પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પીવી નરસિમ્હા રાવને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે.
તેમણે ઉલ્લેખ કર્યો કે શ્રી નરસિમ્હા રાવનો પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ આર્થિક વિકાસના નવા યુગને પ્રોત્સાહન આપતાં વૈશ્વિક બજારો માટે ભારતને ખુલ્લું મૂકનારા મહત્ત્વપૂર્ણ પગલાં દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પીવી નરસિમ્હા રાવ ગરુને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે તે જણાવતા આનંદ થાય છે.
એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને રાજનેતા તરીકે, નરસિમ્હા રાવ ગરુએ વિવિધ ક્ષમતાઓમાં ભારતની વ્યાપક સેવા કરી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી તરીકે અને ઘણા વર્ષો સુધી સંસદ અને વિધાનસભાના સભ્ય તરીકે તેમણે કરેલા કાર્યો માટે તેમને સમાન રીતે યાદ કરવામાં આવે છે. તેમનું દૂરંદેશી નેતૃત્વ ભારતને આર્થિક રીતે ઉન્નત બનાવવામાં, દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે મજબૂત પાયો નાખવામાં મહત્ત્વપૂર્ણ હતું.
નરસિમ્હા રાવ ગરુના પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ એ નોંધપાત્ર પગલાં દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યો હતો જેણે ભારતને વૈશ્વિક બજારો માટે ખુલ્લું મૂક્યું હતું અને આર્થિક વિકાસના નવા યુગને પ્રોત્સાહન આપ્યું હતું. વધુમાં, ભારતની વિદેશ નીતિ, ભાષા અને શિક્ષણ ક્ષેત્રોમાં તેમનું યોગદાન એક એવા નેતા તરીકેના તેમના બહુપક્ષીય વારસાને રેખાંકિત કરે છે, જેમણે માત્ર નિર્ણાયક પરિવર્તનો દ્વારા ભારતને આગળ વધાર્યું એટલું જ નહીં પરંતુ તેના સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસાને પણ સમૃદ્ધ બનાવ્યો.”
Delighted to share that our former Prime Minister, Shri PV Narasimha Rao Garu, will be honoured with the Bharat Ratna.
As a distinguished scholar and statesman, Narasimha Rao Garu served India extensively in various capacities. He is equally remembered for the work he did as… pic.twitter.com/lihdk2BzDU
— Narendra Modi (@narendramodi) February 9, 2024
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com