજ આપણા સહિયારા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસામાં જોડાયેલી છે. ભારત માટે ભૂતાન અને ભારત માટે ભૂતાન આ ક્ષેત્રની સ્થાયી વાસ્તવિકતા છે, જેનું પોષણ ભૂતાનના એક પછી એક ડ્રુક ગ્યાલ્પોસના પ્રબુદ્ધ વિઝન તથા ભારત અને ભૂતાનમાં રાજકીય નેતૃત્વ દ્વારા કરવામાં આવ્યું છે.
અમે અમારી પારસ્પરિક સુરક્ષા સાથે સંબંધિત અમારા બંને દેશો વચ્ચે સહકારથી સંતોષ વ્યક્ત કરીએ છીએ. અમે અમારા રાષ્ટ્રીય હિતો સાથે સંબંધિત મુદ્દાઓ પર એકબીજા સાથે અમારા ગાઢ સંકલન અને સહકારને ચાલુ રાખવા સંમત થયા છીએ.
સંયુક્તપણે આપણે એક પરિવર્તનકારી ભાગીદારીને આગળ ધપાવીશું, જે આપણા ખાસ અને વિશિષ્ટ સંબંધોને આગળ વધારશે. આમાં રેલવે લિન્ક, રોડ, હવાઈ માર્ગ, જળમાર્ગો, ચીજવસ્તુઓ અને સેવાઓની સરહદ પારથી અવિરત અવરજવર માટે વેપાર માળખું, આર્થિક તેમજ ડિજિટલ કનેક્ટિવિટી મારફતે ભૌતિક જોડાણનાં સૌથી વ્યાપક સ્વરૂપે જોડાણને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.
વર્ષ 1961માં ભૂતાનની પ્રથમ પંચવર્ષીય યોજના પછી ભૂતાન સાથે ભારતની વિકાસલક્ષી ભાગીદારી લોકોને સશક્ત બનાવી રહી છે અને વિવિધ ક્ષેત્રો અને પ્રદેશોમાં વિકાસને સુનિશ્ચિત કરી રહી છે. આપણી વિકાસલક્ષી ભાગીદારી ભારતના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’ના અભિગમ અને ભૂતાનમાં કુલ રાષ્ટ્રીય ખુશીની ફિલસૂફીનો સંગમ છે. આપણે ભૂતાનના લોકો અને સરકારની પ્રાથમિકતાઓ તથા મહામહિમના વિઝનને અનુરૂપ આપણી વિકાસલક્ષી ભાગીદારીને વિસ્તારવાનું ચાલુ રાખીશું.
આપણો ઊર્જા સહકાર ઊંડા આર્થિક જોડાણનું દૃશ્યમાન ઉદાહરણ છે, જે પારસ્પરિક લાભદાયક પરિણામોમાં પરિણમે છે. અમે હાઇડ્રોપાવર, સૌર અને ગ્રીન હાઇડ્રોજનનાં ક્ષેત્રોમાં અમારી સ્વચ્છ ઊર્જા ભાગીદારીને વિસ્તારવાનું જાળવી રાખીશું તથા સંયુક્તપણે નવા પ્રોજેક્ટ્સ વિકસાવીશું, જે આ વિસ્તારમાં ઊર્જા સુરક્ષા વધારવા માટે અમારી ટેકનોલોજીકલ ક્ષમતા, વ્યાવસાયિક ક્ષેત્રની જીવંતતા અને બંને દેશોની કુશળ પ્રતિભાને દિશા પ્રદાન કરશે. આ સંબંધમાં, અમે ભારત-ભૂતાન ઊર્જા ભાગીદારી પર સંયુક્ત વિઝન સ્ટેટમેન્ટને આવકારીએ છીએ.
આપણા રાષ્ટ્રો ગહન ડિજિટલ અને ટેકનોલોજીકલ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે અમારો સંયુક્ત પ્રયાસ ઝડપી આર્થિક વૃદ્ધિ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો અને બંને દેશના લોકોની સુખાકારીને પ્રોત્સાહન આપવાનો રહેશે. અમે સ્પેસ ટેકનોલોજી, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાર્ટ-અપ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્વચ્છ ઊર્જા, સ્ટેમ સંશોધન અને શિક્ષણ તથા ડિજિટલ કૌશલ્ય વિકાસનાં વિશિષ્ટ ક્ષેત્રોમાં અમારી ભાગીદારીને વધારે ગાઢ બનાવીશું.
અમે એકબીજા સાથે વેપાર અને રોકાણનાં જોડાણોને મજબૂત કરીશું, ખાસ કરીને ખાનગી ક્ષેત્ર મારફતે, જેમાં ગેલેફુ સ્પેશ્યલ એડમિનિસ્ટ્રેટિવ રિજન વિકસાવવાનાં હિઝ મેજેસ્ટીનાં વિઝનનાં સંદર્ભનો સમાવેશ થાય છે, જે સ્થાયી રીતે આ વિસ્તારમાં વધારે આર્થિક જોડાણ તરફ દોરી જશે, આર્થિક ભાગીદારીને પ્રોત્સાહન આપશે તથા ભારત અને ભૂતાનનાં લોકોને નજીક લાવશે.
લોકોથી-લોકોના ઉત્કૃષ્ટ સંબંધો આપણા અપવાદરૂપ દ્વિપક્ષીય સંબંધોનો પાયો પૂરો પાડે છે. અમે વિદ્વાનો, શિક્ષણવિદો, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો, રમતવીરોનાં આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપીને લોકો સાથેનાં જોડાણને પ્રોત્સાહન આપીશું. અમે અમારા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંબંધોને પોષવાનું ચાલુ રાખીશું, જેમાં એકબીજાના દેશોમાં આદરણીય સાંસ્કૃતિક વારસાના સ્થળોની લોકોની મુલાકાતો સામેલ છે.
અમે શિક્ષણ, કૌશલ્ય, ઉદ્યોગસાહસિકતા, ટેકનોલોજી, રમતગમત અને રચનાત્મક અને સાંસ્કૃતિક ઉદ્યોગો મારફતે યુવા વિકાસને પ્રોત્સાહન આપતા ક્ષેત્રોમાં અમારી ભાગીદારીને વેગ આપવાનાં અનિવાર્યતાને સ્વીકારીએ છીએ. ભારત-ભૂતાન ભાગીદારી વધુ સારા ભવિષ્ય માટે આપણા યુવાનોના સ્વપ્નો અને આકાંક્ષાઓને પૂર્ણ કરશે.
ભારતે તેના ઇતિહાસમાં એક નવા અધ્યાયમાં પ્રવેશ કર્યો છે, જે ઝડપી સામાજિક-આર્થિક પ્રગતિ અને તકનીકી પ્રગતિની લાક્ષણિકતા ધરાવે છે, અને અમૃત કાલમાં 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા માટે પ્રયત્નશીલ છે. ભૂતાન 2034 સુધીમાં ઉચ્ચ આવક ધરાવતો દેશ બનવાનું વિઝન ધરાવે છે અને તે તેના આર્થિક વિકાસના નવા તબક્કાની શરૂઆત કરી રહ્યું છે. પ્રગતિ અને સમૃદ્ધિની સામાન્ય શોધમાં, ભારત અને ભૂતાન મિત્રો અને ભાગીદારોની સૌથી નજીક રહેશે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com