પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરી, 2024ના રોજ બપોરે 12:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘વિકસિત ભારત વિકસિત છત્તીસગઢ‘ કાર્યક્રમને સંબોધિત કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી રૂ. 34,400 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ માર્ગો, રેલવે, કોલસો, ઊર્જા, સૌર ઊર્જા સહિત કેટલાંક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને પૂર્ણ કરે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એનટીપીસીનો લારા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ, પ્રથમ તબક્કો (2×800 મેગાવોટ) દેશને અર્પણ કરશે અને છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં એનટીપીસીના લારા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ, સ્ટેજ -2 (2×800 મેગાવોટ)નો શિલાન્યાસ કરશે. સ્ટેશનનો પ્રથમ તબક્કો આશરે રૂ. 15,800 કરોડના રોકાણ સાથે બાંધવામાં આવ્યો છે, જ્યારે પ્રોજેક્ટના બીજા તબક્કાનું નિર્માણ પ્રથમ તબક્કાની જગ્યાની ઉપલબ્ધ જમીન પર કરવામાં આવશે, જેથી વિસ્તરણ માટે કોઈ વધારાની જમીનની જરૂર નહીં પડે અને તેમાં રૂ. 15,530 કરોડના રોકાણની જરૂર પડશે. અત્યંત કાર્યદક્ષ સુપર ક્રિટિકલ ટેકનોલોજી (પ્રથમ તબક્કા માટે) અને અલ્ટ્રા સુપર ક્રિટિકલ ટેકનોલોજી (તબક્કા-2 માટે) સાથે સજ્જ આ પ્રોજેક્ટથી કોલસાનો ઓછો ચોક્કસ વપરાશ અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન સુનિશ્ચિત થશે. જ્યારે પ્રથમ અને દ્વિતીય તબક્કાની 50 ટકા વીજળી છત્તીસગઢ રાજ્યને ફાળવવામાં આવી છે, ત્યારે આ પ્રોજેક્ટ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી જેવા અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વીજળીની સ્થિતિ સુધારવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ વિસ્તારમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનાં એક પગલાં સ્વરૂપે પ્રધાનમંત્રી રાજનાંદગાંવમાં આશરે રૂ. 900 કરોડનાં ખર્ચે નિર્મિત સોલર પીવી પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. આ પરિયોજનાથી દર વર્ષે અંદાજે 243.53 મિલિયન યુનિટ ઊર્જાનું ઉત્પાદન થશે અને 25 વર્ષમાં આશરે 4.87 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે આ જ સમયગાળા દરમિયાન આશરે 8.86 મિલિયન વૃક્ષો દ્વારા અલગ પાડવામાં આવેલા કાર્બનની સમકક્ષ છે.
આ વિસ્તારમાં રેલવેની માળખાગત સુવિધાને મજબૂત કરવા પ્રધાનમંત્રી આશરે રૂ. 300 કરોડનાં ખર્ચે બિલાસપુર–ઉસલાપુર ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે. આનાથી બિલાસપુરમાં કટની તરફ જતા ટ્રાફિકની ભારે ભીડ અને કોલસાનો ટ્રાફિક બંધ થશે. પ્રધાનમંત્રી ભિલાઈમાં 50 મેગાવોટનો સોલર પાવર પ્લાન્ટ પણ અર્પણ કરશે. તે દોડતી ટ્રેનોમાં સૌર ઊર્જાના ઉપયોગમાં મદદ કરશે.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ – 49નાં 55.65 કિલોમીટરની લંબાઈ ધરાવતાં વિભાગનાં પુનર્વસન અને અપગ્રેડેશનને બે લેનમાં પરિવર્તિત કરવા માટેનાં માર્ગને પાકા ખભા સાથે સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ બે મહત્વપૂર્ણ શહેરો બિલાસપુર અને રાયગઢ વચ્ચે કનેક્ટિવિટી સુધારવામાં મદદ કરશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ – 130નાં 52.40 કિલોમીટરની લંબાઈ ધરાવતાં વિભાગનાં પુનર્વસન અને અપગ્રેડેશનને પાકા ખભા સાથે ટૂ–લેનમાં અપગ્રેડ કરવા માટે સમર્પિત પણ કરશે. આ પ્રોજેક્ટ રાયપુર અને કોરબા શહેર સાથે અંબિકાપુર શહેરની કનેક્ટિવિટી સુધારવામાં મદદ કરશે અને આ વિસ્તારના આર્થિક વિકાસને વેગ આપશે.
AP/GP/JD